________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
સમવાય સંબંધ છે. અહીં ગધેડાને માથે શિંગડાનું અસ્તિત્વ ભલે ન હોય, પણ ગધેડાનું શિંગડું એમ બોલવાથી ગધેડાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તથા શિંગડાનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. તેવી રીતે આકાશકુસુમનું અસ્તિત્વ ન હોવા છતાં આકાશનું અસ્તિત્વ છે અને કુસુમનું અસ્તિત્વ છે. એવી જ રીતે વંધ્યાપુત્ર વગેરે સમવાય સંબંધવાળા શબ્દોનો અર્થ ઘટાવી શકાય. આવા શબ્દોનો છૂટો અર્થ કરવાથી તે સમજાય છે. [૪૧] નવ રૂતિ શબ્દશ નીવસત્તાનિયંત્રિતઃ |
असतो न निषेधो यत्संयोगादिनिषेधनात् ॥२७॥ અનુવાદ : “અજીવ' શબ્દ જ જીવની સત્તાને (વિદ્યમાનપણાને) નિયંત્રિત કરે છે, કારણ કે સંયોગાદિનો નિષેધ થવાથી “અસ”નો નિષેધ થતો નથી.
વિશેષાર્થ : “જીવ' અને “અજીવ” એ બે શબ્દો વિશે અહીં એક તર્ક રજૂ કરવામાં આવ્યો છે. કોઈ વસ્તુ માટે આપણે “અજીવ' શબ્દનો પ્રયોગ કરીએ તો એનો અર્થ એ થયો કે કશુંક “જીવ' જેવું પણ છે. જો જીવ શબ્દ જ ન હોય તો ‘અજીવ' શબ્દ આવે જ કેવી રીતે ? કોઈ એક વસ્તુનો નિષેધ કરવામાં આવે તો એનો અર્થ જ એ થયો કે એ વસ્તુ ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. જે વસ્તુ હોય જ નહિ અને જેને વિશે કોઈને કશી કલ્પના ન હોય, ખબર ન હોય એ વસ્તુનો કોઈ નિષેધ કરે તો તે નિષેધ નિરર્થક છે. વસ્તુતઃ નિષેધ જ વસ્તુના અસ્તિત્વને પુરવાર કરે છે. એટલે કોઈ “અજીવ’ શબ્દ પ્રયોજે તો એનો એ અર્થ થયો કે “જીવ' જેવું કશુંક છે.
આની સામે દલીલ કરવામાં આવે છે કે જે વસ્તુનું અસ્તિત્વ જ ન હોય તેનો નિષેધ થઈ શકતો નથી, કારણ કે કોઈ એમ કહે કે “મને ગધેડાને માથે શિંગડાં દેખાતાં નથી.’ તો આ વાક્યમાં ગધેડાને માથે શિંગડાની વાત આવી. પરંતુ ગધેડાને માથે શિંગડાં હોતાં જ નથી. એટલે કે “ગધેડાને માથે શિગડાં'- એ અસત્ છે. તે નથી અથવા દેખાતાં નથી એ એનો નિષેધ છે. એટલે કે અસનો નિષેધ થયો એમ કહી શકાશે.
પરંતુ આ વાત સાચી નથી. અહીં અસતનો નિષેધ નથી. શિંગડાનું વિદ્યમાનપણું હોય છે. ગાયભેંસને માથે શિંગડાં હોય છે. ગધેડાને માથે શિંગડાં નથી એમ કહેવામાં ગધેડાં અને શિંગડાંના સંયોગનો નિષેધ થયો છે.
આમ, વ્યવહારમાં “અજીવ' શબ્દ જ્યારે પ્રયોજાય છે ત્યારે તે “જીવ’ના અસ્તિત્વને સિદ્ધ કરે છે. [૪૧૧] સંયો: સમવાય સામચિં ચં વિશિષ્ટતા |
निषिध्यते पदार्थानां त एव न तु सर्वथा ॥२८॥ અનુવાદ : પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય અને વિશિષ્ટતાનો જ નિષેધ કરાય છે, પરંતુ તે સર્વથા નહિ.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં વધુ ખુલાસો કરવામાં આવ્યો છે.
૨૨૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org