________________
અધ્યાત્મસાર
પરંતુ ચાર્વાક દર્શન તર્ક અને અનુભવની કસોટી પર ટકી શકતું નથી. શરીરથી ભિન્ન એવી શક્તિ છે અને તે ચૈતન્ય શક્તિ એ જ આત્મા છે. આમ આત્મતત્ત્વનું અસ્તિત્વ જો પુરવાર થતું હોય તો જે દર્શન આત્મતત્ત્વમાં ન માનતું હોય તેનો સ્વીકાર કેમ થાય ? એનો તો ત્યાગ જ કરવો જોઈએ.
ચાર્વાક દર્શન આત્મતત્ત્વનો કે આસ્તિક દર્શનનો અપલાપ કરવાવાળું છે. તે આધ્યાત્મિક પ્રગતિ માટેનાં શુભ અનુષ્ઠાનોનો નિષેધ કરનાર કે વિરોધ કરનાર છે. તે પાપની પ્રવૃત્તિને ઉત્તેજનાર છે. એટલા માટે જીવને જમાડનાર આવા મિથ્યા દર્શનનો ત્યાગ કરવો એ જ યોગ્ય અને હિતકર છે. [૧૪] જ્ઞાનક્ષUવત્ની રૂપો નિત્ય નાતિ સૌમાતા: |
क्रमाक्रमाभ्यां नित्यत्वे युज्यतेऽर्थक्रिया न हि ॥३१॥ અનુવાદ : બૌદ્ધો (સૌગતો) કહે છે કે જ્ઞાનક્ષણની આવલી(પરંપરા)રૂપ આત્મા નિત્ય નથી. નિત્યત્વમાં ક્રમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટતી નથી.
વિશેષાર્થ : આ શ્લોકમાં હવે આત્મા વિશેની બૌદ્ધ દર્શનની માન્યતા રજૂ થઈ છે. બૌદ્ધો માને છે કે આત્મા નિત્ય નથી. તો પછી આત્મા કેવો છે ? તેઓ કહે છે આત્મા જ્ઞાન-ક્ષણની આવલીરૂપ છે. આવલી એટલે હાર, પરંપરા, ધારા અથવા સંતાન. તેઓ એમ માને છે કે પ્રત્યેક ક્ષણે આત્મા જન્મે છે અને બીજી ક્ષણે તે નાશ પામે છે. આમ ઉત્પન્ન થવાની અને નાશ પામવાની પ્રક્રિયા સતત, નિરંતર ચાલતી રહે છે. એ સતત ચાલતી હોવાથી નિયત્વનો આભાસ થાય છે, પરંતુ આત્મા નિત્ય નથી.
બૌદ્ધો કહે છે કે દેહ એ આત્મા નથી. દેહથી ભિન્ન એવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે. પરંતુ એ આત્મા ક્ષણિક છે. તેની ઉત્પત્તિ અને તેના વિનાશની પરંપરા તે જ્ઞાનની ધારા છે. તેમાં સાતત્ય હોવાથી તેને “સંતાન” પણ કહેવામાં આવે છે. પ્રતિક્ષણ જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી તેને આત્મા કહેવામાં આવે છે. પરંતુ આત્મા નિત્ય નથી, કારણ કે નિત્યત્વમાં અર્થક્રિયા ઘટતી નથી. અર્થક્રિયા એટલે પ્રયોજનપૂર્વક થતું કાર્ય.
બૌદ્ધો પૂછે છે કે આ આત્મા જે અર્થક્રિયા અર્થાત્ કાર્ય કરે છે તે ક્રમથી કરે છે કે અક્રમથી ? ક્રમથી એટલે કાલાનુસાર, અનુક્રમે અને અક્રમથી એટલે યુગપતું એટલે એકસાથે. બૌદ્ધો કહે છે કે જો તમે આત્માને નિત્ય માનશો તો ક્રમથી કે અક્રમથી એમ બંને રીતે અર્થક્રિયા ઘટશે નહિ. માટે આત્મા નિત્ય નથી. હવે પછીના શ્લોકમાં એ વિશે તેમનો ખુલાસો આપવામાં આવ્યો છે. [૪૧૫] સ્વમાનિત મેજ્યિવૃતિ !
अक्रमेण च तद्भावे युगपत् सर्वसंभवः ॥३२॥ અનુવાદ : ક્રમથી (આત્મા) અર્થક્રિયા કરે તો તેમાં સ્વભાવની હાનિ થતાં તે અનિત્ય થશે. જો અક્રમથી અર્થક્રિયા કરે તો એક જ સમયે (યુગપ) સર્વ (અર્થક્રિયા) સંભવિત થશે.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં બૌદ્ધ મતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે. એક ક્ષણે તે ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણે તે નાશ પામે છે અને એ રીતે એની પરંપરા ચાલે છે.
૨૨૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org