________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
હવે જો આત્માને નિત્ય ગણવામાં આવતો હોય તો બૌદ્ધો એમ દલીલ કરે છે કે આત્મા જે કાર્ય (અર્થક્રિયા) કરે છે તે ક્રમથી કરે છે કે અક્રમથી ? જો એમ કહેવામાં આવે કે આત્મા ક્રમથી કાર્ય કરે છે તો આત્માનું નિત્યત્વ ટકી શકે નહિ, કારણ કે પહેલી ક્ષણે આત્માનો અમુક કાર્ય કરવાનો જે સ્વભાવ હતો તે નષ્ટ થઈ ગયો અને બીજી ક્ષણે બીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. આમ, આત્મા જો ક્રમથી કાર્ય કરે તો એના સ્વભાવની હાનિ થશે. જો સ્વભાવનો નાશ થાય તો એનો અર્થ તો એ થયો કે ખુદ આત્માનો જ નાશ થયો. એટલે કે આત્મા ક્ષણિક અને નાશવંત છે એમ જ સિદ્ધ થશે.
હવે જો તમે એમ કહો કે આત્મા અક્રમથી કાર્ય કરે છે તો એનો અર્થ એ થયો કે આત્મા યુગપતુ અર્થાત એકીસાથે કામ કરે છે. એમ જો કહીએ તો તો એનો અર્થ એ થયો કે ભૂતકાળનાં અને ભવિષ્યકાળનાં કાર્યો પણ આત્મા વર્તમાન કાળમાં કરે છે. પરંતુ તેમ બનતું નથી. એટલે આત્માને નિત્ય નહિ પણ અનિત્ય જ માનવો પડશે.
આત્મા જે અર્થયિા કરે છે તે ક્રમથી કરે છે કે અક્રમથી એવો મુદ્દો ઉઠાવીને આત્માને અનિત્ય, ક્ષણિક ઠરાવવાનો પ્રયાસ બૌદ્ધ દર્શન કરે છે, પણ તેમની આ વાત ભ્રામક છે. વસ્તુતઃ આત્માને ક્ષણિક માનવામાં કેવા ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે તે હવે આગળ ઉપર બતાવવામાં આવશે. [૪૧૬] ક્ષળિવે તુ કોષોમિન્ ર્વદૂવિશેષિ
- ध्रुवेक्षणोत्थतृष्णाया निवृत्तेश्च गुणो महान् ॥३३॥ અનુવાદ : કુર્વિદ્ રૂપથી વિશેષિત કરેલા આ (અમારા) ક્ષણિકવાદમાં કોઈ પણ દોષ નથી, પરંતુ ધ્રુવને લીધે ઉત્પન્ન થયેલી તૃષ્ણાની નિવૃત્તિરૂપ મહાન ગુણ (તમાં) છે.
વિશેષાર્થ : કેટલાંક દર્શનો આત્માને નિત્ય માને છે, જયારે બૌદ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. તેઓ માને છે કે પોતાના ક્ષણિકવાદમાં કોઈ દોષ નથી.
હવે આત્માને અનિત્ય, ક્ષણિક, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતો અને નાશ પામતો માનવામાં આવે તો એ આત્મા પ્રત્યેક ક્ષણે કાર્ય કરવાના સ્વભાવવાળો કેવી રીતે થઈ શકે ? શરીર દ્વારા જ જે બધી ક્રિયાઓ થાય છે તે કોણ કરે છે ? એ ક્રિયાઓમાં જણાતું સાતત્ય કેવી રીતે સંભવી શકે ?
આ પ્રશ્નોનો ખુલાસો બૌદ્ધ દર્શન એવી રીતે કરે છે કે આત્મા ક્ષણિક હોવા છતાં જે ક્ષણે આત્મા દ્વારા કાર્ય થાય છે તેની પૂર્વની ક્ષણે તે કુર્વદ્ રૂપથી વિશેષિત થાય છે, એટલે કે એ કાર્ય કરવાની શક્તિ ધરાવતો થાય છે. અન્ય સમયે તે શક્તિ ધરાવતો નથી. કુર્વદ્ રૂપ એટલે કાર્ય કરવાની શક્તિ. એ માટેના બીજા શબ્દો છે અર્થક્રિયાકારિત્વ, અથવા વૈજાત્ય, અથવા અતિશય. આત્મા કાર્ય કરવા માટે કુર્વદ્ રૂપ-વિશિષ્ટ હોય છે એવી બૌદ્ધ દર્શનની દલીલ બહુ ગળે ઊતરે એવી નથી.
બૌદ્ધ દર્શન વળી એમ કહે છે કે આત્માને નિત્ય માનવા કરતાં ક્ષણિક માનવામાં વિશેષ ગુણ અથવા લાભ છે. કેવી રીતે ? તેઓ કહે છે કે આત્માને નિત્ય માનવાથી જીવને પોતે કંઈક છે એવું અભિમાન રહે છે. આત્માની નિત્યતાનું ઇક્ષણ અર્થાત્ અવલોકન કરતા રહેવાથી જીવને પોતાના આત્મા પ્રત્યે માયા બંધાય છે, એને સુખી કરવાની લાલસા જન્મે છે. એમાંથી તૃષ્ણા ઉદ્ભવે છે કે જે બધાં દુઃખોનું મૂળ છે.
૨૨૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org