________________
અધ્યાત્મસાર
શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ બૌદ્ધ મતનું ખંડન કર્યું છે અને એ માટે આધાર તરીકે ઉદયનાચાર્યના એ ગ્રંથમાંથી હવે પછીનો શ્લોક એમણે ટાંક્યો છે.
બૌદ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. હવે જો એક જ શરીરમાં રહેલો આત્મા નાશ પામતો હોય અને પાછો ઉત્પન્ન થતો હોય તો નાશ પામેલા આત્માએ જે કંઈ કર્યું તે નવા ઉત્પન્ન થયેલા આત્માને યાદ કેવી રીતે રહે ? વ્યવહારમાં તો આપણે જોઈએ છીએ કે માણસને માત્ર તરતનું જ નહિ, વર્ષો પહેલાંનું પણ યાદ રહે છે.
બૌદ્ધ દર્શન એમ કહે છે કે પ્રત્યેક ક્ષણે નાશ પામેલા અને નવા ઉત્પન્ન થયેલા આત્મા વચ્ચે વાસનાનો સંબંધ હોય છે. તેનું નવા ઉત્પન્ન થયેલા આત્મામાં સંક્રમણ થાય છે. પૂર્વ ક્ષણનો જે આત્મા હોય છે એનામાં આ રહેલી વાસનાને કારણે એક પ્રકારનું રૂપવિશેષ થાય છે. એને “કુર્વ રૂપ વિશેષ કહેવામાં આવે છે. આ કુર્વ રૂપ વિશેષને કારણે નવા ઉત્પન્ન થયેલા આત્માને પૂર્વ ક્ષણના આત્માના મૃતિસંસ્કાર પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી એ કુર્વદ્ રૂપ વિશેષ થતું રહે ત્યાં સુધી વાસનાના સંક્રમણને કારણે પૂર્વની સ્મૃતિ ચાલુ રહે છે.
પરંતુ આ બૌદ્ધ મતની ક્ષતિઓ દર્શાવતાં ઉદયનાચાર્યે “ન્યાયકુસુમાંજલિ'માં કહ્યું છે કે આ કુર્વ રૂપ વિશેષને કારણે વાસના સંક્રમણ થાય છે એવી પ્રતીતિ થતી નથી. તેમાં પ્રવૃત્તિ, અનુમાન અને પ્રત્યક્ષ નથી. કુર્વદ્ રૂપવાળા ક્ષણિક પદાર્થમાં કોઈ પ્રવૃત્તિ કરતું નથી. એવી રીતે ક્ષણિક પદાર્થના ક્ષણિત્વનું અનુમાન થતું નથી અને ક્ષણિકત્વના નિશ્ચય વિના તેનું ક્ષણિકત્વ પ્રત્યક્ષ (અધ્યક્ષ) થઈ શકતું નથી, અર્થાત્ નજરે દેખાતું નથી. એટલે આત્માનું ક્ષણિકત્વ સાબિત થઈ શકતું નથી.
ઉદયનાચાર્યે “ન્યાયકુસુમાંજલિ'માં આ માટે જે શ્લોક આપ્યો છે તે ઉપાધ્યાયજી મહારાજે અવતરણ તરીકે નીચે આપ્યો છે. [૪૨] ન જૈનત્યં વિના તલ્યાન્ન તસ્મિન્નનુની મા
विना तेन न तत्सिद्धिर्नाध्यक्षं निश्चयं विना ॥३७॥ અનુવાદ : વૈજાત્ય વિના તે (ક્ષણિકત્વ) થશે નહિ. તે (ક્ષણિકત્વ) વિના તેમાં અનુમાન (અનુમા) થશે નહિ. તે (અનુમાન) વિના તેની (ક્ષણિત્વની) સિદ્ધિ (નિશ્ચય) થશે નહિ. નિશ્ચય વિના પ્રત્યક્ષ (પ્રમાણભૂત) થશે નહિ.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે ઉદયનાચાર્યના “ન્યાયકુસુમાંજલિ' નામના ગ્રંથમાંથી આધાર તરીકે આ શ્લોક ટાંક્યો છે. ન્યાયકુસુમાંજલિ'ના પહેલા સ્તબકની સોળમી કારિકામાં આ શ્લોક આપવામાં આવ્યો છે. - બૌદ્ધ મતવાળા એમ કહે છે કે એક જ શરીરમાં રહેલો આત્મા પ્રતિક્ષણ નષ્ટ થાય છે અને નવો ઉત્પન્ન થાય છે. પૂર્વ ક્ષણના આત્મામાં કંઈક રૂપવિશેષ થાય છે. એને કુર્વદ્ રૂપ વિશેષ અથવા વૈજાત્ય (વિજાતીયપણું) કહે છે. એથી નવા ઉત્પન્ન થયેલા આત્માને સ્મૃતિસંસ્કાર પ્રાપ્ત થાય છે એટલે કે વાસનાનું સંક્રમણ થાય છે. પૂર્વ ક્ષણનો આત્મા અને ઉત્તર ક્ષણનો આત્મા ભિન્ન ભિન્ન છે એ સમજાવવા માટે
Jain Education Intemational 2010_05
cation Intermational 2010_05
૨૩૨ For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org