SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઊઠ્યો. પ્રત્યક્ષ ગુરુના અનુભવસ્વરે પૂર્વે થયેલા યોગીઓના સત્યાત્મક બોધનું વિશ્લેષણથી દિવ્ય વાતાવરણ સર્જાયું છે. સહજતાએ સુરતાને સાધી પ્રભુમય એકલક્ષ થઈ સાધકો તન્મય બને છે. સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી., રાજકોટથી ૮૫ કિ.મી. અને અમદાવાદથી ૧૩૫ કિ.મી. પર આવેલ સાયલાના આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે. તદ્ઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, ધ્યાનખંડ, વાંચનાલય, સૌભાગ્ય સ્મૃતિઘર, પૂ. બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ અને મુખ્ય સ્વાધ્યાય ખંડ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ-અલગ સ્થળેથી આવેલા સાધકો શ્રી સદ્ગુરુના સાંનિધ્યમાં એક મોટો અધ્યાત્મ પરિવાર બન્યો છે. પરમ કૃપાળુ શ્રીમદ્ભુનું બોધવચન છે : ‘વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.' પૂ. બાપુજી માનતા કે દુ:ખી મનુષ્યની સેવામાં રહીશું તો આપણો ત્યાગભાવ ને વૈરાગ્યભાવ હમેશાં ટકી રહેશે. સંવેદનશીલ, ઉર્મિપ્રધાન, કોમળહૃદયી પૂ. બાપુજી જ્યારે દુ:ખી દરિદ્ર અને અશિક્ષિત સમાજને જોતા ત્યારે તેઓનું હૈયું કરુણાથી ઉભરાઈ આવતું. દેશ પરદેશથી આવેલા સુખી મુમુક્ષુઓને પ્રેરતા અને સુમાર્ગે તેઓની સંપત્તિનો સદ્ઉપયોગ કરાવતા. માત્ર નાણું આપી છૂટી જવું એમ નહિ, પણ ચોકસાઈપૂર્વક, હરેક કાર્ય મુમુક્ષુઓની સ્વયં દેખરેખ નીચે થતું. આમ ત્યાગ ને વૈરાગ્યથી પ્રેરિત સાધક મુમુક્ષુવર્ગ આશ્રમમાં રહી આંતરવિશુદ્ધિની સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ સાધવા લાગ્યો. પરિણામે જનહિતની અનેક પ્રવૃત્તિઓ આરંભિત થઈ. જે નીચે મુજબ છે : ૧. ઉનાળામાં છાશ કેન્દ્રો, ૨. શિયાળામાં ગરમ કપડાં ને ધાબળા. ૩. નિરાધાર તથા વૃદ્ધજનોને અનાજ વિતરણ. ૪. વીરનગર સ્થિત શિવાનંદ મિશનની સહાયથી નેત્રચિકિત્સા તથા નેત્રયજ્ઞનું આયોજન. ૫. વિકલાંગ તથા અપંગોને જરૂરિયાતનાં સાધનો પૂરાં પાડવાં. ૬. બહેનો માટે સિવણ તથા ભરતગૂંથણીની તાલીમ આપતા વર્ગો. ૭. દુષ્કાળ દરમ્યાન નિરણ કેન્દ્રો(Cattle Camps)ને સહાય કરવી. જ્ઞાનવૃદ્ધ પૂ. બાપુજી હવે વયોવૃદ્ધ પણ હતા. પોતે પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન યોગનિષ્ઠ, સ્થિરચિત્ત, આત્મલીન એવા ભાઈશ્રી નલિનભાઈ કોઠારી તથા ગુરુમૈયા શ્રી સદ્ગુણાબેન સી. યુ. શાહને સત્યવારસો આપીને આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિંત થઈ ગયા. શાંત, સૌમ્ય, આગવી સૂજ ધરાવનાર, દૂરંદેશી, અજબ વ્યવસ્થાશક્તિ, હૃદયમાં અપાર વાત્સલ્ય, એવા પૂજ્ય ભાઈશ્રીએ પોતાનું સમગ્ર યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યું. પૂ. બાપુજીને અનુસરતો વાત્સલ્યભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર, સદાયે ચહેરા પર વેરાયેલું સ્મિત તથા આત્મપ્રસન્ન પૂ. ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનના ઉત્તમ ભાવોને અને ઇષ્ટ Jain Education International2010_05 41 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy