________________
પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર
વિશેષાર્થ : સૂર્ય, ચંદ્ર, તારા અને દીપક એ દરેકની પોતપોતાની ઓછીવત્તી શક્તિ અંધકારનો નાશ કરવાની છે. દીવાની જ્યોત કરતાં આકાશના તારાઓ વધુ શક્તિમાન છે. તારાઓ કરતાં ચંદ્ર અને ચંદ્ર કરતાં સૂર્ય વધુ પ્રકાશ આપે છે. એ દરેકની શક્તિ અંધકારને ભેદવામાં રહેલી છે. અલબત્ત, આ શક્તિ તે સ્થૂલ અંધકારને ભેદવાની છે. પરંતુ વિશ્વમાં મોહમાયારૂપી, અજ્ઞાનરૂપી અને મિથ્યાત્વરૂપી અંધકાર પણ એટલો બધો સૂક્ષ્મ અને ગાઢ છે કે તે નરી નજરે દેખાતો નથી; પ્રજ્ઞાચક્ષુ વડે જ તે નિહાળી શકાય છે. આવા પ્રગાઢ અંધકારને સૂર્ય, ચંદ્ર, તારા વગેરે ભેદવાને શક્તિમાન થતા નથી. એમનું એક કિરણ પણ આ અંધકારમાં પ્રવેશી શકતું નથી. વસ્તુતઃ ત્યાં એમને અવકાશ જ નથી. પરંતુ આત્મજ્યોતિ તો સૂર્ય અને ચંદ્ર કરતાં પણ વધુ પ્રકાશમાન છે. ધ્યાન વડે એ આત્મજ્યોતિનાં દર્શન થઈ શકે છે. જે
ધ્યાની મહાત્માઓ પોતાના ધ્યાન વડે આવા અંધકારને ભેદી શકે છે. તેઓ આત્મજ્યોતિને નિહાળી શકે છે. તેઓ એના રહસ્યને પ્રકાશી શકે છે.
[૬૭૧] યોઞયત્યમિતાતવિદ્યુત્તાં प्रेयसीं शमरतिं त्वरितं यत् । ध्यानमित्रमिदमेव मतं नः किं परैर्जगति कृत्रिममित्रैः ॥८॥
અનુવાદ : ચિરકાળથી વિયુક્ત થયેલી શમરતિરૂપી પ્રેયસીને ત્વરાથી જે મેળવી આપે છે તે ધ્યાનરૂપી મિત્ર જ અમારે માટે માનવા યોગ્ય છે. જગતમાં બીજા કૃત્રિમ મિત્રોનું અમારે શું કામ છે ?
વિશેષાર્થ : અહીં ધ્યાન માટે એક સાચા, ઉત્તમ પરગજુ મિત્રનું રૂપક યોજવામાં આવ્યું છે. સાચો મિત્ર એ કે જે દુઃખમાં, કષ્ટમાં સહાયરૂપ બને. જીવને અનંત કાળથી પોતાની પ્રિયતમા શમતિનો વિયોગ થયો છે. શમતિ એટલે સમતા અને શાન્તિનો આનંદ. શમરતિ એટલે સ્વસ્વરૂપમાં સ્થિરતાનો આનંદ. શમરિત એટલે કષાયોની ઉપશાન્તિનો આનંદ. આ આનંદ માટે પ્રિયતમાનું રૂપક યોજવામાં આવ્યું છે. સંસારમાં કોઈક કારણસર પતિ-પત્ની વચ્ચે વિયોગ સર્જાય છે ત્યારે બંને એકબીજાને માટે સતત ઝૂરતાં રહે છે. પરંતુ જ્યારે તે બંનેનું મિલન થાય છે ત્યારે આનંદોત્સવ અનુભવાય છે. એવા મિલનનું આયોજન કોઈક પરગજુ નિઃસ્વાર્થ મિત્ર ગોઠવી આપે છે. જીવ અને શમરતિ પરસ્પર ગાઢ સંકળાયેલાં છે, પરંતુ વર્તમાનમાં એમની વચ્ચે વિયોગ છે. કેટલાયે ભવથી આ વિયોગ ચાલ્યો આવે છે. પરંતુ ધ્યાનરૂપી મિત્ર આ વિયોગ દૂર કરાવવા કટિબદ્ધ થાય છે. મિલનના આનંદનો તે આ રીતે અનુભવ કરાવે છે. ધ્યાન-મિત્ર શમરતિને શોધી લાવે છે, અને મેળાપ કરાવી આપે છે.
જીવ જ્યારે ધ્યાનારૂઢ બને છે, ધ્યાનની ઊંચી ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે શમરૂપી રતિનો આનંદ અનુભવે છે. વસ્તુતઃ ધ્યાન જ જીવને પ્રશમસુખનો અનુભવ કરાવે છે અને મોક્ષગતિ પમાડે છે. જ્યાં આવો સાચો મિત્ર મળતો હોય ત્યાં પછી સંસારમાં પરિભ્રમણ કરાવનારા વિષય-કષાયરૂપી નકલી મિત્રોનું આપણને શું કામ હોય ?
Jain Education International2010_05
३८७
For Private & Personal Use Only
www.jainelibrary.org