________________
અધ્યાત્મસાર
[૩૯૭] માત્માને પરત્નોÉ ર ક્રિયે વિવિઘાં વા
भोगेभ्यो भ्रंशयत्युच्चैर्लोकचित्तं प्रतारकः ॥१४॥ અનુવાદ : ધૂર્ત માણસ (પ્રતારક) આત્મા, પરલોક તથા વિવિધ પ્રકારની ક્રિયાઓ વિશે કહીને લોકોનાં ચિત્તને ભોગોથી અત્યંત ભ્રષ્ટ કરે છે.
વિશેષાર્થ : આત્મામાં ન માનનાર ચાર્વાક દર્શનવાળાઓ અધ્યાત્મવાદીઓ પર આક્ષેપ કરે છે. તેઓ તેઓને ધૂર્ત, ઠગારા તરીકે ઓળખાવે છે. તેઓ સંસારમાં ભોળા માણસો આગળ આત્માની, પરલોકની અને પરમાત્માની વાતો કરે છે. પણ કોણે આત્મા જોયો છે કે પરલોક કે પરમાત્માને જોયો છે ? તેઓ પરલોકની વાત કરે છે. પણ ક્યાં છે પરલોક ? વળી તેઓ શુભ કર્મ, અશુભ કર્મ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરેની વાહિયાત વાતો કરે છે. તેઓ દાન કરવાની કે તપ કરવાની કે વિવિધ ક્રિયા કરવાની ભલામણ કરે છે. પણ એથી કોનું ભલું થયું છે ? જે દાન કરે છે એની સંપત્તિ ઓછી થાય છે. જે તપ કરે છે એનું શરીર સકાય છે. આ તો બધા છેતરવાના ધંધા છે. વગર લેવેદેવે માણસોને સુખ ભોગવતા અટકાવવામાં આવે છે. આ તો ભોળા લોકોના ચિત્તને અત્યંત ભ્રષ્ટ કરવાની તરકીબો છે. સમજ માણસોએ આવા અધ્યાત્મવાદીની આત્માની વાતોથી સાવધાન રહેવાની જરૂર છે એમ ચાર્વાકવાદીઓ કહે છે.
આ ચાર્વાક દર્શનનો મત છે. [૩૯૮] ત્યાસ્તનૈદિક્ષ: શામ: વાર્થી નાના+તસ્કૃત
भस्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ॥१५॥ અનુવાદ : એટલે ઐહિક (આ લોકના) કામભોગો ત્યાગ કરવા લાયક નથી. નહિ પ્રાપ્ત થયેલા(અનાગત-ભોગો)ની સ્પૃહા કરવા લાયક નથી. (પંચમહાભૂત) ભસ્મીભૂત થયા પછી પુનર્જન્મ(પ્રત્યાગતિ)ની સ્પૃહા વૃથા છે. ' વિશેષાર્થ આગળના શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં ચાર્વાકદર્શનવાળાઓનો મત અહીં દર્શાવાયો છે. તેઓ કહે છે કે એક વખત પંચમહાભૂતોમાંથી બનેલો દેહ ભસ્મીભૂત બની જાય ત્યાર પછી ફરી જન્મ મળશે ત્યારે સુખ ભોગવીશું એવી સ્પૃહા રાખવી તે વ્યર્થ છે. જે વસ્તુ કોઈએ જોઈ નથી એની આશા રાખવાનો શો અર્થ? એટલે વર્તમાન જીવનમાં જે કંઈ ભોગોપભોગની સામગ્રી અને અનુકૂળતા મળી છે તેનો ઉપયોગ કરી તે બધા ભોગો ભોગવી લેવા જોઈએ. આજનો લહાવો લીજીએ, કાલ કોણે દીઠી છે?' એમ કહીને ચાર્વાકો કહે છે કે ઐહિક ભોગો ત્યાગ કરવા લાયક નથી. તમે નહિ ભોગવો તો બીજા ભોગવશે અને પછી તમે પસ્તાશો. એના કરતાં વર્તમાનમાં જે કંઈ મળ્યું છે તે ભોગવી લેવું જોઈએ.
આ ચાર્વાક દર્શનવાળાઓનો અભિપ્રાય છે. [૩૯] તવેતનં મિથ્યા ગવ: પ્રત્યક્ષ પ્રવ વત્ |
गुणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः ॥१६॥ અનુવાદ : એટલે આ (ચાર્વાક) દર્શન મિથ્યા છે, કારણ કે પ્રત્યક્ષ, સંશયાદિ ગુણોના અભેદને લીધે જીવ પ્રત્યક્ષ જ છે.
૨૧૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org