________________
અધ્યાત્મસાર
[૬૮૩] , પર્વ દિ તત્રભિા મસિમેવસ્થિતઃ |
ज्ञानदर्शनचारित्रलक्षणः प्रतिपादितः ॥६॥ અનુવાદ : સ્વભાવમાં સ્થિત રહેલો અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રના લક્ષણવાળો એક જ આત્મા તેમાં પ્રતિપાદિત થયેલો છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું છે કે માત્ર એત્વ કે માત્ર પૃથત્વથી નહિ, પણ એકત્વ અને પૃથફત્વ એમ બંને દ્વારા થતું આત્મજ્ઞાન જીવો માટે હિતાવહ છે, કલ્યાણકારી છે. એટલે જીવનમાં અને સાધનામાં વ્યવહારનય અને નિશ્ચયનય બંનેનો સમન્વય થવો જોઈએ. - હવે એકત્વ અને પૃથત્વ એ બેમાંથી એકત્વ કઈ રીતે પ્રતિપાદિત થયેલું છે તે શુદ્ધ નિશ્ચયનયથી આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. આ એકત્વ બે રીતે પ્રતીત થશે. જગતના સર્વ જીવોમાં એકસરખું વિશુદ્ધ ચૈતન્ય તત્ત્વ વિલસી રહ્યું છે. એમાં અલ્પ માત્ર ચૂનાધિકતા નથી કે પ્રકારાન્તર નથી. આ દષ્ટિએ સર્વ આત્માઓમાં સ્વભાવથી એકત્વ સ્થિત રહેલું છે. એટલે સમગ્ર સંસારમાં એક જ આત્મા છે અથવા એક સરખા શુદ્ધ આત્મા છે એમ શુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે.
હવે ગુણલક્ષણોની દૃષ્ટિએ આત્મતત્ત્વનો વિચાર કરીએ તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણો છે. આ ગુણો જ આત્માનો સ્વભાવ છે. ગુણ અને ગુણી વચ્ચે હમેશાં અભેદ હોય છે. ગુણો આધાર વિના સ્વતંત્ર રીતે ક્યાંય રહી શકતા નથી. આ રીતે આત્માને પોતાના ગુણો સાથે એકત્વ છે.
આમ અન્ય આત્માઓ સાથે તથા પોતાના ગુણો સાથે આત્માને અભેદ છે, એકત્વ છે એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે.
[૬૮] પ્રમાનેન્દશીનાં યથા સ્ત્રીન્ન ભિન્નતા |
ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥७॥ અનુવાદ: જેમ રત્નની પ્રભા, નિર્મળતા અને શક્તિ એનાથી ભિન્ન નથી, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ લક્ષણો આત્માથી ભિન્ન નથી. ' વિશેષાર્થ : આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અભિન્ન છે એ દર્શાવવા માટે અહીં રત્નનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. રત્નનું તેજ જોઈએ ત્યારે રત્ન એક વસ્તુ છે અને એનું તેજ બીજી જ કોઈ વસ્તુ છે એમ જુદું જુદું નથી લાગતું. રત્ન લઈ લેવામાં આવે તો તે પછી ત્યાં એનું તેજ જુદું રહેતું નથી. રત્નની સાથે જ રત્નમાં જ તેજ રહેલું છે. રત્ન અને તેજ બંનેને છૂટાં પાડી શકાય એમ નથી. બંનેમાં ગુણ અને ગુણીનો સંબંધ છે. વળી એમ પ્રશ્ન થાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે જુદાં જુદાં છે તો તે ત્રણે આત્મામાં એક સાથે કેવી રીતે રહી શકે ? એનો ઉત્તર એ છે કે જેમ રત્નની પ્રભા, નિર્મળતા અને શક્તિ (વાંછિત ફળ આપવાની ચિંતામણિ રત્નની શક્તિ ઈત્યાદિ) જુદાં જુદાં હોવા છતાં એ ત્રણે ગુણો રત્નમાં સાથે જ હોય છે, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે ગુણો આત્માની સાથે જ હોય છે. તે આત્માની સાથે અભિન્નતા ધરાવે છે.
૩૯૬ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
ation International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org