________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૬૭૯) જ્ઞાતે ત્મિનિ ન મૂલ્ય જ્ઞાતિવ્યમવશિષ્ટતે
अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ॥२॥ અનુવાદ : આત્માને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી, પરંતુ જો એને (આત્માને) જાણ્યો નથી, તો બીજું (આત્મજ્ઞાન સિવાયનું) જ્ઞાન નિરર્થક છે. વિશેષાર્થ : જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે :
जे अज्झत्थं जाणइ से बहिया जाणइ । એટલે કે જે અધ્યાત્મને એટલે કે આત્મસ્વરૂપને જાણે છે તે બાહ્ય અર્થાત પગલાદિ દ્રવ્યોને જાણે છે. છાંદોગ્યોપનિષદમાં કહ્યું છે : : માત્મવત્ સ સર્વવિદ્ ! જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે.
આ સંસારમાં જાણવા જેવું કોઈ તત્ત્વ હોય તો તે આત્મા જ છે. જગતના અન્ય સર્વ પદાર્થો સતત પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે. એટલે તેની જાણકારી તત્કાલ પૂરતી બાહ્ય સાંસારિક દષ્ટિએ થોડી કદાચ ખપ લાગે, પણ વખત જતાં તે એ બધી જાણકારીમાંથી કેટલી બધી કાલગ્રસ્ત બની જાય છે ! આ તો સ્થૂલ પદાર્થોની બાહ્ય જાણકારીની વાત થઈ, પરંતુ કેટલાંયે ભૌતિકશાસ્ત્રો પોતાના યુગમાં સર્વોપરી હોવા છતાં યુગ પલટાતાં નિરર્થક બની જાય છે. કેટલાંકના જ્ઞાનનું કોઈ પ્રયોજન કે મહત્ત્વ રહેતું નથી.
જગતમાં શાશ્વત તત્ત્વ હોય તો તે આત્મતત્ત્વ છે. જેઓએ સંસારનું અવલોકન કર્યું છે અને આત્મતત્ત્વની વિચારણામાં શ્રદ્ધાવાળા થયા છે તેઓને તો તે સિવાય અન્ય કોઈ પદાર્થમાં રસ પડે નહિ. ભવાન્તરમાં પણ આત્મબોધ જ કામ લાગે એવો છે. આત્મતત્ત્વનો શાસ્ત્રના શબ્દો દ્વારા બોધ થવો, એ વિશેની સમજણ પ્રાપ્ત થવી એ એક વાત છે અને ધ્યાન દ્વારા આત્માનું વેદન થવું એ બીજી વાત છે. વળી એ બંને વાતમાં એક એકથી ચડિયાતી એવી ઘણી બધી ભૂમિકા હોય છે. પરંતુ એક વખત આત્મતત્ત્વમાં, સ્વસ્વરૂપમાં રસ પડ્યા પછી બીજી બધી વસ્તુઓ તુચ્છ અને નિરર્થક લાગે છે. વસ્તુતઃ આત્મજ્ઞાન થયા પછી કંઈ જ્ઞાતવ્ય એટલે કે જાણવા જેવું રહેતું નથી. વળી એવા બાહ્ય પદાર્થો વિશે જાણવાનું કોઈ પ્રયોજન પણ રહેતું નથી. અલબત્ત એ પદાર્થોનું, અન્ય દ્રવ્યોનું જ્ઞાન, આત્મજ્ઞાનને વધુ વિશદ કરવા માટે હોઈ શકે, પરંતુ જે માણસને આત્મજ્ઞાનમાં જ રસ નથી કે તેના પ્રત્યે જેને અભિમુખતા નથી, તેનું અન્ય પદાર્થોનું જ્ઞાન અંતે નિરર્થક નીવડે છે. [૬૮] નવીનામપિ તત્ત્વાના જ્ઞાનમાત્મપ્રસિદ્ધયે |
येनाजीवादयो भावाः स्वभेदप्रतियोगिनः ॥३॥ અનુવાદ : નવ તત્ત્વનું જ્ઞાન પણ આત્માની સિદ્ધિ માટે છે, કારણ કે અજીવાદિ ભાવો (પદાર્થો) સ્વભેદ(આત્મભેદ)ના પ્રતિયોગી છે.
વિશેષાર્થ : જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું એમ કહ્યું એટલે આ જગતમાં જાણવા જેવું કોઈ તત્ત્વ હોય તો તે આત્મા જ છે. પરંતુ ફક્ત આત્માને જ જાણવા પ્રયાસ કર્યો અને બીજું કશું જાણવા તરફ લક્ષ જ ન આપ્યું તો શું તે પૂરતું છે ? ના, એ પૂરતું નથી, અધૂરું છે. ધોળા રંગને એમ ને એમ
૩૯૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org