________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક લક્ષણો આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યાં છે.
જ્ઞાનયોગી કેવો હોય ? એણે આત્માનું આત્મા વડે દમન કરેલું હોય છે, એટલે કે ભાવમનરૂપી આત્માનું શુદ્ધ ઉપયોગરૂપી આત્મા વડે દમન કરેલું હોય છે. જેઓ સાધનાના પંથે છે તેઓને આત્માથી આત્માનું દમન કરવાની આ વાત તરત સમજાશે. પોતાનામાં ઊઠતા વિષય કષાયના વિકારોનું પોતે જ દમન કે શમન કરે, તો એમાં જેને વિકારો ઉદ્ભવ્યા તે કોણ અને જેણે એ વિકારોનું શમન કર્યું તે કોણ? પ્રથમ આત્મા તે ભાવમનરૂપી આત્મા છે. એને જો વશ કરવામાં ન આવે તો તે દ્રવ્ય મન દ્વારા ઇન્દ્રિયોને ચંચલ બનાવશે. એ ભાવ મનરૂપી આત્માને શુદ્ધ ઉપયોગીરૂપ આત્મા સંયમમાં રાખી શકે.
અન્ય રીતે કહીએ તો બહિરાત્માને અંતરાત્મા વશ કરે છે. જે એમ કરી શકે તે જે પરમાત્મા બનવાને પાત્ર બને છે.
જ્ઞાનયોગીની કસોટી તો જયારે પૂર્વસંચિત શુભાશુભ કર્મોનો ઉદય થાય છે ત્યારે વધુ થાય છે. અશુભ ભારે કર્મના ઉદય વખતે અસહ્ય શારીરિક પીડા થતી હોય, અથવા સગાંસ્નેહીઓ સાથે સંઘર્ષ થતો હોય, પોતાના ઉપર ખોટાં આળ ચડાવાતાં હોય, પોતાની અપકીર્તિ થતી હોય તેવા ઘોર અને
ક્યારેક ઘાતક પ્રસંગો આવે તે વખતે એની આત્મસ્થિરતા કેટલી રહે છે તે જોવાનું રહે છે. મોટા મોટા મહાત્માઓને પણ આવાં કેટલાંક અશુભ કર્મોનો ઉદય ચલિત, પરાજિત કરી નાંખે છે.
શુભ કર્મના ઉદય વખતે વિવિધ ઇન્દ્રિયાર્થ પદાર્થો ભોગવવા મળતા હોય, માનપાન, પૂજાસત્કાર મળતાં હોય, ઠાઠમાઠથી રહેવાની અનુકૂળતા મળતી હોય, ભક્તાણીઓનાં પ્રલોભનો દેખાતાં હોય, ઠેર ઠેર ધર્મોપદેશ નિમિત્તે જવા મન લલચાતું હોય, એ માટે આયોજનો કરાવાતાં હોય ઇત્યાદિ પ્રસંગે આવા મહાત્માઓની કસોટી થાય છે. પૂર્વકર્મના ઉદયને લીધે બધું થતું હોવા છતાં જ્ઞાનયોગીઓ એવાં કર્મોનો છેદ ઉડાવી નાંખે છે. “શું કરીએ ? હમણાં ઉદય એવો છે.'- એવાં બહાના હેઠળ રસથી ભોગ ભોગવતા પોથી-પંડિતોની જેમ આવા સાચા જ્ઞાનયોગીઓ વર્તતા નથી
આવા જ્ઞાનયોગીઓનું જીવન સહજ હોય છે. જે વખતે જે થયું તે યોગ્ય જ છે એમ માનવાવાળા અને એ પ્રમાણે રહેવાવાળા તે હોય છે. જે ખરેખર સ્વરૂપજ્ઞાની મહાત્માઓ હોય છે એમનું જીવન સહજ ને સ્વાભાવિક એક પૃથફજન જેવું પારદર્શક હોય છે. તેઓ ઇન્દ્રિયોના પ્રત્યાહાર માટે કોઈ હઠીલા પ્રયત્નો કરતા નથી, કરવાની એમને જરૂર પણ પડતી નથી કારણ કે તેમનું જીવન જ એ પ્રકારનું હોય છે. [૫૪૫ નોકસંજ્ઞાવિનો મિથ્યવીરપ્રપંચદમ્ |
उल्लसत्कण्डकस्थानः परेण परमाश्रितः ॥५१॥ અનુવાદ : તે (જ્ઞાનયોગી) લોકસંજ્ઞાથી વિમુક્ત, મિથ્યાચારના પ્રપંચને હરનાર, ઉલ્લાસ પામતા કંડકસ્થાનવાળા અને પરથી પર દશામાં સ્થિર થયેલા હોય છે.
વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં કેટલાંક વધુ લક્ષણો આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યાં છે. જ્ઞાનયોગીઓ લોકસંજ્ઞાથી વિમુક્ત હોય છે. ગૃહસ્થજીવનમાં કેટલીક વસ્તુ કરવી ન હોય પણ લોકો
૩૧૦
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org