________________
અધ્યાત્મસાર
તેના અજ્ઞાનનું પરિણામ છે. તેથી તે કર્મ વડે બંધાય છે. જ્ઞાની મહાત્માઓ જાણતા હોય છે કે પરાશ્રિત ભાવો પોતાનામાં નથી. એથી તેઓને કર્તુત્વનું અભિમાન થતું નથી. વસ્તુતઃ કતૃત્વનો વિચાર પણ તેઓને આવતો નથી. એટલે તેઓ એવા કર્મથી બંધાતા નથી. [૭૮૭] વર્તવમાત્મા ને પુષ્પપપયોgિ શર્મા
रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु ॥११०॥ અનુવાદ : આ રીતે આત્મા પુણ્ય-પાપરૂપી કર્મનો પણ કર્તા નથી, પરંતુ ઇષ્ટ-અનિષ્ટ વસ્તુમાં રાગ અને દ્વેષના આશયનો કર્તા છે.
વિશેષાર્થ : આત્મા પરાશ્રિત ભાવોનો કર્તા નથી એમ કહ્યા પછી અશુદ્ધ નિશ્ચયનયથી હવે કહેવામાં આવે છે કે આત્મા પુણ્યરૂપી શુભ કર્મનો કે પાપરૂપી અશુભ કર્મનો કર્તા પણ નથી. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે શુભાશુભ કર્મનાં પુગલ પરમાણુઓ આત્મપ્રદેશોને ચોટેલાં હોવા છતાં આત્મા તેનાથી પૃથફ છે, અલગ છે, કારણ કે કર્મપુદ્ગલો અજીવ છે, તે પરદ્રવ્ય છે. આત્મા તેને કશું કરી શકે નહિ અને તે પુદ્ગલો પણ આત્માને કશું કરી શકે નહિ. પરંતુ આત્મામાં અજ્ઞાનવશ ઇષ્ટ-અનિષ્ટ એવા ભાવો ઉત્પન્ન થાય છે. આત્મા એ ભાવોનો, રાગ-દ્વેષનો કર્તા છે, કર્મપુદ્ગલોનો એટલે પુણ્ય-પાપનો નહિ. [૭૮૮] રજતે છ વાર્થે; તત્તવૈર્યવાન્યતઃ
आत्मा यदा तदा कर्म भ्रमादात्मनि युज्यते ॥१११॥ અનુવાદ : આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થોને વિશે રાગ અથવા હૈષ કરે છે, ત્યારે ત્યારે બ્રમ(અજ્ઞાન)થી આત્મામાં કર્મ જોડાય છે.
વિશેષાર્થ : આત્મા ઇષ્ટ વસ્તુમાં રાગ અને અનિષ્ટ વસ્તુમાં દ્વેષના અધ્યવસાયનો કર્તા છે, પુણ્ય અને પાપરૂપી કર્મનો કર્તા નથી એમ કહ્યા પછી અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આત્મામાં ઈષ્ટ વસ્તુના નિમિત્તે સુખનો વિકલ્પ થાય છે અને અનિષ્ટ વસ્તુના નિમિત્તે દુ:ખનો વિકલ્પ થાય છે. આ વિકલ્પોને કારણે આત્મા અર્થોમાં એટલે કે વિષયવસ્તુમાં રાગ અથવા ઠેષ કરે છે. જ્યારે જ્યારે આ રાગદ્વેષ થાય છે ત્યારે ત્યારે તેને કારણે આત્મામાં કર્મનો બંધ થાય છે એવો ભ્રમ થાય છે, પણ કર્મનો બંધ થતો નથી. વસ્તુતઃ કર્મપુદગલો આત્મપ્રદેશો સાથે સંલગ્ન થવાથી એકરૂપ થયાં એવો ભ્રમ થાય છે, પણ આત્મા અને કર્મયુગલો જુદાં જુદાં દ્રવ્યો છે. આત્મા કર્મભાવને પામતો નથી અને કર્મો આત્મભાવને પામતાં નથી, પરંતુ કર્મો બંધાયાં એવો ભ્રમ થાય છે. [७८५] स्नेहाभ्यक्ततनोरंगं रेणुना श्लिष्यते यथा ।
रागद्वेषानुविद्धस्य कर्मबंधस्तथा मतः ॥११२॥ અનુવાદ: જેમ તેલ (સ્નેહ) વડે અભંગ થયેલા શરીરવાળાના અંગ પર રેણુ (રજ) ચોંટી જાય છે, તેમ રાગદ્વેષથી અનુવિદ્ધ થયેલાનો કર્મબંધ મનાયો છે.
૪૫૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org