________________
અધ્યાત્મસાર
મોક્ષ વગેરેની વાતો કરનારા માણસો ધૂર્ત છે. બીજાને ઠગવા માટે તેઓ આવી વાતો ઉપજાવી કાઢે છે.” – ચાર્વાકમતવાદી આવો જે આક્ષેપ કરે છે અને મોક્ષની વાત કરનારા જિનેશ્વરોને, સર્વજ્ઞોને ધૂર્ત કહે છે તેના જવાબ રૂપે અહીં કહેવાયું છે કે જેઓએ પરલોક, મોક્ષ વગેરેની વાતો કરી છે તેઓ ધૂર્ત નથી, પણ સર્વજ્ઞ છે, તીર્થકર છે. તેઓને કોઈ વાતની બ્રાન્તિ કે સંદેહ નહોતાં. તેઓએ પોતાના જ્ઞાનથી જોઈને, સંસારના જીવોનું અવલોકન કરીને મોક્ષમાર્ગની, સ્વર્ગ અને નરકની વાતો કરી છે. એટલે એમની એ વિશેની પ્રવૃત્તિઓ ક્યારેય નિષ્ફળ હોઈ શકે નહિ. એમના ઉપદેશથી અનેક આત્માઓનું કલ્યાણ થયું છે; અનેકે મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. એવા સર્વજ્ઞોને બીજાને કર્મબંધ કરાવવામાં કે છેતરવામાં રસ હોય નહિ. એમાં એમનો કોઈ સ્વાર્થ હોય જ નહિ, કારણ કે એવા સર્વત્યાગીઓને કશું પણ જોઈતું નથી હોતું. તેઓ એષણા રહિત હોય છે. જેનો બીજાને છેતરવાનો આશય હોય એને એનું ફળ ભોગવવું પડતું હોય છે. પરંતુ તેઓ શા માટે હાથે કરીને વિષાદમાં પડે ? [૪૦] રિદ્ધિ સ્થાપવાવિવત્ વ્યT સંશવાવ વાત્મન
असौ खरविषाणादौ व्यस्तार्थविषयः पुनः ॥२६॥ અનુવાદ ઃ સ્થાણુ (દૂઠું) વગેરેની જેમ સંશયથી જ આત્માની સિદ્ધિ સ્પષ્ટ રીતે થાય છે. વળી તે ખરવિષાણ (ગધેડાનું શિંગડું) વગેરેમાં વ્યસ્ત (ભિન્ન) અર્થનો વિષય હોય છે.
| વિશેષાર્થ: આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરનારને અહીં એક તર્કયુક્ત દલીલથી જવાબ આપવામાં આવ્યો છે. તર્કશાસ્ત્રનો એક નિયમ એવો છે કે કોઈ વસ્તુ અહીં છે કે નહિ એવો સંશય થાય ત્યારે એનું ક્યાંક તો અસ્તિત્વ હોવું જ જોઈએ. શરીરમાં આત્મા જેવું કશું છે જ નહિ એમ તમે કહો તો ક્યાંક તો આત્મા છે જ એમ નિશ્ચિત થાય. “આત્મા છે જ નહિ' – એવું તમે કહો તો કશુંક એવું ક્યાંક વિદ્યમાન છે જે આત્મા છે એમ એનો અર્થ થાય, નહિ તો “આત્મા” જેવો શબ્દ આવે જ ક્યાંથી? અહીં ઉદાહરણ સ્થાણુનું આપવામાં આવ્યું છે. સ્થાણુનો એક અર્થ થાય છે ઝાડનું ટૂંઠું. ડાળી પાંદડા વગરના નાના ટૂંઠાને ધુમ્મસમાં જોતાં કે આછા ઉજાસમાં જોતાં તે માણસ જેવું લાગે છે. ટૂંઠું જોતાં માણસને સંશય થાય છે કે આ કોઈ માણસ તો નહિ હોય ? પછી ખબર પડે છે કે એ માણસ નથી,
ટૂંઠું છે.
આમ લૂંઠામાં માણસ હોવાનો સંદેહ થયો. પરંતુ સૂંઠું એ ઠૂંઠું જ છે, તો પણ માણસ જેવી વસ્તુ ક્યાંક હોય તો જ ટૂંઠામાં માણસનો આભાસ થાય. એટલે કે સંદેહથી વસ્તુની સિદ્ધિ થાય છે. એવી રીતે આત્મા નથી એમ કહેવાથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે.
આની સામે કોઈ એવી દલીલ કરે કે ગધેડા(ખર)નું શિગડું (વિષાણ) એવો સંશય જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ગધેડાના શિંગડાનું અસ્તિત્વ જ ક્યાં હોય છે ? કારણ કે ગધેડાને માથે શિંગડાં નથી હોતાં. એટલે શિંગડાંની શંકા કરવાથી શિંગડાનું અસ્તિત્વ સાબિત થતું નથી. એવી રીતે આકાશકુસુમ કે વંધ્યાપુત્રનું પણ અસ્તિત્વ નથી હોતું.
પરંતુ આનો જવાબ એ છે કે અહીં વ્યસ્ત એટલે કે છૂટો છૂટો અર્થ લેવાનો છે. “સમસ્ત' અને “વ્યસ્ત’ એ વ્યાકરણના પારિભાષિક શબ્દો છે. ખરવિષાણ એ સમાસમાં ગધેડું અને શિંગડું એ બેનો
૨૨૪ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org