________________
અધ્યાત્મસાર
જોઈએ અને કાળા રંગની બાજુમાં મૂકીને જોઈએ તો ફરક પડશે. ધોળો રંગ વધારે ઉજ્જવળ લાગશે. અંધકારના અનુભવ પછી પ્રકાશના અનુભવનો મહિમા વિશેષ સમજાય છે. કોઈપણ પદાર્થનું મૂલ્ય એના વિરુદ્ધના પદાર્થને સમજ્યા પછી વધારે પ્રતીત થાય છે. એવી જ રીતે આત્માના પ્રતિયોગી અર્થાત્ વિરુદ્ધનાં તત્ત્વોને જાણવાથી આત્માનું જ્ઞાન વધે છે.
સંસાર મુખ્ય નવ તત્ત્વોને આધારે ચાલી રહ્યો છે. એ નવ તત્ત્વો છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવ તત્ત્વોમાં મુખ્ય તત્ત્વ છે જીવ અથવા આત્મા. તે ચેતનરૂપ છે. પ્રત્યેક મોક્ષાભિલાષીએ પોતાના આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન પહેલાં બોધરૂપે અને પછી અનુભવરૂપે હોવું અનિવાર્ય છે. પરંતુ આત્મતત્ત્વના બોધ માટે તેના પ્રતિયોગી અજીવાદિ બાકીનાં તત્ત્વોને પણ સમજવાની જરૂર છે. જીવ અને અજીવ વચ્ચે શો ભેદ છે ? તેનું સ્વરૂપ કેવું છે ? ઇત્યાદિનું જ્ઞાન જીવ વિશેના જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપકારક બને છે. કોઈપણ વસ્તુ શું છે અને શું શું નથી એમ બંને પ્રકારની સમજથી તેના વિશેનું જ્ઞાન પરિપૂર્ણ બની શકે છે. એ પ્રમાણે થવાથી મોક્ષમાર્ગમાં આત્મસ્વરૂપનો મહિમા સ્પષ્ટપણે સમજાય છે. માટે નવે તત્ત્વોનું જ્ઞાન આત્મસાધનામાં-મોક્ષમાર્ગમાં ઉપકારક છે અને અનિવાર્ય છે.
[૬૮૧] શ્રુતો હ્યાત્મપર મેવોડનુભૂત: સંસ્તુતોઽપત્ર ।
निसर्गादुपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥४॥
અનુવાદ : આત્મા તથા પર(અનાત્મા, જડ)નો અભેદ સાંભળ્યો છે, અનુભવ્યો છે અને પરિચિત પણ કર્યો (અથવા વખાણ્યો છે), પરંતુ કોઈક નિસર્ગથી અથવા ઉપદેશથી એનો ભેદ જાણે છે.
વિશેષાર્થ : અનાદિ કાળથી આત્મા અને પરનો એટલે કે દેહનો સંબંધ ચાલ્યો આવે છે. સિદ્ધગતિમાં આત્માઓ અશરીરી છે, પરંતુ સંસારમાં તો સર્વ જીવો દેહધારી છે. કોઈ માણસ કે પશુ મૃત્યુ પામે છે ત્યારે દેહ અને આત્માની ભિન્નતા સમજાય છે. પરંતુ એકંદરે તો અજ્ઞાનને કારણે દેહ અને આત્માની ભિન્નતા જણાતી નથી. જીવ દેહભાવમાં જ વિશેષ રહે છે. ‘હું ગોરો છું, હું કાળો છું, હું ઊંચો છું, હું પાતળો છું’– એવાં એવાં વચનો વ્યવહારમાં બોલાતાં સંભળાય છે. પાપપુણ્ય અનુસાર જીવ દુઃખ કે સુખ ભોગવે છે. તે અનુસાર દિલસોજી કે ખુશાલી વ્યક્ત કરાય છે, કારણ કે દેહ સાથેની એકત્વબુદ્ધિના સંસ્કાર અનાદિ કાળથી ચાલ્યા આવે છે.
આમ છતાં કેટલાયે સુજ્ઞ લોકોને બોલતાં સાંભળીએ છીએ કે ‘આત્મા અમર છે, દેહ નાશવંત છે; જન્મની સાથે મૃત્યુ સંકળાયેલું છે; મોટા ચક્રવર્તીને પણ છેવટે મરવાનું છે.' આવું આવું બોલાતું હોવા છતાં જ્યારે ખુદ પોતાના જીવનનો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે ત્યારે એમની દેહબુદ્ધિ પ્રબળ બની જાય છે. પોતે જાણે ક્યારેય દેહ છોડવાના જ નથી એવા ભ્રમમાં તેઓ રહે છે.
આમ દેહ સાથેનો આત્માનો અભેદ સાંભળ્યો છે, અનુભવ્યો છે અને એને પરિચિત પણ કર્યો છે અથવા વખાણ્યો પણ છે. પરંતુ સામાન્ય જનસમુદાયમાંથી કોઈક વિરલ માણસો જ દેહ અને આત્માની
Jain Education International_2010_05
૩૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org