________________
પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર
શ્રીમદ્ભગવદ્ગીતાના નીચેના શ્લોકની છાયા અહીં જોઈ શકાય છે :
या निशा सर्वभूतानां तस्यां जागति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।। [૬૭] સંસ્કૂતો રૂવાંધુઝનાનાં
सर्वतः सकलकर्मफलानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चै
ानमेव परमार्थनिदानम् ॥४॥ અનુવાદ : જેમ કૂવાના જળની સિદ્ધિ (પ્રાપ્તિ) ચોતરફની સરવાણીના જળ વડે છે તેમ સકલ કર્મના ફળની સિદ્ધિ જેમાં રહેલી છે તે, પરમાર્થના કારણરૂપ, ઉચ્ચ ધ્યાન જ છે.
વિશેષાર્થ : અંધ અથવા અંધુલ એટલે કૂવો. ધ્યાનનાં સ્વરૂપ અને કાર્ય માટે અહીં કૂવાની ઉપમા આપવામાં આવી છે. કૂવામાં જે પાણી છે તેનું કારણ નીચે અંદર ચારે તરફથી પાણીની ફૂટેલી સરવાણીઓ (સંસ્કુત) છે. સરવાણીમાંથી વહેતું પાણી કૂવામાં એકત્ર થાય છે. એટલે કૂવાનું જળ સરવાણીની સિદ્ધિરૂપ છે. તે પરિણામરૂપ અથવા ફળસ્વરૂપ છે. જો સરવાણીઓ ન હોય તો કૂવો સૂકાઈ જાય. તેવી રીતે સઘળી ક્રિયાઓની સફળતા ધ્યાનમાં રહેલી છે. અહીં “કર્મ” શબ્દ ક્રિયાના અર્થમાં લેવાનો છે. ક્રિયા સાથે જો ધ્યાન ન જોડાયું હોય તો ક્રિયા નિષ્ફળ નીવડે. જેટલું ધ્યાન ઉચ્ચ અને પરમાર્થ સ્વરૂપ તેટલું તેનું ફળ વિશેષ રહે છે. [૬૬૮] વાતે દિ ઋષાયસન્ધ
निसर्न नतभूपनमद्भिः । अत्यनिष्टविषयैरपि दुःखै
ानवान्निभृतमात्मनि लीनः ॥५॥ અનુવાદ : આત્મામાં સારી રીતે લીન થયેલો ધ્યાન કષાયથી ઉત્પન્ન થયેલા મનોવિકારોથી, નમેલા રાજાઓના નમસ્કારોથી કે અત્યંત અનિષ્ટ વિષયોથી કે દુઃખોથી પણ બાધા પામતો નથી.
વિશેષાર્થ : ધ્યાની મહાત્માઓની આત્મસ્થિરતા કેવી હોય છે તે અહીં બતાવવામાં આવ્યું છે. તેઓ પોતાના આત્મામાં, પોતાના સ્વભાવમાં જ્યારે સારી રીતે લીન થઈ જાય છે ત્યારે અનુકૂળ કે પ્રતિકૂળ વિષયો કે ઉપસર્ગો તેમને ચલિત કરી શકતા નથી. કષાયોથી ઉત્પન્ન થતા મનોવિકારો પણ તેમને પીડતા નથી. વસ્તુતઃ તેમના અનંતાનુબંધી વગેરે કષાયો શાન્ત થઈ ગયા હોય છે. માત્ર સંજવલનના પ્રકારના કષાયો રહ્યા હોય તો તેની આગળ પણ તેઓ નમી પડતા નથી. ધ્યાની મહાત્માઓને મોટા રાજાઓ વંદન-નમન કરે તો પણ તેમનામાં ગર્વ આવતો નથી. તેમનામાં માન કષાય ઉદય પામતો નથી. પ્રતિકૂળ
૩૮૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org