________________
અધ્યાત્મસાર
જો આત્માને ક્ષણિક માનવામાં આવે તો પોતે કંઈ જ નથી, પોતાનું કશું જ ટકવાનું નથી, બધું જ નાશવંત છે એમ જીવને ભાન રહે છે. પોતાનું ન હોય તો માયા બંધાતી નથી, લાલસા જાગતી નથી, તૃષ્ણા ઉદ્ભવતી નથી, વૈરાગ્યનો ભાવ રહે છે. એથી સમતા ને શાન્તિ રહે છે. આમ ક્ષણિકવાદ વૈરાગ્યનો પોષક બને છે. એ એનો મોટો ગુણ છે. પ્રેમ, તૃષ્ણા, મોહમાયાથી નિવૃત્ત થવું એ અધ્યાત્મમાર્ગમાં મહાન ગુણ છે, મોટો લાભ છે.
બૌદ્ધ દર્શનની આ દલીલનો ઉત્તર હવે પછીના શ્લોકોમાં આપવામાં આવ્યો છે. [૪૧૭] મિથ્યાત્વવૃદ્ધિનૂનં તવેત વર્ણનમ્ |
क्षणिके कृतहानिर्यत्तथात्मन्यकृतागमः ॥३४॥ અનુવાદ : એટલે આ દર્શન (બૌદ્ધ દર્શન) પણ અવશ્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે. આત્માને ક્ષણિક માનવાથી કરેલાં કાર્યની હાનિ અને નહિ કરેલાં કાર્યના ફળની પ્રાપ્તિ થશે.
વિશેષાર્થ : બૌદ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. તેઓ કહે છે કે “આત્મા અનિત્ય છે. તે ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે અને નવો આત્મા જન્મે છે. આ ક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને આભાસ થાય છે કે આત્મા એનો એ જ છે.” - બૌદ્ધોની આ માન્યતા તર્કસંગત નથી. પ્રત્યેક ક્ષણે જો નવો નવો આત્મા ઉત્પન્ન થતો હોય તો વ્યવહારના પ્રશ્નો ઊભા થશે. એક માણસ દુકાનદાર પાસેથી ઉધાર વસ્તુ લઈ આવ્યો અને પછી પૈસા આપવા જાય તો હવે એનો એ દુકાનદાર નથી અને પૈસા આપનારો પણ જુદો છે. આથી વ્યવહાર ટકી શકે નહિ અને અતંત્રતા-અરાજકતા થાય. જેમ વ્યવહારમાં તેમ ધર્મના ક્ષેત્રે પણ અસંગતિ આવશે. જેણે પુણ્યકાર્ય કર્યું તેને એનું ફળ ભોગવવા નહિ મળે. ફળ ભોગવનાર બીજો જ કોઈ હશે. અધર્મ કરનાર પણ દોષનો સ્વીકાર નહિ કરે. વળી બીજી બાજુ જેણે કાર્ય કર્યું નથી એને ફળ ભોગવવા મળશે. પુણ્ય કરનાર એક અને સુખ ભોગવનાર બીજો એવી અસંગતિ ઊભી થશે.
આમ, બૌદ્ધ દર્શનની આ વાત જો માનવામાં આવે તો એથી મિથ્યાત્વની વૃદ્ધિ થશે.
[૧૮] દ્રવ્યોથામાવદ્વિનાસંક્રમશ ન !
पौर्वापर्यं हि भावानां सर्वत्रातिप्रसक्तिमत् ॥३५॥ અનુવાદ : એક દ્રવ્યના અન્વયના અભાવને કારણે વાસનાનો સંક્રમ થશે નહિ. વળી ભાવોનું પૌર્વાપર્યપણું જ સર્વત્ર અતિપ્રસક્તિવાળું છે.
વિશેષાર્થ : આત્મા ક્ષણિક છે એવું માનવાવાળા બૌદ્ધોના મતનું ખંડન બીજી એક દલીલ વડે સચોટ રીતે અહીં કરવામાં આવ્યું છે.
બૌદ્ધો કહે છે કે પૂર્વ ક્ષણનું દ્રવ્ય ઉત્તર ક્ષણના દ્રવ્યરૂપે પરિણમે છે. એટલે વાસના સંક્રમ થાય છે. પરંતુ અન્ય પક્ષ કહે છે કે દ્રવ્યના અન્વય-સાતત્યસંબંધના અભાવે વાસના સંક્રમ થઈ ન શકે.
૨૩૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org