SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાઓને એક પછી એક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. પારમાર્થિક અપેક્ષાએ, શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષની તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દીની સમગ્ર વર્ષ દરમ્યાન વિશ્વવ્યાપકપણે ઉજવણી થઈ અને અનેક ભવ્ય આત્માઓને આત્મધર્મનો પરિચય થયો. પૂ. બાપુજી થકી પ્રદીપ્ત થયેલો જનકલ્યાણનો ભાવ, નિષ્કામ કર્મયોગી પૂ. ભાઈશ્રીમા પ્રચંડ રીતે જળહળી રહ્યો છે. પૂ. બાપુજીના સમયમાં ઝરણા સ્વરૂપે વહેતું લોક કલ્યાણનું કાર્ય આજે વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રોગચાળો ને બીમારીથી પીડાતા સાયલા તથા આજુબાજુના ગ્રામજનોને, પ્રાથમિક સારવાર મળી રહે તે માટે, સાયલા પાંજરાપોળે ફાળવેલી જગ્યામાં ૪૦૦૦ ચો. ફૂટનું દવાખાનું તથા હોસ્પિટલનું નવનિર્માણ થયું છે. સ્ત્રી કેળવણી માટે કંઈ કરવું, પૂ. બાપુજીના તે ઉત્તમ સંકલ્પને સાકાર કરવા પરમ પૂજ્ય ભાઈશ્રીએ બાપુજીના નામે Higher Secondary ધોરણ ૭ થી ૧૨ સુધીની કન્યાશાળાની સ્થાપના કરી. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૨ના વિનાશકારી ભૂકંપે અનેકને બેઘર કર્યા, જાનહાનિ થઈ અને ભારતની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર દુઃખ આળોટવા માંડ્યું. આપણી બાજુનું નિનામા ગામ, હતું ન હતું થઈ સમગ્ર જમીનદોસ્ત બન્યું. પ્રકૃતિના પ્રકોપને પડકાર ગણી હિમ્મતથી જ ઝીલી લેવો એમ કરુણાસાગર પૂ. ભાઈશ્રીએ સંકલ્પ કર્યો. મુમુક્ષુવર્ગને હાકલ આપી અને ભગીરથ કાર્યો શરૂ થયાં. ૨૫ લાખના ખર્ચે ૧૩૦૦ મકાનો ચોમાસાના પહેલાં જ મરામત કરી આપ્યાં. ઉત્તમ ગુણવત્તા ધરાવતા ૩૩૫ આવાસો સાથેનું એક સુંદર ગામ ઊભું કર્યું. બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનના સથવારે, અપંગ વિકલાંગ તથા મંદબુદ્ધિજીવો માટે આશ્રમના સંકુલમાં જ પ્રગતિશીલ શાળા ચાલુ છે. ભૂકંપગ્રસ્ત ૪૩ શાળાઓ, ૧૬૦ ઓરડાઓનું નવનિર્માણ કરી લોકાર્પિત કરી ને તેનું શિક્ષણ ધોરણ ઊંચું આવે તે અર્થે પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે બાલવિકાસ યોજના(પ્રેમની પરબ)નો મંગળ આરંભ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ થયો. સાયલા તથા આજુબાજુના પછાત વિસ્તારના લોકો માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બની ગયો છે. પરિવર્તનકારી આધ્યાત્મિક શક્તિની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યક્તિ જ્ઞાનોપાર્જન કરી શકે છે. દિવ્ય બને છે. આ યોગાશ્રમ એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાનું અનોખું સદ્ભાગ્ય, જ્યાં આત્મજ્ઞાની ગુરુનું અનન્ય શરણ, સાંનિધ્ય અને તેઓના સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યજીવન સફળ થાય છે. Jain Education International2010_05 42 For Private Personal Use Only પ્રકાશન સમિતિ શ્રી રાજ–સોભાગ સત્સંગ મંડળ સાયલા www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy