________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૬૮૫] આત્મનો લક્ષળાનાં ત્ર વ્યવહારો હિ મિન્નતામ્ । षष्ठ्यादिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ ८ ॥
અનુવાદ : વ્યવહાર (નય) ષષ્ઠી વગેરે વિભક્તિના પ્રયોગ (વ્યપદેશ) વડે આત્મા અને તેનાં લક્ષણોની ભિન્નતા માને છે, પરંતુ નિશ્ચય (નય) એમ માનતો નથી.
વિશેષાર્થ : વ્યવહારમાં આપણે બોલીએ છીએ ‘આત્માનું જ્ઞાન’, ‘આત્માનું દર્શન’ ઇત્યાદિ. એમાં ‘નો', ની’, ‘નું’ એવા પ્રત્યયો લગાડીએ છીએ. આ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. એ પ્રત્યયો લગાડવાને લીધે આત્મા અને જ્ઞાન જાણે જુદાં હોય એવો આભાસ થાય છે. વસ્તુતઃ એ છઠ્ઠી વિભક્તિનો માત્ર પ્રયોગ જ છે. વાસ્તવમાં, નિશ્ચયનયની દૃષ્ટિએ તો ‘આત્મા જ જ્ઞાન છે’ અથવા ‘આત્મા જ દર્શન છે'. એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણો સાથે આત્માની અભિન્નતા છે.
[૬૮૬] ઘટસ્વરૂપમિત્યત્ર યથા મેવો વિલ્પન: ।
आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः ॥ ९ ॥
અનુવાદ : જેમ ‘ઘટનું રૂપ’– એમાં ભેદ વિકલ્પથી ઉત્પન્ન થયેલો છે, તે પ્રમાણે ‘આત્માના ગુણો'માં ભેદ તાત્ત્વિક નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં રત્નનું ઉદાહરણ આપવામાં આવ્યું તેમ અહીં ઘડાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ ‘ઘડાનું રૂપ’ એમ કહે તો તેમાં ઘડો અને એનું રૂપ એમ એ બે વચ્ચે ભેદ દર્શાવાય છે, પરંતુ તે તો વ્યવહારથી બોલવાની રીત છે. એ ભેદ વિકલ્પથી એટલે કે કલ્પનાથી ઉત્પન્ન થયેલો છે. એમાં વ્યવહારનય રહેલો છે. ‘ઘડાનું રૂપ' એમાં છઠ્ઠી વિભક્તિથી ઘડા અને એના રૂપ વચ્ચેનો ભેદ સૂચિત કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયથી તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ઘડો અને એના રૂપ વચ્ચે કોઈ ભેદ નથી. એમાં અભેદ જ છે. આવી જ રીતે ‘આત્માનું જ્ઞાન' એમ કહેવામાં આવે ત્યારે વ્યવહારમાં કોઈને સમજાવવા માટે આત્મા અને જ્ઞાનને જુદાં બતાવવામાં આવે છે, પણ તે તાત્ત્વિક નથી, કારણ કે નિશ્ચયનયથી તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો આત્મા જ જ્ઞાન છે અથવા આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે એમ કહેવાય છે. આત્મા અને જ્ઞાન ભિન્ન નથી, પણ અભિન્ન જ છે.
[૬૮૭] શુદ્ધ યાભનો સ્વયં નિશ્ચયેનાનુસૂયતે ।
व्यवहारो भिदाद्वारानुभावयति तत्परम् ॥१०॥
અનુવાદ : નિશ્ચયનય વડે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે તે પરમ (ઉત્કૃષ્ટ) સ્વરૂપનો વ્યવહારનય ભેદ દ્વારા અનુભવ કરાવે છે.
વિશેષાર્થ : આગળ ઘડાના દૃષ્ટાન્તથી જે સમજાવવામાં આવ્યું તે વિશે અહીં ફરીથી કહેવામાં આવ્યું છે. આત્માનું જ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપ નિશ્ચયનયથી અનુભવાય છે. આ જ સ્વરૂપનો વ્યવહારનય ભેદ
Jain Education International_2010_05
028
For Private & Personal Use Only
www.jainelibrary.org