________________
અધ્યાત્મસાર
એટલે કપાઈ ગયેલા હાથ સાથે અવયવ-અવયવી ભાવ હવે રહ્યો નહિ. તો પણ એ માણસને પોતાના એ કપાઈ ગયેલા હાથે જ કંઈ કર્યું હોય તેનું સ્મરણ થઈ શકે છે. એટલે અવયવ-અવયવી ભાવ હોય ત્યાં જ ઉપાદાન-ઉપાદેય ભાવ હોય અને ત્યાં જ સ્મૃતિ રહે એ વાત અયોગ્ય ઠરે છે.
આમ શરીર એ જ આત્મા એવો મત સિદ્ધ થઈ શકતો નથી. એક સાદી વાતથી પણ સમજાય છે કે શરીર એ જ જો ચેતનતત્ત્વ હોય તો જાડા માણસના શરીરમાં હંમેશાં વધારે ચેતન હોવું જોઈએ અને પાતળા માણસમાં ઓછું હોવું જોઈએ. પણ પાતળા માણસો પણ વધુ શક્તિવાળા અને જાડા માણસો પ્રમાદી જોવા મળે છે. તેવી રીતે એકનું એક શરીર જાગતું હોય ત્યારે વધુ ચેતનવંતુ લાગે છે અને ઊંઘતું હોય અથવા બેભાન હોય ત્યારે તેમાં ઓછું ચેતન જણાય છે. શરીર એ જ જો ચેતન હોય તો આવી વિપરીતતા જોવા મળે નહિ. એટલે નિશ્ચિત છે કે શરીર એ ચેતન અથવા આત્મા નથી. [૪૦૫ માંગ્યો વ્યક્સિપિ નો મેનર્જા વિના |
ज्ञानव्यक्तितथा भाव्याऽन्यथा सा सर्वदा भवेत् ॥२२॥ અનુવાદ : મદ્યનાં અંગોમાં મઘની અભિવ્યક્તિ (આવિર્ભાવ) મેલક (મેળવનાર પુરુષ) વિના થઈ શકતી નથી. તેવી રીતે જ્ઞાનની સ્પષ્ટતા (વ્યક્તિ) જાણવી. અન્યથા તો તે સર્વદા થશે.
વિશેષાર્થ : ચાર્વાકવાદીઓએ મદીરાનું દષ્ટાન્ન આપ્યું અને જણાવ્યું કે મદીરાની જેમ પંચમહાભૂતો મળવાથી જીવની ઉત્પત્તિ થાય છે. પરંતુ ચાર્વાકોને એમના જ દૃષ્ટાન્ત દ્વારા આત્માનું અસ્તિત્વ અહીં સમજાવ્યું છે. ચાર્વાકો કહે છે કે પુષ્પ, ગોળ, પાણી વગેરે પદાર્થોમાં પ્રત્યેકમાં દારૂ બનવાની શક્તિ નથી, પણ તે બધાં ભેગાં થાય તો તેમાંથી દારૂ બને છે. આત્મવાદીઓ કહે છે કે આ વાત સ્વીકારીએ છીએ પણ પુષ્પ, ગોળ, પાણી વગેરે પોતાની મેળે ભેગાં થતાં નથી અને પોતાની મેળે દારૂ નથી થતો, પણ એ બધાનું મિશ્રણ કરીને, હલાવીને અમુક પ્રક્રિયા કોઈ માણસ કરે છે, ત્યારે દારૂ થાય છે. એટલે ત્યાં કોઈક મેલક એટલે કે મેળવનારની જરૂર પડે છે. તેવી રીતે પાંચ મહાભૂતો એકત્ર થાય તેથી તેમાંથી જીવ ઉત્પન્ન નથી થતો, પણ એ પાંચેનું મિશ્રણ કરનાર કોઈક શક્તિની અપેક્ષા રહે છે. એ ચૈતન્ય શક્તિ તે જ આત્મા. આમ ચાવકોને એમના દૃષ્ટાન્તથી જ આત્માના અસ્તિત્વના સ્વીકારની જરૂર પડશે.
[४०६] राजरंकादिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् ।
सुखदुःखादिसंवित्तिविशेषो नाऽन्यथा भवेत् ॥२३॥ અનુવાદ : રાજા-રકાદિની વિચિત્રતા પણ આત્માએ કરેલાં કર્મથી જ ઉત્પન્ન થાય છે. તે વિના સુખદુઃખાદિનું વિશિષ્ટ જ્ઞાન થાય નહિ.
વિશેષાર્થ : ચાર્વાકવાદીઓ કહે છે કે કોઈ રાજા હોય અને કોઈ રેક હોય એ તો કુદરતી ભેદો પહેલેથી ચાલ્યા આવતા જોવા મળે છે. પરંતુ ચાર્વાકવાદીઓનું આ કથન યથાર્થ નથી. જગતમાં રાજા અને ભિખારી, ગરીબ અને ધનવાન, જ્ઞાની અને મૂર્ખ, આંધળો અને બહેરો, ઊંચ અને નીચ, સુખી
૨૨૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org