________________
અધ્યાત્મસાર
બધા પ્રકાર છે, પરંતુ તેમાં ઉત્તમ પ્રકારના તપના મુખ્ય બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ બાર પ્રકારને નિર્જરાના બાર પ્રકાર પણ કહેવામાં આવે છે.
તપના બાર પ્રકારમાં છ પ્રકારનું બાહ્ય તપ છે અને છ પ્રકારનું આત્યંતર તપ છે. પંચાચારની ગાથાઓમાં તપની ગાથા નીચે પ્રમાણે છે :
અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણે રસચ્ચાઓ |
કાય-કિલેસો સંલીયા, ય બજકો તવો હોઈ છે (અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયાકલેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે.)
પાયચ્છિત્ત વિણઓ વેઆવચ્ચે તહેવ સજઝાઓ |
ઝાણે ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ || (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ એ અત્યંતર તપ છે.) છિ પ્રકારનાં બાહ્ય તપ આ પ્રમાણે છે :
(૧) અનશન : આહાર ન કરવો, ન ખાવું તે અનશન. ઉપવાસ, (એકાસણું, બેસણું, આયંબિલ વગેરેને આ પ્રકારમાં ગણવામાં આવે છે.) તે થોડા સમય માટે હોય અથવા કાયમને માટે હોય.
(૨) ઊનૌદરિકા : ઉણોદરી અથવા અવમૌદર્ય. એટલે ઉદરને થોડું ઊણું રાખવું, ખાલી રાખવું, ભૂખ પૂરેપૂરી ન સંતોષવી, થોડા કોળિયા ઓછું ખાવું.
(૩) વૃત્તિસંક્ષેપઃ (વૃત્તિપરિસંખ્યાની વૃત્તિ એટલે આજીવિકા, અર્થાત્ ખાવાપીવાની વસ્તુઓ. એનો સંક્ષેપ કરવો એટલે તે ઓછી કરવી. તે માટે નિયમો કરવા. એથી એ વાનગીઓ પ્રત્યેની આસક્તિ ઘટે.
(૪) રસત્યાગ : રસવાળા સ્નિગ્ધ ખાદ્યપદાર્થો એટલે કે ઘી, દૂધ, દહીં વગેરે વિગઈઓનો (વિકારકારક રસનો) ત્યાગ કરવો.
() કાયલેશ : ટાઢ, તડકો વગેરેમાં કાયાને સ્વેચ્છાએ કષ્ટ આપવું, અમુક આસનમાં બેસવું, કાઉસગ્ગ કરવો, લોચ કરાવવો વગેરે પ્રકારનાં શારીરિક કષ્ટો સહન કરવાં.
(૯) સંલીનતા (વિવિક્તશપ્યાસન) : અંગોપાંગ સંકોચવાં. તેના ઉપર સંયમ રાખવો. તેના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવું. સંલીનતાના ચાર પ્રકાર છે : ૧. ઇન્દ્રિય-સંલીનતા, ૨, કષાય-સંલીનતા, ૩. યોગસંલીનતા અને ૪. વિવિક્તચર્યા સંલીનતા એટલે કે એકાન્ત સ્થાનમાં રહેવું.
છ પ્રકારનાં આત્યંતર તપ નીચે પ્રમાણે છે :
(૧) પ્રાયશ્ચિત્ત : લીધેલા વ્રતમાં થયેલા દોષો માટે મનમાં કપટ રાખ્યા વિના ગુરુ સમક્ષ નિંદા, ગહ કરવી, આલોયણા લેવી અને તેની શુદ્ધિ માટે ગુરુ કહે તે તપશ્ચર્યા કરવી. પ્રાયશ્ચિત દસ પ્રકારનું છે.
(૨) વિનય ઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રત્યે તથા ગુણવાન પ્રત્યે ભક્તિ-બહુમાન રાખવું, નમસ્કાર કરવા, તેમના પ્રત્યેની આશાતના ટાળવી ઇત્યાદિ.
Jain Education Interational 2010_05
ation International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org