________________
અધ્યાત્મસાર
નિર્વેદ હોય છે. વળી તે જ્ઞાનયોગી પોતાના પરાક્રમને અર્થાતુ પોતાના આત્મવીર્યને ન ગોપવનાર હોય છે, એટલે કે તે પંચાચારનું ઉત્સાહથી પાલન કરનાર તથા જ્ઞાન, ધ્યાન, તપ, જપ ઇત્યાદિ અવશ્ય કરનાર હોય છે. તે પ્રમાદરહિત હોય છે. [૫૪] નિક્ષિપ્તવં નાન્નિધપાચનવ્ર : |
- પ્રતિસ્ત્રોતોડનુર્વેિન નોવોત્તરવરિત્રમૃત્ પરા અનુવાદ : દંડનો નિક્ષેપ કરનાર, પાપરૂપી ઈંધન-સમૂહનો ધ્યાનરૂપી અગ્નિ વડે નાશ કરનાર, લોક-પ્રવાહની સામે તરનાર, તથા લોકોત્તર ચારિત્રને ધારણ કરનાર તે (જ્ઞાનયોગી) હોય છે.
વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક વધુ લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે. જ્ઞાનયોગી દંડનો નિક્ષેપ કરનાર (દંડને ફેંકી દેનાર) હોય છે એટલે કે મનદંડ, વચનદંડ, કાયદંડ જેવા અનર્થરૂપી દંડના પાપને ફેંકી દેનાર હોય છે. સામાન્ય ગૃહસ્થો ક્યારેક સમજણ વગર કે ક્યારેક સમજણપૂર્વક, જે કેટલાંક અકારણ પાપ કરતા હોય છે, એવા લેવાદેવા વગરનાં પાપોથી જ્ઞાનયોગી તદ્દન મુક્ત થઈ જાય છે. અનર્થદંડના વિરમણને એક વ્રત તરીકે માત્ર જૈન ધર્મમાં જ બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થોએ એનું ખાસ પાલન કરવાનું હોય છે, કારણ કે સાધુને એવાં પાપનો અવકાશ ઘણો ઓછો હોય છે. જ્ઞાનયોગીનો મન, વચન અને કાયાનો ઉપયોગ એટલો સુયોગ્ય હોય છે કે તેનાથી એકંદરે અનર્થદંડરૂપી પાપ થતું નથી. તે ઉપરાંત અન્ય પાપોની બાબતમાં પણ જ્ઞાનયોગી, ધ્યાનયોગી બનીને એનો નાશ કરી નાખે છે. પાપને અહીં બળતણ તરીકે, લાકડાં કે ઈંધન તરીકે ઓળખાવ્યું છે. પાપોનો સમૂહ એટલે ઈંધનનો ભારો અથવા ઢગલો. એક ચિનગારીથી એને બાળીને ભસ્મ કરી શકાય. અગ્નિની આગળ ઈધનનું કશું જ બળ નહિ. જ્ઞાનયોગી મહાત્માઓ શુભ ધ્યાનની શ્રેણીએ ચડે અને ક્ષમાનો ભાવ ધારણ કરીને રહે એટલે પૂર્વસંચિત પાપો બળીને ભસ્મ થઈ જાય છે. નવાં પાપો તો તેમની સમક્ષ મોટું પણ નથી બતાવતાં.
જ્ઞાનયોગી મહાત્માઓ લોકપ્રવાહની સામે તરનાર હોય છે. શાન્ત પાણીમાં તરવું તે એક વાત છે. વળી જો તરતાં આવડતું હોય તો વહેતા પાણીમાં ઓછા પ્રયાસે વધુ તરી શકાય. પણ નદીમાં પ્રવાહ જે દિશામાં હોય એની સામે તરવું, સામે પૂરે (પ્રતિસ્રોત એટલે સામે પ્રવાહ) આગળ વધવું એ તો કોઈક શક્તિશાળી અનુભવી વિરલાનું કામ છે. સંસારમાં એકંદરે લોકો ગતાનુગતિક હોય છે. જે બાજુનો પ્રવાહ હોય તે બાજુ ઢળી જનારા લોકો હોય છે. એમાં ઘણીવાર ખોટું પણ થતું હોય છે. લોકલજ્જા અને નૈતિક હિંમતના અભાવને કારણે લોકો સામા થતા નથી. પરંતુ જે જ્ઞાનયોગી હોય છે તેને કોઈ સ્વાર્થ હોતો નથી. તેને કોઈ સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન નડતો નથી. એટલે તે નૈતિક હિંમત ધારણ કરી, ધર્મનો અને સત્યનો માર્ગ સ્વીકારી લોકપ્રવાહની સામે જઈ શકે છે. આવા જ્ઞાનયોગી મહાત્માઓનું પોતાનું ચરિત્ર (જીવન) લોકોત્તર હોય છે. તેઓ અસામાન્ય હોય છે. તેમનું સમગ્ર જીવન સંયમથી સુવાસિત હોય છે. સ્વકલ્યાણ અને લોકકલ્યાણનો સમન્વય તેમણે સાધ્યો હોય છે. એથી જ તેઓ લોકાદરને પાત્ર બન્યા હોય છે. કોઈ આંગળી ચીંધે એવું કશું જ એમના જીવનમાં હોતું નથી.
આ શ્લોકમાં “લોકોત્તર' શબ્દ લબ્ધિસિદ્ધિના અર્થમાં પણ ઘટાવાય છે. લબ્ધિસિદ્ધિને કારણે આવા
૩૧૨ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
ation International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org