________________
અધ્યાત્મસાર
દુનિયામાં લોકવ્યવહારમાં કેટલીયે વાર આપણે નિષેધાત્મક વાણીનો ઉપયોગ કરીએ છીએ. અમુક વસ્તુ નથી એવું વિધાન જ્યારે આપણે ઉચ્ચારીએ ત્યારે તે વખતે તેનો સંદર્ભ શો છે અને વસ્તુસ્થિતિ શી છે તે જોવું જોઈએ. આકાશમાં સૂર્ય નથી અથવા વરસાદ પડતો નથી અથવા શીરો ગળ્યો નથી એમ આપણે કહીએ ત્યારે તે સમયે અને સંદર્ભને તથા કહેનારના આશયને લક્ષમાં લેવાં જોઈએ. આકાશમાં સૂર્ય નથી એમ કહીએ ત્યારે તેનો અર્થ એ નથી કે સૂર્ય જેવી કોઈ વસ્તુ જ નથી. એનો અર્થ એ થયો કે અત્યારે આકાશમાં સૂર્ય નથી. અન્ય સમયે સૂર્ય હોઈ શકે છે. મતલબ કે કોઈ વસ્તુનો નિષેધ થાય એટલે એ પદાર્થનો સર્વકાળ માટે સર્વથા નિષેધ થયો એમ ન કહી શકાય. ક્યારેક બે વસ્તુ જોડાવાની હોય તે ન જોડાઈ હોય, અથવા બે વસ્તુ એકરૂપ થવાની હોય તે ન થઈ હોય અથવા તે વસ્તુના સામાન્ય કે વિશિષ્ટ ધર્મો પ્રગટ ન થયા હોય એમ બની શકે. એટલે કે નિષેધ પદાર્થનો નહિ પણ સંયોગનો, સમવાયનો, સામાન્યનો કે વિશેષનો થાય છે. | ‘રાજા ઉદ્યાનમાં નથી' એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ત્યાં રાજા અને ઉદ્યાનના સંયોગનો નિષેધ છે. રાજાનો કે ઉદ્યાનનો નિષેધ નથી.
દૂધમાં ખાંડ નથી' એમ જયારે કહેવામાં આવે ત્યારે દૂધ અને ખાંડના સમવાય સંબંધનો નિષેધ થાય છે, દૂધનો અને ખાંડનો નિષેધ નથી. ખાંડ અન્યત્ર છે જ. “શીરો ગળ્યો નથી” એમ કહીએ ત્યારે શીરો અને ગળપણના સંબંધનો નિષેધ છે. | મારી પાસે છાપું આવ્યું નથી' એમ જ્યારે કહેવામાં આવે ત્યારે સામાન્ય અર્થમાં તે કહેવામાં આવ્યું છે. છાપું અન્યત્ર વિદ્યમાન છે.
‘કાળા ચશ્મા પહેરતો નથી' એમ જ્યારે કહેવામાં આવે ત્યારે વિશેષ પ્રકારના ચશ્માનો–એટલે કે ચશ્માની વિશિષ્ટતાનો નિષેધ છે. ચશ્માનો નિષેધ નથી.
આમ ઘણી જુદી જુદી રીતે નિષેધને સમજી શકાય. જ્યારે નિષેધાત્મક વાત હોય ત્યારે તે તે પદાર્થનો જ સર્વથા નિષેધ કરવામાં આવે છે એમ નહિ કહી શકાય.
એટલે આવી જ રીતે જ્યારે દેહમાં આત્મા નથી' એમ કહેવામાં આવે ત્યારે આત્માનો નિષેધ નથી હોતો, પરંતુ દેહ અને આત્માના સંયોગ-સંબંધનો નિષેધ થાય છે. [૧૨] શુદ્ધ વ્યુત્પત્તિમનીવપર્વ સાથે વિવા
तदर्थश्च शरीरं नो पर्यायपदभेदतः ॥२९॥ અનુવાદ : ઘટાદિની જેમ “જીવ પદ શુદ્ધ, વ્યુત્પત્તિવાળું અને સાર્થ છે. વળી પદના પર્યાયના ભેદને કારણે તેનો (જીવ પદનો) અર્થ શરીર થતો નથી.
વિશેષાર્થ : ‘જીવ’ શબ્દનો અર્થ “શરીર’ કરી શકાય નહિ. એ માટે અહીં વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ દલીલ કરવામાં આવી છે.
વ્યાકરણશાસ્ત્રની દષ્ટિએ વિભક્તિયુક્ત શબ્દ એટલે ‘પદ'. વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય છે.
૨૨૬.
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org