________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
આપવાવાળો હોવા છતાં તેને પ્રાપ્ત ન થાત. તેવી રીતે હરણના પ્રસંગમાં પણ કહી શકાય. એટલે દાન અને હરણ તે તે જીવોના કર્મોદયથી થાય છે. તે કર્મો સ્વતઃ પરિણમે છે. એમાં અન્ય કોઈ પુરુષનો પ્રયાસ નથી. જે પુરુષ દાન-હરણની ક્રિયા કરે છે તે તો નિમિત્ત માત્ર છે. તેના પ્રયાસથી દાન-હરણની પ્રવૃત્તિ થતી નથી.
આ શ્લોકનો અન્ય રીતે પણ અર્થ કરવામાં આવે છે. દાન અને હરણની ક્રિયા આત્મામાં સ્વતઃ પરિણમે છે. જો જીવનો તેવા પ્રકારનાં કર્મનો ઉદય હોય તો જ તેને બીજાને દાન આપવાનો ભાવ થાય છે અથવા બીજાનું ધન હરી લેવાની વૃત્તિ થાય છે. જયારે એવા પ્રકારનાં કર્મોદયને કારણે જીવને બીજાને સહાય કરવાની અનનુકંપાયુક્ત બુદ્ધિ થાય છે ત્યારે તે વસ્તુતઃ તે પોતાને જ શુભોપયોગનું દાન કરે છે. એ જ પ્રમાણે કર્મોદયને લીધે બીજાને હાનિ પહોંચાડવાનો દુષ્ટ ભાવ તેને થાય છે ત્યારે તે પોતાના જ શુભોપયોગનું હરણ કરે છે. આમ દાન કે હરણમાં જીવનો પોતાનો કોઈ જ પ્રયાસ નથી. [૮૫] તામ્યાં તુ માવાગ્યાં વેન્ન રાનવીર્થયો.
अनुग्रहोपघातौ स्तः परापेक्षा परस्य न ॥१०८॥ અનુવાદ : કેવળ દાન અને ચોરીના ભાવોથી તે (આત્મા) પોતાના ઉપર જ અનુગ્રહ કે ઉપઘાત કરે છે. એમાં બીજાને બીજાની અપેક્ષા નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં જ અહીં કહેવામાં આવ્યું છે કે કોઈક વ્યક્તિ બીજાને દાન આપવાનો ભાવ કરે તો તેથી તે પોતાના ઉપર જ ઉપકાર કરે છે, અને જો કોઈ વ્યક્તિને ચોરી કરવાનો ભાવ થાય તો તે વખતે તે પોતાનો જ ઉપધાત કરે છે અર્થાત પોતાના આત્માને જ હાનિ પહોંચાડે છે.
દાનની ક્રિયા કરતાં પહેલાં કરનારના મનમાં જ એવો ભાવ ઉત્પન્ન થાય છે. એ ભાવ ઉત્પન્ન થયો તે વખતે જ એણે પોતાની જાત ઉપર જ ઉપકાર કર્યો છે. એણે દાનના ભાવથી પોતાના આત્માને જ લાભ કરાવ્યો છે અથવા ચોરીના ભાવથી પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે. એ વખતે બીજાના ઉપર અનુગ્રહ કે ઉપઘાતની કોઈ વાત નથી કે બીજાની કોઈ અપેક્ષા હોતી નથી. [૭૮૬] પરાશ્રિતાનાં માવાનાં વર્તુત્વાદ્યમાનતઃ |
कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥१०९॥ અનુવાદ : પરાશ્રિત ભાવોના કર્તુત્વ આદિના અભિમાનથી અજ્ઞાની કર્મ વડે બંધાય છે, પરંતુ જ્ઞાનવાન લેખાતો નથી.
વિશેષાર્થ : પુદ્ગલ પરદ્રવ્ય છે. એને આશ્રયે જે ભાવો થાય તે પરાશ્રિત ભાવ કહેવાય. ધન પુદ્ગલરૂપ છે. એ પરદ્રવ્ય છે. એ બીજાને દાનમાં આપ્યું હોય તો ધનને નિમિત્તે જીવમાં અહંકાર જન્મે છે કે “મેં આપ્યું.' આવી રીતે વ્યવહારમાં અનેક પ્રસંગે જીવ અજ્ઞાનને કારણે બીજાને લગતા વિચારો કરીને, “હું કરું છું, હું મેળવું છું, હું ભોગવું છું.' ઇત્યાદિ પ્રકારનું અભિમાન કરે છે. પરંતુ તે અભિમાન
૪૪૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org