________________
અધ્યાત્મસાર
કષ્ટો, અનિષ્ટો કે ભયંકર દુઃખો પણ તેમને બાધા પહોંચાડી શકતાં નથી. આવા ધ્યાન મહાત્માઓએ ધ્યાન વડે દેહ અને આત્માની ભિન્નતાનો જે અનુભવ કર્યો હોય છે અને પરિણામે દેહ પરત્વે તેમનું લક્ષ જતું નથી. તેઓ અનાસક્ત થઈ માત્ર જ્ઞાતાદૃષ્ટા બની રહે છે. [૬૬૯] સ્પષ્ટદBસુસંસ્કૃતમિથું
ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । नास्तिकस्तु निहतो यदि न स्या
देवमादिनयवाङ्मयदंडात् ॥६॥ અનુવાદ : સ્પષ્ટ રીતે જોયેલા સુખથી ભરેલું, ઈષ્ટ ને મોક્ષસુખથી ગરિષ્ઠ (મોટ) એવું ધ્યાન મને હો! જો નાસ્તિક આ નયગર્ભિત વાણીરૂપી દંડના પ્રહારથી ન હણાય તો તેથી શું? ' વિશેષાર્થ : આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિ ધ્યાન વડે થતા આત્મદર્શનના અનુભવોની વાત કરે છે. એમાં એમના પોતાના અનુભવની વાત રહેલી છે. તેઓ કહે છે કે એવું ધ્યાન મારે હો કે જે ધ્યાન સ્પષ્ટ રીતે જોયેલા, ઇષ્ટ અને પ્રિય મોક્ષસુખથી ગરિષ્ઠ અર્થાત મોટું બનેલું હોય. ધ્યાનની ઊંચી દશામાં આત્માનો અનુભવ થાય છે, સ્વસ્વરૂપનું વેદન થાય છે. આત્મદર્શનનો આ અનુભવ અત્યંત પ્રિય અને સુખથી ભરેલો હોય છે. એ અનુભવમાં જાણે મોક્ષના સુખનો અંશ અનુભવ થતો હોય એવી પ્રતીતિ થાય છે. આવા અનુભવ દ્વારા સ્પષ્ટ બોધ થાય છે કે આત્મદ્રવ્ય જેવું દ્રવ્ય છે. આત્માના આવા અનુભવ માટે પછીથી શાસ્ત્રના કોઈ પ્રમાણની અપેક્ષા રહેતી નથી.
અનેક મહાત્માઓના અનુભવને આધારે શાસ્ત્રો રચાયાં છે. એટલે શાસ્ત્રમાં આત્માના અસ્તિત્વની વાત આવે છે. આમ છતાં કેટલાક નાસ્તિકો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી.
અહીં શાસ્ત્રોનાં વચનોને દંડપ્રહાર તરીકે ઓળખાવ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓને સમજાવવા માટે શિક્ષક સોટીનો પ્રહાર કરે છે. એથી વિદ્યાર્થીનું ચિત્ત જાગૃત બને છે. સમજવા માટે એને ચાનક ચડે છે અને તરત એને સમજાય છે. એટલે જ કહેવત પડી છે કે “સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઘમ ઘમ.' આમ છતાં કોઈક વિદ્યાર્થી એવા જ હોય કે જે સોટીના પ્રહાર પછી પણ ભણે નહિ. તો શિક્ષકે એવા વિદ્યાર્થીની ઉપેક્ષા જ કરવી રહી. તેવી રીતે નયવાડ્મય અર્થાતુ શાસ્ત્રના વચનરૂપી દંડના પ્રહારથી કોઈ નાસ્તિક માણસો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવા જ તૈયાર ન હોય તો પછી એવા નાસ્તિકો પ્રત્યે ઉદાસીનતાપૂર્વક ઉપેક્ષાભાવ રાખવો એ જ યોગ્ય છે. [૬૭૦] યત્ર નાર્વવિધુતારવીપ
ज्योतिषां प्रसरतामवकाशः । ध्यानभिन्नतमसां मुदितात्म
ज्योतिषां तदपि भाति रहस्यम् ॥७॥ અનુવાદ : જ્યાં સૂર્ય, ચંદ્ર, તારા અને દીપકની પ્રસરતી જ્યોતિને અવકાશ રહેતો નથી ત્યાં પણ ધ્યાનથી અંધકારને ભેદનારા અને આત્મજ્યોતિને ઉદિત કરનારાઓનું રહસ્ય પ્રકાશે છે.
૩૮૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org