________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
બૌદ્ધો કહે છે કે આત્મા પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય છે અને પ્રત્યેક ક્ષણે નાશ પામે છે. પરંતુ જો એમ માનવામાં આવે તો “કૃતનાશ' એટલે કે જે કર્યું છે તેનું ફળ ન મળે અને “અકૃતાગમ એટલે કે જે નથી કર્યું તેનું ફળ ભોગવવાનું આવે. ધારો કે એક માણસે ચોરી કરી અને તરત એને મારવામાં આવે, અને આત્મા ક્ષણિક અને નાશવંત હોય તો જે આત્માએ ચોરી કરી એ તો નાશ પામ્યો એટલે એને એના કર્મનું ફળ ભોગવવું પડ્યું નહિ. એટલે કે એણે જે કંઈ કર્યું તે પણ નાશ પામ્યું એમ માનવું પડશે. બીજી બાજ જે આત્માને માર પડ્યો એણે કશું કર્યું નહોતું છતાં બિચારાને વગર લેવે દેવે માર પડ્યો.
અકૃત’ એટલે ન કરવા છતાં “આગમ' એટલે આવેલું ફળ ભોગવવાનું. આમ આત્માને ક્ષણિક માનવાથી આ દોષ આવે છે.
આના ઉત્તરમાં બૌદ્ધ મતાનુયાયીઓ એમ કહે છે કે આત્મા જ્ઞાનક્ષણરૂપ છે. પ્રત્યેક ક્ષણે આત્મા ભલે નાશ પામે, પણ એની બાકી રહેલી વાસનાઓનું સંક્રમણ બીજી જ ક્ષણે, બીજા ઉત્પન્ન થયેલા નવા આત્મામાં થઈ જાય છે. એટલે આત્મા ક્ષણિક હોવા છતાં વાસનાઓના સંક્રમણનું સાતત્ય રહે છે, એટલે વાસનાનુસાર કર્મફળ ભોગવવાનાં રહે છે. એટલે ‘કૃતનાશ’ અને ‘અકૃતાગમ નો દોષ આવતો નથી.
બૌદ્ધોની આ દલીલનું ખંડન કરતાં નૈયાયિકો અને અન્ય દર્શનીઓ કહે છે કે સંસારમાં અનંત આત્માઓ છે. આત્મારૂપી એક દ્રવ્યનો બીજા આત્મારૂપી દ્રવ્ય સાથે જો કોઈ અન્વય એટલે કે સાતત્ય સંબંધ ન હોય, તો પછી “ક્ષ' નામના આત્ની વાસનાનું સંક્રમણ “જ્ઞ' નામના આત્મામાં પણ થઈ શકે. ચોરી કરે મગનભાઈ અને માર પડે છગનભાઈને એવું પણ થઈ શકે. મતલબ કે બે આત્મા વચ્ચે અન્વય અર્થાત્ સાતત્ય-સંબંધ ન હોય તો વાસનાનું સંક્રમણ થઈ શકે નહિ. બીજી બાજુ આત્મા ક્ષણમાં જ જો સંપૂર્ણપણે નષ્ટ થઈ જતો હોય તો બે આત્મા વચ્ચે સંબંધનું કોઈ પ્રયોજન રહેતું નથી. જો સંબંધ ન હોય તો વાસનાનું સંક્રમણ પણ થઈ શકતું નથી.
બૌદ્ધો એ માટે એમ કહે છે કે બે આત્મા વચ્ચે પૌર્વાપર્યનો સંબંધ છે. એટલે કે એક આત્મા પૂર્વની ક્ષણનો છે અને બીજો આત્મા ઉત્તર ક્ષણનો છે. એટલે કે બે આત્મા વચ્ચે પોર્વાપર્યનો સંબંધ છે. પરંતુ એમ સ્વીકારવામાં અતિપ્રસક્તિનો એટલે કે અતિવ્યાપ્તિનો એટલે કે વધુ પડતું લાગુ પાડવાનો દોષ આવશે. એટલે કે “ક્ષ” આત્માની વાસનાનો સંક્રમ “જ્ઞ” આત્મામાં થઈ જશે. જો આમ થાય તો તો સંસારમાં પ્રત્યેક ક્ષણે અવ્યવસ્થા અને અનર્થનો પાર નહિ રહે. એટલે આત્માની ક્ષણિકતા અને વાસનાનું સંક્રમણ એ બે વચ્ચે મેળ બેસતો નથી.
[૪૧૯] સુર્વકૂપવશેષે ર ન પ્રવૃત્તિને વાડનુમા |
___ अनिश्चयान्न वाध्यक्षं तथा चोदयनो जगौ ॥३६॥ અનુવાદ : કુર્વદ્ રૂપ વિશેષમાં વળી પ્રવૃત્તિ નથી અને અનુમાન નથી. તથા અનિશ્ચય હોવાથી પ્રત્યક્ષ (અધ્યક્ષ) પ્રમાણ પણ નથી એમ ઉદયને (ન્યાયકુસુમાંજલિના કર્તા ઉદયનાચાર્ય) પણ કહ્યું છે.
વિશેષાર્થ : બૌદ્ધ મતની પરીક્ષા ઉદયનાચાર્યે પોતાના “ન્યાયકુસુમાંજલિ” નામના ગ્રંથમાં કરી છે. આ
૨૩૧
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org