________________
અધ્યાત્મસાર
છે? કોઈક કહે કે સર્પ લોકમાં-નાગલોકમાં કદાચ અમૃત હોઈ શકે. પણ ના, ત્યાં હોવાનો સંભવ જ નથી, કારણ કે સર્પલોક તો વિષથી ભરેલો છે. જ્યાં વિષ હોય ત્યાં અમૃત ક્યાંથી હોઈ શકે ? કોઈક કહે કે ચંદ્રને સુધાંશુ તરીકે ઓળખાવવામાં આવે છે એટલે ચંદ્રની શીતલ ચાંદનીમાં અમૃત હોઈ શકે. પરંતુ ત્યાં પણ અમૃત હોવાનું સ્વીકારી શકાય નહિ; કારણ કે જ્યાં અમૃત હોય ત્યાં ક્ષય ન હોય. ચંદ્ર તો કૃષ્ણ પક્ષમાં ઉત્તરોત્તર ક્ષય પામતો જાય છે. કોઈ કહે કે સ્વર્ગમાં, દેવલોકમાં અમૃત છે. ત્રિદશ એટલે ત્રીજી દશા-યુવાવસ્થા સતત ભોગવનાર દેવો, અપ્સરાઓ સાથે જે આનંદ માણે છે એમાં અમૃત રહેલું છે. પણ ના, ત્યાં પણ અમૃત નથી, કારણ કે જયાં અમૃત હોય ત્યાં અતૃપ્તિ ન હોય અને જ્યાં અમૃત હોય ત્યાં મૃત્યુ ન હોય. દેવો પણ એ સુખની અતૃપ્તિ અનુભવે છે અને દેવોનો જીવનકાળ સમાપ્ત થતાં તેમનું અવન થાય છે.
તો પછી અમૃત છે ક્યાં ? અમૃત તો છે ધ્યાનીઓના ધ્યાનમાં. જ્ઞાની-ધ્યાની મહાત્માઓનું એ પીણું છે. ધ્યાન વડે જીવ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. અને ત્યાર પછી અઘાતી કર્મોનો ક્ષય થતાં સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. એવી પરમોચ્ચ દશા પ્રાપ્ત થયા પછી જીવને ફરી જન્મમરણ રહેતાં નથી. કોઈપણ પ્રકારની અતૃપ્તિ પણ રહેતી નથી. ત્યાં અમરત્વ છે, અમૃત છે.
આમ ધ્યાન સ્વર્ગનાં સુખો કરતાં પણ ચડિયાતું છે. એનો મહિમા અપાર છે.
[૬૭૬] મોતનીપુર સિતાણુ સુકાયાં
नापि नापि वनिताधरबिंबे। तं रसं कमपि वेत्ति मनस्वी
ध्यानसंभवधुतौ प्रथते यः ॥१३॥ અનુવાદ : ધ્યાનથી ઉત્પન્ન થતી વૃતિમાં જે કોઈ અપૂર્વ રસ પ્રસિદ્ધ છે તેને મનસ્વી (જ્ઞાની) જ જાણે છે. તેવો રસ દ્રાક્ષમાં નથી, સાકરમાં નથી, સુધામાં નથી અને વનિતાના અધરમાં પણ નથી.
વિશેષાર્થ : સંસારમાં વિવિધ પ્રકારના પૌદ્ગલિક રસનો અનુભવ માણસને થાય છે. એમાં એ મીઠાશ અનુભવે છે. ખટમીઠી દ્રાક્ષ (ગોસ્તન) હોય, શ્વેત સાકર (સિતા) હોય, સુધા હોય – એ દરેકનો સ્વાદ ભોગોપભોગમાં રચ્યાપચ્યા માણસને આનંદનો અનુભવ કરાવે છે. ખાદ્ય પદાર્થોના એટલે કે રસનેન્દ્રિયના એ આનંદ કરતાં કોઈને સ્ત્રીના અધરામૃતના પાનનો આનંદ ચડિયાતો લાગે છે. પરંતુ આ બધા ભૌતિક પૌગલિક આનંદની પણ એક સીમા હોય છે. એનો અતિભોગ નથી થઈ શકતો અને ભોગને અંતે થાક, ઉદ્વેગ, ગ્લાનિ, અતૃપ્તિ ઇત્યાદિ અનુભવાય છે. પરંતુ ધ્યાનયોગનો જે આનંદ મનસ્વી અર્થાત્ મનના સ્વામી એવા જ્ઞાની મહાત્માઓ ચિત્તની સ્થિરતા દ્વારા અનુભવે છે તે તો અપૂર્વ અને અલૌકિક હોય છે. આ આનંદનું સ્વરૂપ કેવું છે તે તો એના અનુભવી જ વધારે સાચી રીતે કહી શકે.
૩૯૦
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org