________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
ભિન્નતાને સાચી રીતે સમજે છે અને અનુભવે છે. કેટલાક પોતાના પૂર્વજન્મના તેવા સંસ્કારને લીધે નૈસર્ગિક રીતે જ એવા અનુભવના અધિકારી હોય છે, તો બીજા કેટલાકને ગુરુ ભગવંતના ઉપદેશથી એની પ્રતીતિ થાય છે. આમ નિસર્ગ એટલે કુદરતી રીતે અને અધિગમ એટલે શિક્ષણથી અથવા બોધથી એમ બંને પ્રકારે દેહ અને આત્માના ભેદનું જ્ઞાન થાય છે.
[૬૮૨] તત્ત્વપૂથબ્રુત્વખ્યામાત્મજ્ઞાન હિતાવદમ્
वृथैवाभिनिविष्टानामन्यथाधीविडंबना ॥५॥ અનુવાદ : એટલે એકત્વ (અભેદ) અને પૃથફત્વ(ભેદ)થી આત્મજ્ઞાન હિતાવહ છે. અભિનિવેશ(કદાગ્રહ)વાળાની વિપરીત બુદ્ધિ તો વૃથા અને વિડંબનારૂપ છે.
વિશેષાર્થ : જેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેઓ સાચા મોક્ષાભિલાષી છે તેઓને માટે અહીં એક સોનેરી સલાહ આપવામાં આવી છે. દરેક વસ્તુને જોવાના જુદા જુદા દષ્ટિકોણ હોય છે. એને નય કહેવામાં આવે છે. આત્મદ્રવ્ય વિશે વ્યવહારનય પ્રમાણે એક અભિપ્રાય હોય અને નિશ્ચયનય પ્રમાણે અન્ય અભિપ્રાય હોય. એત્વ એટલે અભિન્નતા અથવા અભેદ અને પૃથત્વ એટલે ભિન્નતા અથવા ભેદ. એક નય જયાં ભેદ જુએ ત્યાં બીજો નય અભેદ જુએ. ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે બંને નય માટે મન ખુલ્લું રાખવું એમાં જ આત્માનું કલ્યાણ છે. આત્મજ્ઞાન માટે એ જ હિતાવહ છે.
જેઓ કોઈ પણ એક જ નયને અથવા મતને પકડી રાખે છે અને એ માટે જ આવેગ કે અભિનિવેશ ધારણ કરે છે તથા કેવળ ખંડનમંડનમાં જ રાચે છે એવા એકાન્તવાદી, કદાગ્રહી માણસો પરિણામે તો પોતાના આત્માનું જ અહિત કરે છે.
આત્મા વિશે એકત્વ અને પ્રથકૃત્વ કેવી રીતે ઘટે છે તે આત્માર્થીએ લક્ષમાં રાખવા જેવું છે. નિશ્ચયનય કહે છે કે આત્માનો પોતાના જ્ઞાનાદિ ગુણો સાથે, પોતાના સ્વાભાવિકભાવ સાથે એકત્વભાવ છે. આત્માને પોતાનાં કર્મો સાથે, પાપપુણ્ય સાથે, શરીર સાથે, રાગાદિ ભાવો સાથે, પરદ્રવ્યો સાથે પૃથત્વ છે.
વ્યવહારનય કહે છે કે જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આત્મા શરીરથી, કર્મોથી, પાપપુણ્યથી, આશ્રવસંવાદિથી છૂટો થઈ શકતો નથી. એ અર્થમાં તે બંને અભિન્ન જેવા ગણાય છે.
આમ બંને નયમાં રહેલી જુદી જુદી દૃષ્ટિને સમજવી જોઈએ. એક નય સર્વથા સાચો અને બીજો નય સર્વથા ખોટો એવા આગ્રહી મતથી આત્મકલ્યાણ સધાતું નથી. એકત્વ અને પૃથકત્વને બરાબર સમજીને, અંતર્મુખ બનીને, આંતર અવલોકન કરીને, સ્વાવાદ શૈલીથી આત્મતત્ત્વનું ભાવન કરવાથી અનુભવાતું ભેદજ્ઞાનરૂપી આત્મજ્ઞાન જીવને માટે હિતાવહ બને છે.
મનુષ્યભવ પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ બનેલા કેટલાયે જીવો પછીથી એકાન્ત વિચારધારાના કદાગ્રહને કારણે મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય ચૂકી જાય છે અને પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે.
૩૯૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org