________________
અધ્યાત્મસાર
યુવાનનું શરીર થયું. એટલે યુવાનનો જુદો આત્મા માનવો પડશે. અને એમ થાય તો બાલ્યકાળનાં સ્મરણો યુવાનને ન થવાં જોઈએ. જૂના શરી૨ના નાશ સાથે એ શરીર દ્વારા કરેલાં કાર્યોની સ્મૃતિનો પણ નાશ જ થઈ જાય. પરંતુ અનુભવ એમ કહે છે કે બાલ્યકાળનાં સંસ્મરણો યુવાનને હોય છે. સ્મરણ થાય તો પણ આત્મા જુદા જુદા હોઈ શકે છે એમ જો કહો તો પછી સાકર એક જણ ખાય અને મીઠાશ બીજો અનુભવે એવી આપત્તિ આવશે. તો પછી બાલ્યકાળ અને યૌવનકાળ અથવા વૃદ્ધાવસ્થા એ ત્રણેમાં એક જ આત્મા છે કે જેને સંસ્મરણો રહે છે એમ સ્વીકારવું પડશે. તો પછી શરીર એ જ આત્મા છે એમ માનવાનું અસ્વીકાર્ય બની જાય છે.
[૪૦૨] નાત્માનું વિમેઘ્યસ્થ તછવ્વાનુસ્મૃતિયંત:।
व्यये गृहगवाक्षस्य तल्लब्धार्थाधिगन्तृवत् ॥१९॥
અનુવાદ : (શરીરનું) એક અંગ એ પણ આત્મા નથી, કારણ કે તેના નાશ પછી તેના દ્વારા પ્રાપ્ત થયેલી સ્મૃતિ તો રહે છે, જેમકે ઘરનો ગોખ નષ્ટ થયા પછી પણ તેના દ્વારા જોનારજાણનાર હોય છે તેમ.
વિશેષાર્થ : ‘શરીર એ જ જાણનાર છે, આત્મા છે. આત્મા જેવું જુદું તત્ત્વ માનવાની જરૂર નથી'– એવા ચાર્વાકના મતનું ખંડન અહીં કરવામાં આવ્યું. હવે ચાર્વાકો તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે ભલે શરીરને તમે આત્મા ન માનો, પણ શરીરના એક અંગને આત્મા માનવામાં શો વાંધો છે ? શરીરના કોઈ એક અંગ દ્વારા હુંપણાનો અનુભવ ન થઈ શકે ?
ચાર્વાકની આ દલીલ પણ બરાબર નથી. આંખ, નાક, કાન, હાથ, પગ ઇત્યાદિમાંથી કોઈ એક જ અંગને આત્મા માનવા જતાં પણ વિસંગતિ આવશે. ધારો કે તમે કહો કે આંખ એ આત્મા છે, તો માણસની આંખ જાય, તે સાવ અંધ બની જાય તે પછી તેને પોતે જોયેલું યાદ રહેશે, પોતાને આંખ હતી અને બીજાઓને આંખ હોય છે એ પણ યાદ રહેશે. રંગો અને આકૃતિઓની એની સમજણ પણ ચાલુ જ રહેશે. કોઈ એક ઘરને ગવાક્ષ એટલે બારી કે ઝરૂખો હોય અને તેમાંથી બહારનું દૃશ્ય જોયું હોય. પરંતુ પછી બારી તૂટી જાય કે પૂરી દેવામાં આવે તો પણ અગાઉ જોનારને તો બારીમાંથી જોયેલાં દશ્યો યાદ રહેશે જ. એવી રીતે શરીરનું અંગ ચાલ્યા ગયા પછી એ દ્વારા થયેલા અનુભવોની સ્મૃતિ કોને
થશે ? એટલે જ શરીરના અંગને આત્મા કહી શકાશે નહિ.
[ ४०३] न दोषः कारणात् कार्ये वासनासंक्रमाच्च न ।
भ्रूणस्य स्मरणापत्तेरंबानुभवसंक्रमात् ॥२०॥
અનુવાદ : ‘કારણથી કાર્યમાં વાસનાનું સંક્રમણ થવાથી એમાં દોષ નહિ આવે.' ના, તો પછી માતા(અંબા)ના અનુભવના સંક્રમણથી ગર્ભમાં રહેલા બાળક(ભ્રૂણ)ને સ્મૃતિ થાય એવી આપત્તિ આવશે.
વિશેષાર્થ : ચાર્વાક મત કહે છે કે શરીરના કોઈ એક અંગને આત્મા માનીએ અને એ અંગ નષ્ટ
Jain Education International_2010_05
૨૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org