________________
અધ્યાત્મસાર
[૬૭૨] વારિતસ્પર બનતપવારે
शीलशीतलसुगंधिनिवेशे । उच्छ्रिते प्रशमतल्पनिविष्टो
ध्यानधाम्नि लभते सुखमात्मा ॥९॥ અનુવાદ : જેમાં કામદેવના બળરૂપી તડકાને (આતપને) અટકાવવામાં આવ્યો છે, જેની રચના શીલ વડે શીતલ અને સુગંધી છે, જે વિશાળ-ઉત્તુંગ (ઉસ્કૃિત) છે એવા ધ્યાનરૂપી પ્રાસાદમાં પ્રશમરૂપી પલંગ(તલ્પ)માં બેઠેલો આત્મા સુખ પામે છે.
વિશેષાર્થ : ધ્યાનને માટે અહીં મહેલનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આ મહેલ કેવો છે ? તે એવો છે કે જેમાં દઝાડતો ગરમ પ્રખર તડકો દાખલ થતો નથી. એ તડકો તે શું ? એ કામદેવના બળરૂપી તડકો છે. એટલે કે જ્યાં ધ્યાન છે ત્યાં કામવાસના પ્રવેશી શકતી નથી. ત્યાં બ્રહ્મચર્યનો જ મહિમા છે. એ મહેલમાં શીતલતા છે અને સુગંધ છે. આ શીતલતા અને સુગંધ તે શીલરૂપી છે. જ્યાં શીલ છે, સંયમ છે, ચારિત્ર છે ત્યાં શીતલતા, શાન્તિ, મધુરતા ઇત્યાદિ અનુભવાય છે. આ મહેલમાં પધારેલા આત્મારૂપી અતિથિ પ્રશમરૂપી પલંગમાં આરામથી બિરાજમાન છે. તે સુખ અને આનંદ અનુભવે છે. [૬૭૩] શત્નવિBરતમાં વેપા
प्रातिभाय॑समतामधुपर्कैः । ध्यानधाम्नि भवति स्फुटमात्मा
हूतपूतपरमातिथिपूजा ॥१०॥ અનુવાદ : ધ્યાનરૂપી ધામ(પ્રાસાદ)માં પોતે જ પ્રગટ રીતે નિમંત્રેલા પવિત્ર અને પરમ અતિથિના પૂજાસત્કાર માટે શીલરૂપી આસન (વિષ્ટર), દમરૂપી પાદોદક, પ્રતિભરૂપી અર્થ અને સમતારૂપી મધુપર્ક છે. ' વિશેષાર્થ : ધ્યાનને માટે અહીં ઉત્તમ પ્રાસાદનું અને આત્મા માટે અતિથિનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. કોઈ શ્રીમંતના મહેલમાં કોઈ મોંઘેરા મહેમાન પધારે તો પ્રવેશતાં જ એમનો કેટલો બધો આદરસત્કાર થાય છે ! એમને બેસવા માટે આસન, પાદપ્રક્ષાલન માટે સુગંધી જલ હોય છે તથા સ્વસ્થ અને પ્રસન્ન થવા માટે શીતલ પેય પદાર્થો, અર્થ અને મધુપર્કની તૈયારી રાખવામાં આવે છે. તેવી રીતે ધ્યાનરૂપી પ્રાસાદમાં પ્રવેશતા ચૈતન્યરૂપી પવિત્ર, ઉત્તમ અતિથિ માટે શીલરૂપી આસન, પાદપ્રક્ષાલન માટે દમસંયમરૂપી સુગંધી જલ તથા પ્રાતિલરૂપી અર્થ અને સમતારૂપી મધુપર્ક તૈયાર હોય છે. અહીં જેમ આસન, સુગંધી જલ, અર્થ અને મધુપર્ક અનુક્રમે છે તેમ શીલ, દમ-સંયમ, પ્રતિભા અને સમતા અનુક્રમે ઊંચી ભૂમિકાએ લઈ જનાર છે. એમાં પ્રાતિજ એટલે પ્રતિભાસંપન્નનું વિશિષ્ટ જ્ઞાન. કેવળજ્ઞાન પ્રગટે તે ! પહેલાં પ્રગટતું આ જ્ઞાન સૂર્યોદય પહેલાં થતા પરોઢ જેવું હોય છે. મધુપર્ક એટલે દૂધ, દહીં, સાકર વગેરે પાંચ દ્રવ્યોનું મિશ્રણ. એ હથેળીમાં લઈ મોઢામાં મૂકતાં જ તાઝગી અનુભવાય છે. અતિથિને
૩૮૮
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org