________________
પ્રબંધ છઠ્ઠો
અધિકાર અઢારમો 7k આત્મનિશ્ચય અધિકાર નk
[૬૭૮] માત્મજ્ઞાનપ્રનું ધ્યાન( જ્ઞાન )માત્મજ્ઞાન ૨ મુવિમ્
आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मना ॥१॥ અનુવાદ : આત્મજ્ઞાન એ ધ્યાનનું ફળ છે અને આત્મજ્ઞાન મુક્તિ અપાવનાર છે. એટલા માટે મહાત્માઓએ હમેશાં આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. (હસ્તપ્રતમાં ધ્યાન' ને બદલે “જ્ઞાન” શબ્દ છે.)
વિશેષાર્થ : પાંચમા પ્રબંધમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ધર્મધ્યાનનું અને શુકલધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું. એ બંને ધ્યાન સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર એ રત્નત્રયીની આરાધના દ્વારા સાધકને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. એટલે આત્મજ્ઞાન એ બંને ધ્યાનનાં ફળસ્વરૂપ છે. આત્મજ્ઞાનમાં વિકાસની ઘણી ભૂમિકાઓ છે. “હું દેહ નથી, આત્મા છું', અથવા “શરીર નાશવંત છે, આત્મા અમર છે', એવા સામાન્ય બોધથી શરૂ કરીને કેવળજ્ઞાન સુધીની આત્મજ્ઞાનની અનેક ભૂમિકાઓ છે. એમાં ઉત્તરોત્તર ઉચ્ચતર ભૂમિકા પર આરોહણ કરવા માટે ધ્યાનનું માધ્યમ અત્યંત ઉપયોગી છે. શાસ્ત્રાભ્યાસથી સાધકને પદાર્થનો વિશદ બોધ પ્રાપ્ત થાય છે. એ પણ અત્યંત જરૂરી છે. પરંતુ સાધકે ત્યાં અટકી જવાનું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એણે જ્ઞાની ગુરુના મુખેથી ગ્રહણ કરેલા ઉપદેશબોધનું ધ્યાન વડે આત્માનુભવમાં પરિણમન કરવાનું છે. એણે પોતાના ઉપયોગને અંદર વાળીને ધ્યાનની શ્રેણીએ ચડવાનું છે. નિશ્ચય દૃષ્ટિએ આ ધ્યાન એને આત્મસ્વરૂપનો અનુભવ કરાવે છે. પરંતુ આ ધ્યાનનો અભ્યાસ નિરંતર થવો જોઈએ. તો જ આત્મજ્ઞાન વિશુદ્ધ થવા લાગે. તો જ દેહની અને આત્માની ભિન્નતા સ્પષ્ટ જણાય. આવું ભેદજ્ઞાન જ આત્માનું વેદન કરાવે. એમાં જેમ જેમ સ્થિરતા આવતી જાય તેમ તેમ કષાયો નબળા પડતા જાય અને ઘાતી કર્મો હળવાં બનતાં જાય તથા પરિણામની વિશુદ્ધિ પ્રાપ્ત થતી જાય, ધ્યાનના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન દ્વારા સાધક નિરંતર પુરુષાર્થ કરીને આગળ વધતો જઈ, સાતમા ગુણસ્થાનકેથી ઉપર ચઢી, ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવી શકે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે તવે જ અંતે યોગનિરોધ થતાં મુક્તિ થાય. એટલે જ અહીં કહ્યું છે કે ધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનનું ફળ મુક્તિ છે. ધ્યાનને બદલે “જ્ઞાન” પાઠ હોય તો તે પ્રમાણે અર્થ ઘટાવી શકાય. ભાવાર્થમાં કોઈ ફરક પડતો નથી. આ કાળમાં અને આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન નથી, તો પણ આત્મજ્ઞાન અવશ્ય છે. એક વખત પ્રાપ્ત થયેલું આત્મજ્ઞાન ભવાન્તરનું મોટું ભાથું બને છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં નિરંતર પ્રયત્નશીલ રહેવાની સાધક મહાત્માઓને ભલામણ કરી છે.
૩૯૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org