________________
પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર
પ્રસન્ન કરવા માટે મધુપર્કનો આ એક પ્રતીકરૂપ પવિત્ર ઉપચાર છે. અહીં આત્માને માટે અતિથિનું રૂપક પ્રયોજાયું છે. આ ચૈતન્યરૂપી અતિથિ અચાનક અજાણતાં આવી ચડેલા નથી. ધ્યાનરૂપી નિમંત્રણ આપીને પોતાને ત્યાં પધારવા માટે એમને જાહેર રીતે વિનંતી કરવામાં આવી છે. વળી આ અતિથિની યોગ્યતા પણ કેટલી બધી છે ! તેઓ પવિત્ર અને પરમ અર્થાત્ ઉચ્ચતમ છે.
વસ્તુતઃ ધ્યાન ધરનાર ધ્યાનમાં અહીં બતાવ્યા પ્રમાણે શીલ, સંયમ, પ્રાતિભ, સમતા ઇત્યાદિ ન હોય તો એને ધ્યાન દ્વારા સાચી, ઊંચી આત્માનુભૂતિ થતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે આ બધાં ઉત્તમ લક્ષણો ધ્યાનમાં પૂર્વશરતરૂપે રહેલાં હોવાં જોઈએ એમ અહીં જણાવ્યું છે અને એવા ધ્યાનીનો અને એના ચૈતન્યનો અહીં મહિમા દર્શાવવામાં આવ્યો છે. [૬૭૪] માત્મનો દિપરમાત્મનિ યોડમૂત્ -
भेदबुद्धिकृत एव विवादः । ध्यानसंधिकृदमुं व्यपनीय
द्रागभेदमनयोर्वितनोति ॥११॥ અનુવાદ : આત્માનો પરમાત્મા વિશે જે વિવાદ છે તે ભેદબુદ્ધિએ કરેલો છે. ધ્યાનરૂપી સંધિ કરનારે એ દૂર કરીને તે બંનેનો (આત્મા અને પરમાત્માનો) અભેદ વિસ્તાર્યો છે.
વિશેષાર્થ : સંસારમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા અને સિદ્ધશિલા પર બિરાજમાન પરમાત્મા એ બંને એક છે કે જુદા જુદા છે એવો વિવાદ ક્યારેક થતો હોય છે. પરંતુ આત્મા પોતે પરમાત્મા બની શકે છે. ધ્યાન વડે જીવાત્મા પોતાના સંસાર પરિભ્રમણને ટૂંકાવી, કર્મોનો ક્ષય કરી, મોક્ષગતિ પ્રાપ્ત કરી, પરમાત્મા બની શકે છે. એ રીતે આત્મા અને પરમાત્મા વચ્ચે ત્યારે અભેદ થાય છે. આ અભેદ કોણ કરાવે છે ? શુભ ધ્યાન કરાવે છે. શુકલધ્યાન વડે જીવ કેવળજ્ઞાન પામીને, સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી શકે છે. એ દષ્ટિએ ધ્યાન જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સંધિ કરાવનાર દૂતનું કાર્ય કરે છે. બંને વચ્ચે તે અભેદ કરાવી શકે છે. ત્યારે જ આત્મા પરમાત્મા બની શકે છે. [૬૭૫] વામૃત વિષમૃત નો.
क्व क्षयिण्यपि विधौ त्रिदिवे वा। क्वाप्सरोरतिमतां त्रिदशानां
ध्यान एव तदिदं बुधपेयम् ॥१२॥ અનુવાદ : વિષથી ભરેલા સર્પલોકમાં અમૃત ક્યાંથી હોય? ક્ષય પામનારા ચંદ્રને વિશે પણ અમૃત ક્યાંથી હોય ? અથવા સ્વર્ગમાં અપ્સરાઓની પ્રીતિવાળા દેવતાઓને પણ અમૃત ક્યાંથી હોય? એ (અમૃત) જ્ઞાની મહાત્માઓને પાન કરવા લાયક ધ્યાનને વિશે રહેલું છે.
વિશેષાર્થ : જેનું પાન કર્યા પછી જીવ અમર થઈ જાય, મૃત્યુથી પર થઈ જાય એવું અમૃત ક્યાં
૩૮૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org