________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
છેવટે માનસિક પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે. પરંતુ જ્ઞાનયોગીઓ તો સર્વ પ્રકારના કંદોથી પર થઈ કેવળ સાક્ષી ભાવથી જગતને નિહાળે છે. [૫૪૩] જિતેન્દ્રિયો ગિતોથો માનમાયાનુપકુંત:
लोभसंस्पर्शरहितो वेदखेदविवर्जितः ॥४९॥ અનુવાદ : તે (જ્ઞાનયોગી) ઇન્દ્રિયોને જીતનાર, ક્રોધ ઉપર વિજય મેળવનાર, માન અને માયા વડે ઉપદ્રવ નહિ પામનાર, લોભના સ્પર્શથી રહિત અને વેદ(સ્ત્રીવેદ વગેરે ત્રણ વેદ)ના ખેદથી વિવર્જિત હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યાં છે.
જ્ઞાનયોગી ઇન્દ્રિયોને જીતનાર હોય છે. સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, વર્ણ એવી ઇન્દ્રિયોના આસ્વાદના અસંખ્ય પદાર્થો હોય છે, પરંતુ જે જ્ઞાનયોગી હોય છે તેઓને ઇન્દ્રિયોના પદાર્થોમાં જરા પણ રુચિ હોતી નથી. ઇન્દ્રિયોને જીતનાર તરીકે પોતાને ઓળખાવવાનું કેટલાકને ગમતું હોય છે, પરંતુ તેવા કહેવાતા મહાત્માઓ કસોટીને કાળે ટકી શકતા નથી. - રસોઈમાં કોઈક વાનગીમાં મીઠું રહી ગયું હોય તો તેમને ભાવતું નથી. તે માટે તેઓ ટોક્યા વગર રહી શકતા નથી. અથવા ન બોલે તો પણ તેવી વાનગી ખાવી છોડી દે છે. તેઓ સુગંધથી કદાચ પ્રલોભન ન પામે, પણ ક્યાંકથી દુર્ગધ આવતી હોય તો તરત તેઓ નાકે કપડું ઢાંકી દે છે અથવા આડો હાથ રાખે છે. મધુર સંગીત સાંભળવાનું તેઓ કદાચ છોડી શકે છે, પણ ક્યાંક કાને અથડાય એવો કર્કશ મોટો અવાજ સતત થતો હોય તો એમનું માથું દુઃખી જાય છે. આવે વખતે જ્ઞાનયોગીની કસોટી થાય છે.
જ્ઞાનયોગીઓએ ક્રોધ ઉપર સંયમ મેળવ્યો હોય છે. માન અને માયાના ઉપદ્રવો વખતે તેઓ સ્થિર, અચલ રહે છે. લોભ તેમને સ્પર્શતો નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો ઉપર તેઓએ વિજય મેળવ્યો હોય છે. અલબત્ત, પોતે બરાબર વિજય મેળવ્યો છે કે નહિ એની ખાતરી તો તેઓને કસોટીના કાળે થાય છે.
જેવી રીતે ક્રોધાદિ ચાર મુખ્ય કષાયોથી તેઓ રહિત હોય છે તેવી રીતે નવ નોકષાયથી પણ તેઓ રહિત હોય છે. નવ નોકષાયમાં ત્રણ વેદ – સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – જીવને સતાવતા હોય છે. જ્ઞાનયોગી મહાત્માઓ આવા વેદના ખેદથી પણ રહિત હોય છે.
જ્ઞાનયોગી સાધકની આ ઉચ્ચતર, ઉચ્ચતમ દશા છે. [૫૪૪] સંનિધ્યાત્મનાત્માનં સ્થિતઃ સ્વવૃતમfમતું !
हठप्रयत्नो परतः सहजाचारसेवनात् ॥५०॥ અનુવાદ : આત્માને આત્મા વડે રૂંધી રહેલો, પોતાનાં કરેલાં કર્મોને ભેદનારો તથા સહજ આચારને સેવવા વડે બળ(હઠયોગ)ના પ્રયત્નોથી મુક્ત બનેલો તે (જ્ઞાનયોગી) હોય છે.
૩૦૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org