________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
પદના જુદા જુદા પ્રકાર છે. વળી પદના સમાનાર્થી શબ્દોને પર્યાય કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાક્યમાંથી કોઈ એક શબ્દ કાઢીને તેનો પર્યાય મૂકવામાં આવે તો તેથી અર્થની દૃષ્ટિએ ખાસ કંઈ ફરક પડતો નથી.
પદ સ્વતંત્ર હોય અને વ્યુત્પત્તિવાળું હોય એવો શબ્દ તે શુદ્ધ પદ કહેવાય છે. બે પદ મળીને કોઈ શબ્દ થતો હોય એટલે કે સામાસિક પદ હોય તો તેને શુદ્ધ પદ ગણવામાં આવતું નથી. સ્વતંત્ર પદ હોય પણ તેની વ્યુત્પત્તિ ન મળતી હોય કે ન થઈ શકતી હોય તો તે પદને પણ શુદ્ધ ગણવામાં આવતું નથી. તેનો અર્થ ઇચ્છા પ્રમાણે અગાઉ થયેલો હોય તો તેને “યદચ્છા પદ' કહેવામાં આવે છે. | ‘જીવ' પદને “ઘટ' વગેરે પદની જેમ વ્યુત્પત્તિવાળું ગણવામાં આવે છે. વ્યુત્પત્તિથી શબ્દનો અર્થ થાય છે. શબ્દ કેવી રીતે ઉત્પન્ન થયો અને પ્રચલિત થયો તે વ્યુત્પત્તિ પરથી સમજાય છે. વ્યુત્પત્તિ એક કરતાં વધારે રીતે થઈ શકે. સંસ્કૃત ભાષામાં “પટ” જેવા અનેક શબ્દો વ્યુત્પત્તિવાળા છે, તો બીજા અનેક શબ્દો વ્યુત્પત્તિ વગરના પણ છે. ઘટ એટલે ઘડો. ઘટની વ્યુત્પત્તિ આપવામાં આવે છે. તે વેષ્ટતે जलाहरणादि कार्येषु इति घटः ।
જેમ ‘ઘટ’ વગેરે શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવે છે તેમ ગીવ શબ્દની વ્યુત્પત્તિ પણ આપવામાં આવી છે કે સમગીવત્ નીવત ગીવિષ્યતિ | જે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ કહેવાય.
આમ જીવ શબ્દની વ્યુત્પત્તિ થતી હોવાથી અને તે સામાસિક પદ ન હોવાથી “જીવ' પદ શુદ્ધ છે. જે પદ શુદ્ધ હોય તે અર્થવાળું એટલે કે સાર્થ હોવું જોઈએ. તે બીજાને તરત બતાવી શકાય કે સમજાવી શકાય એવું હોવું જોઈએ. એ શુદ્ધ પદનો વાચ્યાર્થ પ્રમાણે બોધ થાય છે અને તે પદાર્થ કે ભાવનું અસ્તિત્વ દુનિયામાં હોય છે.
દરેક પદના સમાનાર્થી શબ્દો એટલે કે પર્યાયો હોય છે. કોઈ બે પદના પર્યાયો સરખા સરખા હોય તો તે બંને પદ પણ એકબીજાના પર્યાયરૂપ બની શકે છે. પરંતુ બંને પદના પર્યાયો ભિન્ન ભિન્ન હોય તો તે બંને પદો એકબીજાના પર્યાય એટલે કે અર્થરૂપ બની ન શકે. શરીરના પર્યાય છે : દેહ, તન, કાયા વગેરે અને જીવના પર્યાય છે : જંતુ, આત્મા, ચેતન વગેરે. આમ ‘જીવ' અને “શરીર' પદના પર્યાયો ભિન્ન ભિન્ન છે. એનો અર્થ એ થયો કે “જીવ’ અને ‘શરીર” એ બે પદો એકબીજાના પર્યાયરૂપ નથી. એટલે જીવને અર્થાત્ આત્માને “શરીર' તરીકે ઓળખાવી શકાય નહિ.
આમ વ્યાકરણશાસ્ત્ર અને શબ્દકોશ પ્રમાણે પણ “જીવ' શબ્દનો અર્થ શરીર થતો નથી. * [૧૩] ૩માત્મવ્યવસ્થિત્યાચં તતશાશનમ્ |
पापाः किलैतदालापाः सद्व्यापारविरोधिनः ॥३०॥ અનુવાદ : આત્માની સિદ્ધિ થતાં ચાર્વાક દર્શન ત્યાજ્ય થાય છે. તેના આલાપો (અપલાપો) સવ્યાપારના વિરોધી અને પાપરૂપ છે.
વિશેષાર્થ : ચાર્વાક દર્શન આત્મામાં માનતું નથી. ખાઈપીને જિંદગીની મોજમજા માણી લેવાની તે ભલામણ કરે છે, કારણ કે તેના મતે એક વખત દેહ ભસ્મીભૂત થઈ જશે પછી તે પાછો આવવાનો નથી.
૨૨૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org