________________
અધ્યાત્મસાર
તેવો (ત્યજી શકાય એવો) નથી. પરમ શુતિને જોનાર ધ્યાની તો તૃપ્તિ પામીને તેનો (રાગનો) ફરીવાર સ્વીકાર કરતા નથી.
વિશેષાર્થ : સામાન્ય સાંસારિક માણસો અને ધ્યાની મહાત્માઓ વચ્ચેનો તફાવત કેટલો મોટો છે એ અહીં બતાવવામાં આવ્યું છે. ધ્યાની મહાત્માઓએ સાંસારિક વિષયોનો ત્યાગ કરેલો હોય છે. હવે કોઈ એમ કહે કે સંસારમાં એવા કેટલાક માણસો હોય છે કે જેઓ વિષયોનો ભોગવટો કરતા નથી. જેમકે કોઈ માણસ આતુર એટલે કે માંદો હોય અથવા કોઈ માણસ અશક્ત, જડ કે મૂર્ખ હોય તો તેઓ પણ વિષયો ભોગવતા નથી, તો તેઓ અને ધ્યાની વચ્ચે ફરક શો ? એમાં ફરક એ છે કે એવા માંદા, અશક્ત, જડ કે મૂર્ખ માણસો વિષયો ન ભોગવી શકતા હોવા છતાં વિષયો તેમને ગમે છે. એ પ્રત્યે તેમને રાગ હોય છે. એ માટે તેમના મનમાં ઇચ્છા, આસક્તિ, અભિલાષા કે વાસના હોય છે. પરંતુ ધ્યાની મહાત્માઓના ચિત્તમાં વિષયો માટે રસ કે રાગ નથી હોતા. તેઓ સંતૃપ્ત હોય છે. તેઓએ પરમાત્મ-સ્વરૂપરૂપી પરમ જ્યોતિનું દર્શન કર્યું હોય છે. એમનો એ અનુભવ જ એવો ઉલ્લાસમય અને સંતર્પક હોય છે કે પછી ભૌતિક કોઈ વાતની એમને એષણા જ રહેતી નથી. અનુભવે આ વાત વિશેષ સમજાય એવી છે.
[૬૬] થી નિશા સશનમૂતUIનાં
ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा
ध्यानिनो भवति तत्र सुषुप्तिः ॥३॥ અનુવાદ : સકલ પ્રાણીસમૂહ માટે જે રાત્રિ છે તે ધ્યાનીને માટે દિવસનો મહોત્સવ છે. વળી, અભિનિવેશવાળા જેઓ જેમાં જાગૃત રહે છે તેમાં ધ્યાનીને સુષુપ્તિ હોય છે. ' વિશેષાર્થ : સંસારમાં રચ્યાપચ્યા રહેલા જીવો અને અધ્યાત્મમાર્ગના ધ્યાની મહાત્માઓ વચ્ચે અનુભવનો કેટલો બપો તફાવત છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. મનુષ્યને જે વિષયમાં રસ પડે તેમાં તે તદાકાર બની શકે છે અને ત્યારે એને દિવસરાતનું ભાન રહેતું નથી. વાસ્તવિક રીતે રાત પડી ગઈ હોવા છતાં એની આંખમાં ઊંઘ નથી હોતી. રાત્રિ પણ એને માટે દિવસરૂપ બની રહે છે. બીજી બાજુ માણસને જે વાતમાં રસ ન પડે તેવી વાતો સાંભળવામાં એને કંટાળો આવે છે; એ બગાસાં ખાય છે; એને ઝોકાં આવે છે. તે ઊંઘી જાય છે. દિવસ હોવા છતાં તે તેને માટે રાત બરાબર હોય છે. સાંસારિક વાસનાવાળા માણસોને તત્ત્વજ્ઞાનની વાતમાં રસ પડતો નથી. સમજ પણ પડતી નથી. એ વાતો તેમને મન અંધકારમય, નિરર્થક હોય છે. એટલે તેઓ તેમાં સુષુપ્તિ અનુભવે છે. બીજી બાજુ તત્ત્વજ્ઞાની, આત્મદર્શી, ધ્યાની મહાત્માઓ માટે એવી વાતો ઉત્સવરૂપ હોય છે. વળી સાંસારિક ભોગોપભોગની વાતો સાંસારિક જીવોને માટે જાગૃતિપ્રેરક હોય છે, તો એવી વાતો જ્ઞાની ધ્યાની મહાત્માઓ માટે તુચ્છ, નિરર્થક અને નીરસ હોવાથી સુષુપ્તિરૂપ હોય છે.
૩૮૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org