________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
ચોટે છે. એ જ પુદ્ગલ-પરમાણુઓ જયારે છૂટાં પડી જાય છે, ખરી પડે છે ત્યારે તે પ્રક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરાની પ્રક્રિયા દરમિયાન કર્મપુદ્ગલોનો નાશ નથી થતો, પણ તે આત્મપ્રદેશોમાંથી નીકળી જાય છે. આમ કર્મયુગલો જ્યારે આત્મપ્રદેશોને વળગે છે ત્યારે તે પુદ્ગલોની એક અવસ્થા અથવા સ્થિતિ હોય છે અને જયારે નીકળી જાય છે ત્યારે બીજી અવસ્થા અથવા સ્થિતિ થાય છે. કર્મયુગલોની અવસ્થામાં આ રીતે ફેરફાર થાય છે.
ઉપાધ્યાયજી મહારાજે અહીં કહ્યું છે કે નિર્જરા એટલે કર્મનો શાટ, ‘શાટ’ શબ્દ સંસ્કૃત છે. એનો સાદો અર્થ થાય છે વસ્ત્ર, વસ્ત્રપરિધાન, વેશ ઇત્યાદિ. આથી નિર્જરા એ કર્મનો ઘાટ અથવા એક વેશ છે એમ શબ્દાર્થ થાય. માણસ જુદે જુદે વખતે જુદો જુદો વેશ ધારણ કરે તેમ નિર્જરા વખતે કર્મપુદ્ગલો અમુક વેશ ધારણ કરે છે, એટલે કે એની એક અવસ્થા અથવા, સ્થિતિ અથવા પર્યાય નિર્માય છે એવો અર્થ આ પંક્તિનો થાય છે. વ્યવહારદષ્ટિએ “કર્મનો શાટ' એટલે કર્મનો ક્ષય.
કર્મયુગલો પુદ્ગલસ્વરૂપ અજીવ તત્ત્વ છે અને આત્મા ચેતનસ્વરૂપ છે. બંને દ્રવ્યો ભિન્નભિન્ન છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી એ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા પોતે કર્મની નિર્જરા કરતો નથી, પણ આત્મા એવા ભાવમાં આવે છે કે જેથી કર્મપુદ્ગલો ત્યાં ટકી શકતાં નથી. એટલે નિર્જરા વખતે કર્મપુદ્ગલોની એક અવસ્યા સર્જાય છે. દરેક નિર્જરાપ્રક્રિયા વખતે કર્મયુગલો એક જ ક્રમમાં, એક જ સ્થિતિમાં હોય એવું નથી. તે સ્થિતિ સતત બદલાયા કરતી રહે છે. એનો અર્થ એ થયો કે નિર્જરા એ કર્મની પર્યાય છે. કર્મનાં પુદ્ગલો પોતાનામાં પરિણમે છે એટલે કે કર્મની પર્યાય પણ સતત બદલાતી રહે છે.
આમ, નિર્જરા વખતે આત્મા કર્મપુદ્ગલોથી પૃથફ ભાવ પામે છે અને કર્મયુગલો આત્માથી પૃથભાવ પામે છે. પરંતુ આ પૃથકુભાવ એમ જ થતો નથી. આત્મામાં કોઈ એવો ભાવ ઉત્પન્ન થાય તો જ કર્મપુદગલો પૃથર્ભાવ પામે છે, છૂટા પડે છે. આત્મામાં આ જે ભાવ ઉત્પન્ન થાય તે જ નિર્જરા છે. આ ભાવ આત્માનો પોતાનો છે. એ આત્માનું પરિણમન છે. એ જ આત્માનું લક્ષણ છે. એટલે જે આત્મપરિણમનથી કર્મોની નિર્જરા થાય છે એ ભાવને નિર્જરા અથવા ભાવનિર્જરા કહેવામાં આવે છે. એ વખતે કર્મયુગલોની જે અવસ્થા નિર્માય છે તેને દ્રવ્યનિર્જરા કહેવામાં આવે છે. ભાવનિર્જરા દ્રવ્યનિર્જરાનું નિમિત્ત બને છે.
[૮૩૩] સત્તા દ્વવિવિધું શુદ્ધજ્ઞાનસમન્વિતમ્ |
માત્મશક્સિસમુત્થાનું ચિત્તવૃત્તિનિરોધનું પદ્દા અનુવાદ : આત્મશક્તિનું ઉત્થાન કરનારું, ચિત્તવૃત્તિનો નિરોધ કરનારું, શુદ્ધ જ્ઞાનયુક્ત એવું ઉત્તમ તપ બાર પ્રકારનું છે.
વિશેષાર્થ : તપથી કર્મની નિર્જરા થાય છે. તપ સંવરનો ઉપાય છે અને નિર્જરાનો પણ ઉપાય છે. વાચક ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્ર'ના નવમા અધ્યાયમાં કહ્યું છે : તપસનિર્જરા ૨ | ‘જે તપાવે તે તપ' અથવા “સ્વેચ્છાએ ભોગવાતું કષ્ટ તે તપ' એવી તપની સામાન્ય વ્યાખ્યાઓ અપાય છે. તપના ઘણા
૪૭૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org