________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
અને દુઃખી એવા ભેદો માણસ માણસ વચ્ચે જોવા મળે છે. એ બધાંનો ખુલાસો ફક્ત કર્મસિદ્ધાન્ત સ્વીકારવાથી જ મળે છે. કોઈ જન્માંધ હોય છે અને કોઈ સ્વરૂપવાન હોય છે. આ બધું પૂર્વે પુણ્યરૂપ અને પાપરૂપ શુભ કે અશુભ જે કર્મો બાંધ્યાં હોય તેનું પરિણામ છે.
ધારો કે કર્મની વાત ન સ્વીકારો તો પછી બધા જ લોકોને સુખ કે દુ:ખનો અનુભવ એક જ સરખો થવો જોઈએ ને ? પણ સુખદુઃખનો અનુભવ દરેકનો જુદો જુદો હોય છે. વળી એક જ વ્યક્તિ એક સમયે સુખી અને અન્ય સમયે દુઃખી હોય છે. જો કર્મનું કારણ ન હોય તો એ વ્યક્તિ કાયમ સુખી અથવા કાયમ દુ:ખી હોવી જોઈએ. પાષાણ વગેરેમાં જે વિચિત્રતા છે તે પણ એની સચેતતાને લીધે છે. પૃથ્વીકાય વગેરે જીવોમાં પણ પોતપોતાનાં કર્મ અનુસાર સ્થિતિ હોય છે અને અજીવ-સજીવનાં ઋણાનુબંધ હોય છે.
૪િ૦૭] મા મર્િ તે વાત્મા દષ્ટથવિરોધઃ |
तवक्ता सर्वविच्चैनं दृष्टवान् वीतकश्मलः ॥२४॥ અનુવાદ : દષ્ટ ને ઇષ્ટ અર્થના વિરોધ વિના, આગમ થકી આત્મા જણાય છે. તેના (આગમના) વક્તા સર્વવિદ્ (સર્વજ્ઞ) છે. દોષરહિત (વીતકમલ) એવા તેઓએ એને (આત્માને). જોયેલો (અનુભવેલો) છે.
વિશેષાર્થ : શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ વિધાનો આવે છે એવો આક્ષેપ અનાત્મવાદી કરે છે તે જિનાગમ પૂરતો તો સત્ય નથી જ. આગમોમાં જે આત્મતત્ત્વની વિચારણા થઈ છે તે સર્વ રીતે સુસંગત છે. એમાં ક્યાંય વિસંગતિ કે પરસ્પર વિરોધીપણું નથી. દષ્ટ અર્થ અને ઇષ્ટ અર્થ બંનેની દૃષ્ટિએ એ યથાર્થ જ છે. દષ્ટ એટલે ઇન્દ્રિયાદિ વડે જોઈ શકાય તેવો પદાર્થ અને ઇષ્ટ એટલે જે પ્રાપ્ત કરવા લાયક છે તેવો પદાર્થ. દૃષ્ટાર્થ એટલે પ્રત્યક્ષ પ્રમાણ અને ઇષ્ટાર્થ એટલે અનુમાન પ્રમાણ. આ બંને પ્રમાણથી આત્મતત્ત્વની સિદ્ધિ થયેલી છે.
આ આગમની વાણી એટલે વીતરાગ ભગવાનની વાણી છે. વીતરાગ ભગવાન સર્વ દોષ (કમલ)થી રહિત છે. વળી તેઓ સર્વજ્ઞ છે. તેઓ જે કંઈ કહે એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. જગતના જીવો પ્રત્યેની નિષ્કારણ કરુણાથી પ્રેરાઈને જ તેઓ કહે છે. તેઓએ આત્મા જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. જે આત્મસ્વરૂપ જગતના અન્ય જીવો માટે પ્રત્યક્ષ નથી તે આત્મસ્વરૂપનું સર્વજ્ઞ, તીર્થંકરદેવોએ, કેવલી ભગવંતોએ દર્શન કર્યું હોય છે. એટલે તેમને માટે એ પ્રત્યક્ષ જ છે. [४०८] अभ्रान्तानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः ।
પર બંધનદેતો: વ: વાત્માનવીયેત્ ારા અનુવાદ : ભ્રાન્તિ વિનાની પરલોક સંબંધી પ્રવૃત્તિઓ નિષ્ફળ હોતી નથી. બીજાને બંધન કરાવવા માટે કોણ પોતાના આત્માને વિષાદમાં મૂકે?
વિશેષાર્થ : “શરીર એ જ આત્મા છે. શરીર નષ્ટ થયા પછી કશું રહેતું નથી. પુનર્જન્મ, પરલોક,
૨૨૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org