________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
વિશેષાર્થ : ચાર્વાક દર્શન કહે છે કે આત્મા જેવું નથી. જો હોય તો તે પ્રત્યક્ષ દેખાતો કેમ નથી ? જે દેખાય છે તે તો શરીર છે. પરંતુ ચાર્વાક દર્શનની આ માન્યતા મિથ્યા છે, ભૂલભરેલી છે.
આત્મા છે કે નહિ એવો સંશય કોને થાય છે ? એવો સંશય જેને થયો તે શું એમ જ થયો કે એનામાં કંઈક વિચારશક્તિ છે માટે થયો ? એ વિચારશક્તિને જ્ઞાનગુણ તરીકે ઓળખાવી શકાય. ગુણ ગુણી વગર રહી ન શકે. એટલે કે ગુણ અને ગુણીનો કથંચિત્ અભેદ હોય છે. આ ગુણી તે જ આત્મા, એ રીતે એ પ્રત્યક્ષ જ છે. - જો તમે એમ કહો કે જ્ઞાન ગુણ એ તો શરીરનો છે, એ માટે આત્મામાં માનવાની શી જરૂર છે? તો પ્રશ્ન એ થશે કે જો જ્ઞાનગુણ મારા શરીરનો જ ગુણ હોય તો શબમાં પણ ગુણ હોવો જોઈએ. પણ શબ સંશય કરીને કંઈ પૂછતું નથી. એટલે પૂછનારો શરીરથી ભિન્ન છે. એને જ આત્મા કહેવામાં આવે છે. [४००] न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता ।
नेत्रादिग्राह्यतापत्तेर्नियतं गौरतादिवत् ॥१७॥ અનુવાદ : અહં વગેરેની પ્રતીતિ થવી એ શરીરનો ધર્મ નથી, કારણ કે ગૌરતા (ગોર) વગેરે જેમ નેત્રાદિ દ્વારા ગ્રાહ્ય થાય છે તેવી આપત્તિ તેથી અવશ્ય આવશે.
વિશેષાર્થ : ચાર્વાક દર્શનવાળા કહે છે હું જોઉં છું', “હું અનુભવું છું, હું સુખી છું' વગેરે હુંપણાનો, મારાપણાનો એટલે કે અહંકાર અને મમકારનો જે અનુભવ થાય છે એ તો શરીરનો ધર્મ છે. શરીરને એ થાય છે. એ માટે આત્મા જેવા અલગ તત્ત્વમાં માનવાની જરૂર નથી. પરંતુ ચાર્વાકવાદીઓની આ વાત યુક્તિસંગત નથી, કારણ કે શરીરના જે ધર્મો છે તે તો નેત્રાદિ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાય છે. આંખથી એ જોઈ શકાય છે. નાનું, મોટું, ગોરું, કાળું, ઊંચુ, નીચું વગેરે શરીરના ધર્મો ઇન્દ્રિયોથી અનુભવાય છે. ખાટું, તીખું, ઠંડું, ગરમ, મધુર, કર્કશ વગેરે પણ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. શરીરના જે કોઈ ગુણધર્મ છે તે પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ એક અથવા વધુ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે. હવે “અહંને જો. શરીરનો ધર્મ માનીએ તો તે કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બનવો જોઈએ. પણ તેમ બનતો નથી. એટલે જ અહંપણાને શરીરનો ધર્મ માનવાનું યોગ્ય નથી જ. [૪૦૧] શરીર ચૈવ વાત્મત્વે નાડનુમૂતમૂતિર્મવેત્ |
बालत्वादिदशाभेदात् तस्यैकस्याऽनवस्थितेः ॥१८॥ અનુવાદ : વળી શરીર જો આત્મા હોય તો અનુભવેલાની સ્મૃતિ થશે નહિ, કારણ કે બાલત્વ વગેરે દશાના ભેદને લીધે તે એકલાની (શરીરની) અનવસ્થિતિ છે. (અર્થાતુ શરીર તેનું તે જ રહેતું નથી.)
વિશેષાર્થ : ચાર્વાક દર્શન શરીરને જ આત્મા માને છે. શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વમાં તેઓ માનતા નથી. પરંતુ શરીરને જ આત્મા તરીકે માનવામાં આવે તો પ્રશ્ન એ થશે કે બાળક જયારે મોટું થાય છે ત્યારે હવે એ શરીર કે એ બાળક રહેતું નથી. એટલે એનો આત્મા પણ રહેતો નથી. હવે એ
૨૧૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org