________________
અધ્યાત્મસાર
અંશે પ્રાપ્ત થતું જાય તેટલે અંશે એની યોગધારા અથવા વીર્યધારા પણ વિશુદ્ધ બનતી જાય છે અને તે સંવરરૂપ હોય છે. દસમા-અગિયારમા ગુણસ્થાનક સુધી સૂક્ષ્મ કષાય, મોહ કષાય રહેલો છે. બારમાં ગુણસ્થાનકે મોહ-કષાયનો પણ ક્ષય થાય છે. તો પણ એ ગુણસ્થાનકે મન, વચન અને કાયાના યોગ રહેલા હોય છે. એટલે એ યોગોને કારણે આત્મપ્રદેશોમાં ચંચલતા, કંપન રહેલા હોય છે. તેરમા સયોગી કેવળીના ગુણસ્થાનકે પણ યોગચંચલતા હોય છે એટલે ત્યાં આશ્રવ હોય છે. ચૌદમા અયોગી કેવળીના ગુણસ્થાનકે યોગનિરોધ થતાં સ્થિરતા અને સર્વસંવર પ્રાપ્ત થાય છે.
આમ જેટલું આત્માનું સ્થિરત્વ તેટલો સંવર અને જેટલું યોગચાંચલ્ય તેટલો આશ્રવ. [૮૩૧] અશુદ્ધિનયતવં સંવરશ્રવસંકથા |
संसारिणां च सिद्धानां न शुद्धनयतो भिदा ॥१५४॥ અનુવાદ : અશુદ્ધ નયથી આ પ્રમાણે આશ્રવ અને સંવરની વાત છે. શુદ્ધ નય પ્રમાણે તો સંસારી અને સિદ્ધના જીવો વચ્ચે કોઈ ભેદ નથી. ' વિશેષાર્થ : આશ્રવ અને સંવર તત્ત્વની વિચારણા વ્યવહારનયથી, અશુદ્ધ નિશ્ચયનયથી અને શુદ્ધ નિશ્ચયનયથી કરવામાં આવી. શુદ્ધ નિશ્ચયનય તો કહે છે કે વિશુદ્ધ આત્મા સંવરરૂપ નથી અને આશ્રવરૂપ પણ નથી. આત્મા સંવર અને આશ્રવ તત્ત્વથી ભિન્ન છે. વ્યવહારનય કહે છે કે જીવ માટે હિંસાદિ આશ્રવરૂપ છે અને અહિંસાદિ સંવરરૂપ છે. અશુદ્ધ નિશ્ચયનય હિંસા-અહિંસાને પરદ્રવ્યના પર્યાય માને છે. એટલે બાહ્ય સ્થૂલ હિંસા-અહિંસાને તે આશ્રવ-સંવરરૂપ માનતો નથી, પણ આત્મામાં વર્તતા તેવા ભાવને આશ્રવરૂપ અને સંવરરૂપ માને છે.
શુદ્ધ નિશ્ચયનય તો આશ્રવ-સંવરની વાત જ સ્વીકારતો નથી. તે તો આત્માને સર્વ કર્મથી રહિત, અખંડ જ્ઞાનસ્વરૂપ, ત્રિકાળી ધ્રુવ તરીકે જુએ છે. જો આ પ્રમાણે હોય તો સંસારી જીવનો આત્મા અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ ભગવંતનો આત્મા એ બે વચ્ચે કંઈ ફેર રહેતો નથી. સર્વ જીવોમાં સિદ્ધ-સ્વરૂપ પરમાત્મા રહેલો છે એમ નિશ્ચયનય કહે છે. એટલે તે સિદ્ધ અને સંસારી એવા ભેદ સ્વીકારતો નથી.
[૮૩૨] નિર્વા ઋર્મviાં શો નાભાસી ર્મપર્યયઃ
येन निर्जीर्यते कर्म स भावस्त्वात्मलक्षणम् ॥१५५॥ અનુવાદ : નિર્જરા એટલે કર્મોનો શાટ (અવસ્થા). તે આત્મસ્વરૂપ નથી, કર્મનો પર્યાય છે. જે વડે કર્મની નિર્જરા થાય તે ભાવ જ આત્માનું લક્ષણ છે.
વિશેષાર્થ : આશ્રવ અને સંવરથી આત્માનો ભેદ દર્શાવ્યા પછી નિર્જરા તત્ત્વ પણ આત્માથી ભિન્ન છે એમ હવે અહીં દર્શાવવામાં આવ્યું છે.
નિર્જરા એટલે કર્મપુદ્ગલોનું આત્માથી-આત્મપ્રદેશોથી છૂટા પડવું. નિર્જરા એટલે નિર્જરી જવું, ખરી પડવું, ખંખેરાઈ જવું. કર્મનાં પુદ્ગલ-પરમાણુઓ આત્મામાં રાગાદિ ભાવ થતાં આત્મપ્રદેશોને વળગે છે,
૪૭૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org