________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ–અધિકાર
શું કહેશે ?' એવા ડરથી અનિચ્છાએ પણ તે કરવી પડે છે. વ્યવહારમાં રહેવું હોય તો આટલું કરવું પડશે. નહિ કરીએ તો પછી આપણા ઘરે પ્રસંગ આવશે તો કોણ કરશે ?'- આવો આવાં વાક્યો અનેકવાર આપણને સાંભળવા મળે છે. મનુષ્ય સમાજજીવનની રચના કરીને જીવે છે એટલે સામાજિક દૃષ્ટિએ કેટલીક વસ્તુઓ કર્યા વગર એને છૂટકો નથી. આમ છતાં ગૃહસ્થજીવનમાં પણ કેટલાક નૈતિક હિંમત દાખવી લોકવ્યવહારનો લોપ કરી શકે છે. પરંતુ જ્ઞાનયોગી સાધુઓને માટે તો લોકાચારનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. વળી તેઓને લોકોમાં પોતાની વાહવાહ થાય, માનપાન વધે, પ્રતિષ્ઠા બંધાય, લાગવગ વધે, બહોળો અનુયાયી વર્ગ મળે એવી કોઈ એષણા હોતી નથી. એટલે તેઓ આવી લોકસંજ્ઞાઓથી મુક્ત હોય છે.
વળી શાસ્ત્રાનુસાર સદાચારને વરેલા જ્ઞાનયોગીઓને સમાજમાં વધી ગયેલા ખોટા રીતરિવાજોની પણ કશી પડી હોતી નથી. તેઓ તો આવા મિથ્યાચારના પ્રપંચ અર્થાત્ વિસ્તારને ફગાવી દે છે. વળી જ્ઞાનયોગીઓ ઉલ્લાસ પામતા જતા કંડકસ્થાનવાળા હોય છે. “કંડકસ્થાન જૈન પારિભાષિક શબ્દ છે. એનો અર્થ થાય છે સંયમનું સ્થાનક, સંયમની વિશુદ્ધિના અધ્યવસાયો. જ્ઞાનયોગી પોતાના સંયમધર્મમાં ઉલ્લાસપૂર્વક આગળ વધતા હોય છે. તેઓ “પરથી પર' અર્થાત્ બહુ ઉચ્ચ આત્મિક દશામાં સ્થિર થયેલા હોય છે, એવી દશાને પામેલા હોય છે. [૫૪] શ્રદ્ધાવાનાજ્ઞા યુt: બ્રિતિતો હશશ્નવાના
गतो दृष्टेषु निर्वेदमनिनुतपराक्रमः ॥५२॥ અનુવાદ : શ્રદ્ધાવાન, આજ્ઞાથી યુક્ત, શાતીત, અશwવાન, દષ્ટ પદાર્થો પ્રત્યે નિર્વેદ પામેલો અને પરાક્રમને નહિ છુપાવનાર તે (જ્ઞાનયોગી) હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક વધુ લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે.
જ્ઞાનયોગી જિનેશ્વર ભગવાનનાં વચનોમાં દઢ શ્રદ્ધાવાળો હોય છે. તે ગમે તેટલો બુદ્ધિશાળી હોય, તર્કશક્તિવાળો હોય, પણ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા ધર્મની વાત આવે તો ત્યાં તે સાચી શ્રદ્ધાથી તે વાતને સ્વીકારી લે છે, એટલું જ નહિ, ભગવાનની આજ્ઞાનું તે ભારપૂર્વક પાલન કરવાવાળો હોય છે. કોઈક વ્યક્તિ શ્રદ્ધાવાન હોય, પણ એનામાં આજ્ઞારુચિ ન હોય. કોઈકમાં આજ્ઞાપાલન હોય પણ તે માટે રુચિ ન હોય કે શ્રદ્ધા પણ ન હોય. જ્ઞાનયોગી શ્રદ્ધાવાન હોય અને આજ્ઞાથી યુક્ત પણ હોય. - જ્ઞાનયોગી માટે અહીં બીજાં બે વિશેષણો પ્રયોજવામાં આવ્યાં છે. તે શસ્ત્રાતીત અને અશસ્ત્રવાન હોય. શસ્ત્રાતીત એટલે શસ્ત્રથી પર, શસ્ત્રનું ઉલ્લંઘી જનાર. શસ્ત્ર તેને હણી ન શકે. જ્ઞાનયોગીને શસ્ત્ર કશું કરી શકે નહિ. આ શસ્ત્રો એટલે હિંસાદિ અશુભ અધ્યવસાયરૂપી શસ્ત્રો. જ્ઞાનયોગી એનાથી પર હોય. સ્કૂલ અર્થ લઈએ તો જ્ઞાનયોગી એવી ઉચ્ચ આત્મદશામાં હોય કે ગમે તેવાં ઘાતક શસ્ત્રોના ઉપસર્ગથી એમની ચિત્તવૃત્તિ ચલિત થતી નથી. વળી જ્ઞાનયોગી અશસ્ત્રવાન હોય છે એટલે બાહ્ય સ્થૂલ શસ્ત્રો વગરના હોય છે. એમને પોતાની પાસે શસ્ત્ર રાખવાનું કોઈ પ્રયોજન નથી. એમને એની કોઈ જરૂર નથી.
આવા જ્ઞાનયોગીને ભૌતિક પૌદ્ગલિક પદાર્થોના સુખ પ્રત્યે નિર્વેદ, અભાવ, અરુચિ હોય છે. એવા પદાર્થો આ દશ્યમાન જગતના હોય કે અદશ્યમાન એવા સ્વર્ગલોકના હોય, પરંતુ તે સર્વ પ્રત્યે એને
૩૧૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org