________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
થઈ જાય તો તેથી આત્મા નષ્ટ થતો નથી, કારણ કે આંખ, નાક, કાન વગેરેએ જે અનુભવ્યું હોય તેની વાસનાનું સમગ્ર દેહમાં સંક્રમણ થઈ જાય છે. એટલે એની સ્મૃતિનું સંક્રમણ બાકીના શરીરમાં થઈ જાય છે. માટે કોઈ એક અંગ નષ્ટ થઈ જાય તેથી દેહને આત્મા માનવામાં કોઈ બાધ આવતો નથી. પરંતુ ચાર્વાકવાદીઓની આ દલીલ પણ તર્કસંગત નથી. શરીરના એક અંગની વાસનાનું સંક્રમણ બીજાં અંગોમાં થાય છે અને એને એ અનુભવ-સ્મૃતિ રહે છે એમ માનીએ તો એક વિશિષ્ટ વિચાર કરતાં આ દલીલ અયોગ્ય છે એમ તરત સમજાશે. માતાના ઉદરમાં ગર્ભરૂપે બાળક હોય છે. જ્યાં સુધી બાળક ગર્ભમાં હોય છે ત્યાં સુધી એ માતાના અંગરૂપ જ હોય છે. બાળકનો જન્મ થતાં માતાનું તે અંગ જુદું થઈ જાય છે. હવે જો વાસનાનું સંક્રમણ થતું હોય અને અનુભવની સ્મૃતિ રહેતી હોય તો માતાએ ગર્ભકાળ દરમિયાન જે કંઈ જોયું, અનુભવ્યું તેની સ્મૃતિ બાળકને થવી જોઈએ. પણ તેમ થતું નથી. કારણ અને કાર્યની પરંપરા સ્વીકારી કારણની વાસનાનું સંક્રમણ કાર્યમાં થાય છે એમ દરેક વખતે માની શકાય નહિ. અહીં માતા એ કારણ છે અને ગર્ભમાં રહેલું બાળક એ કાર્ય છે. છતાં માતાની વાસનાનું-અનુભવ-સ્મૃતિનું સંક્રમણ ગર્ભસ્થ બાળકમાં થતું નથી. એટલે કારણ-કાર્યનો તર્ક પણ ખોટો સાબિત થાય છે. [૪૦૪] નોપારાનાહુપાય વાસનાથૈર્ય ને !
करादेरतथात्वेनायोग्यत्वाप्तेरणुस्थितौ ॥२१॥ અનુવાદ : ધૈર્યદર્શનમાં ઉપાદાનમાંથી ઉપાદેયમાં વાસના (સંક્રમ) નથી. અણુની સ્થિતિમાં (સ્થિર દર્શનમાં) હાથ વગેરેના અતથાપણાથી (અનસ્તિત્વથી-નાશથી) અયોગ્યત્વ પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ : શરીર એ જ જો આત્મા હોય તો માતાએ જે અનુભવ્યું તેનું સ્મરણ ગર્ભમાં રહેલા બાળકને પણ હોવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. પરંતુ પોતાના મતના બચાવમાં ચાર્વાકો એવી દલીલ કરે છે કે માતા અને બાળક વચ્ચે કાર્ય-કારણ ભાવ છે, ઉપાદાન-ઉપાદેય ભાવ નથી. એટલે માતાની વાસનાનો સંક્રમ બાળકમાં થતો નથી.
અહીં ગ્રંથકર્તાએ “સ્થર્યદર્શન’ શબ્દ પ્રયોજ્યો છે એ મહત્ત્વનો છે. જેઓ આત્માને ક્ષણિક માને છે તેઓનું દર્શન ક્ષણિકતાવાદી કહેવાય. જેઓ આત્માને નિત્ય, સ્થિર માને છે તેમનું દર્શન સ્થિરતાવાદી દર્શન અથવા ધૈર્યદર્શન કહેવાય. વાસના સંક્રમની વાત ક્ષણિકતાવાદી દર્શનમાં ઘટી શકે, કારણ કે પૂર્વના પરમાણુ-પંજમાંથી પછીના પરમાણુ-પંજની ઉત્પત્તિ થતાં ઉપાદાનની વાસનાનો સંક્રમ ઉપાદેયમાં થાય છે એમ તેઓ માને છે. જેમ કે હાથ તે ઉપાદાન અને કપાઈ ગયા પછી તેના પરમાણુ-પુંજ રહે તે ઉપાદેય. પરંતુ હાથમાંથી પરમાણુ-પંજમાં સ્મૃતિની વાસના સંક્રમણ પામતી જોવામાં આવતી નથી. એટલે પરમાણુ-પંજની સ્થિરતામાં માનવાવાળા એટલે કે સ્થિત અથવા સ્થિર દર્શનવાળા ઉપાદાનની વાસનાનો ઉપાદેયમાં સંક્રમ થાય છે એમ માનતા નથી.
શરીર એ જ આત્મા એમ માનવાવાળા એવો બચાવ કરે છે કે જયાં અવયવ-અવયવી ભાવ હોય ત્યાં જ ઉપાદાન-ઉપાદેય ભાવ હોય. પરંતુ માતા અને બાળક વચ્ચે અવયવ-અવયવીનો ભાવ નથી, માતાથી બાળક છૂટું છે, માટે માતાના અનુભવની સ્મૃતિ બાળકને થાય નહિ. પરંતુ તેમની આ દલીલ પણ બરાબર નથી. ધારો કે કોઈ માણસનો હાથ કપાઈ ગયો. હવે એ હાથનું અતથાત્વ છે એટલે કે અસ્તિત્વ નથી.
૨૨૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org