________________
પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર
[૬૭૭] નૃત્યવેત્ય મનસા પરિપध्यानसंभवफले गरिमाणम् । तत्र यस्य रतिरेनमुपैति प्रौढधामभृतमाशु यशःश्री ॥१४॥
અનુવાદ : આ રીતે પરિપક્વ ધ્યાનથી ઉત્પન્ન થતા ફળની ગરિમાને મનથી જાણીને તેમાં (ધ્યાનમાં) જેમને રિત થાય છે તેવા પ્રૌઢ તેજયુક્ત મહાત્મા પાસે યશરૂપી લક્ષ્મી જલદી પહોંચી જાય છે.
વિશેષાર્થ : જે મુનિઓ યમનિયમ, આસનાદિમાં સ્થિર થઈ યોગ્ય ધ્યાન ધરે છે અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે છે એવા મુનિઓને ધ્યાનની મહત્તા સમજાય છે. ધ્યાનના ફળની ગરિષ્ઠતાની તેમને પ્રતીતિ થાય છે. જે પ્રવૃત્તિનું પરિણામ શુભ અને ઉચ્ચ હોય તેવી પ્રવૃત્તિમાં લાગ્યા રહેવાનું મન માણસને સ્વાભાવિક રીતે થાય છે. મુનિઓને, યોગીઓને સાંસારિક ભોગવિલાસની કોઈ જ ઇચ્છા રહી હોતી નથી. તેમની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય છે. હવે તો એક માત્ર આત્માનુભૂતિ, આત્મકલ્યાણ, મોક્ષપ્રાપ્તિની જ તેઓને લગની લાગી હોય છે. એ માટે ધ્યાન અનિવાર્ય છે. એટલે ધ્યાન ધરવામાં જ તેઓની સવિશેષ પ્રીતિ રહે છે. અંતે તો ધ્યાનમાર્ગ જ મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. કેવળજ્ઞાન વિના મોક્ષ નથી અને શુકલધ્યાન વગર કેવળજ્ઞાન નથી. એટલે ઉચ્ચ દશા પ્રાપ્ત થયા પછી મુમુક્ષુઓએ ધ્યાનમાર્ગમાં જ સ્થિર થવાનું છે.
અહીં ‘ધ્યાનસ્તુતિ’ નામનો સત્તરમો અધિકાર પૂર્ણ થાય છે. સાથે સાથે પ્રબંધ પાંચમો પણ પૂર્ણ થાય છે. એટલે પ્રત્યેક પ્રબંધને અંતે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પોતાનું નામ શ્વેષથી ગૂંથી લીધું છે તેમ આ પાંચમા પ્રબંધના આ અંતિમ શ્લોકમાં યજ્ઞશ્રી શબ્દ મૂકીને શ્લેષથી પોતાના નામનો નિર્દેશ, કવિપરંપરાનુસા૨ કરી લીધો છે.
Jain Education International2010/05/
इति ध्यानस्तुत्यधिकारः । ધ્યાનસ્તુતિ અધિકાર સંપૂર્ણ પ્રબંધ પાંચમો સંપૂર્ણ
૩૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org