________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
ઉદાહરણ તરીકે તેઓ કહે છે કે અનાજનો એક દાણો અનાજની કોઠીમાં હોય છે. ત્યાં સુધી એમાંથી અંકુર ફૂટતો નથી, પણ એ ખેતરમાં જાય છે ત્યારે એમાંથી અંકુર ફૂટે છે. એટલે દાણો એકનો એક દેખાય છે તે ભ્રમ છે. કોઠીનો દાણો જુદો હતો અને ખેતરનો દાણો જુદો છે. દાણામાં જે વૈજાત્ય હતું, અતિશયવિશેષ હતો એથી અંકુર ફૂટ્યો છે. વસ્તુત: ખેતરમાં માટી, પાણી, હવા, સૂર્ય પ્રકાશ ઇત્યાદિ સહકારી કારણો મળતાં દાણામાંથી અંકુર ફૂટે છે. પરંતુ બૌદ્ધો ક્ષણિકવાદમાં માનતા હોવાથી આ વૈજાત્યની વાત લાવે છે.
હવે જો વૈજાત્યની વાત ન હોય તો ક્ષણિકત્વની વાત ટકી શકશે નહિ. પરંતુ ક્ષણિકત્વની વાત સ્વીકારીએ તો વૈજાત્ય અથવા અતિશયવિશેષ અથવા કારણવિશેષ સ્વીકારવું પડે, જેથી કાર્યવિશેષ થાય છે. હવે જો વિશિષ્ટ કારણ-કાર્ય સ્વીકારીએ તો સામાન્ય કારણ-કાર્ય છોડી દેવા પડશે. એટલે સામાન્ય કારણથી સામાન્ય કાર્ય ઉત્પન્ન થાય છે એ અનુમાનનો ઉચ્છેદ થશે. એટલે અનુમાનથી પદાર્થમાં ક્ષણિત્વની સિદ્ધિ નહિ થઈ શકે. તેવી જ રીતે તે સંક્રમણ નજરે દેખાતું ન હોવાથી અધ્યક્ષ અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી પણ ક્ષણિકત્વની સિદ્ધિ થઈ શકશે નહિ.
આમ, બૌદ્ધોના ક્ષણિકવાદ એ માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવો છે. અન્ય કોઈ દર્શને આ ક્ષણિકવાદનો સ્વીકાર કર્યો નથી. [૪૨૧] તાપ્રત્યfમજ્ઞાનં ક્ષત્વેિ ૨ વાથતે .
___ योऽहमन्वभवं सोऽहं स्मरामीत्यवधारणात् ॥३८॥ અનુવાદ : “જેણે (પૂર્વે) અનુભવ્યું તે જ હું તેનું સ્મરણ કરું છું એવી અવધારણા થતી હોવાથી એકતાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકત્વનો બોધ કરે છે.
વિશેષાર્થ : બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય અને ક્ષણિક માને છે, પરંતુ આ વાત જીવનના સાદા અનુભવથી વિપરીત છે એ તરત સમજાય એવું છે. આત્મા ક્ષણે ક્ષણે જો નાશ પામતો હોય અને ઉત્પન્ન થતો હોય તો પછી ભૂતકાળમાં બની ગયેલી ઘટના યાદ કેવી રીતે રહે ? કોને રહે ? જીવના શરીરમાં ક્ષણે ક્ષણે ફેરફાર જરૂર થાય છે. એથી નાનું બાળક મોટું થાય છે, યુવાન હોય તે વૃદ્ધ થાય છે. એટલે દેહમાં ફેરફાર થાય છે. પરંતુ દેહમાં રહેલો આત્મા તો નિત્ય છે. જો એમ ન હોય તો ભૂતકાળમાં વર્ષો પહેલાં બનેલી ઘટના જીવને આજે પણ યાદ કેવી રીતે રહે ? એ યાદ રહે છે. એનો અર્થ એ થયો કે કશાકનું સાતત્ય છે. ભિન્ન ભિન્ન અવસ્થા વચ્ચે પણ જે એકતા છે, અભેદ છે તેનું પ્રત્યભિજ્ઞાન થાય છે એટલે કે ઓળખ અથવા નિશ્ચય થાય છે. આમ સ્મૃતિ દ્વારા થતા ભૂતકાળના અનુભવને કારણે અર્થાત્ મારો આત્મા એનો એ જ છે' એમાં એકતાના પ્રત્યભિજ્ઞાનને કારણે આત્માના ક્ષણિકત્વની વાત ટકી શકતી નથી. [૪૨૨] નાન્વિષયવાળો યત્ ક્ષડિપિ ચર્થતા |
नानाज्ञानान्वये तद्वत् स्थिरे नानाक्षणान्वये ॥३९॥ અનુવાદ : આમાં પ્રત્યભિજ્ઞાનમાં) વિષય બાધિત થતો નથી કારણ કે (બૌદ્ધ મતે) અનેક
Jain Education Intemational 2010_05
Education Intemational 2010_05
૨૩૩ For Private & Personal Use Only
www.jainelibrary.org