________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૩૯૫] રવાં વિવૈવિપિ નાત્મવાદિતમ્ |
स्वाभाविकस्य भेदस्य ग्रावादिष्वपि दर्शनात् ॥१२॥ અનુવાદ : રાજા-રંકાદિની વિચિત્રતા પણ આત્માના બળથી નથી, કારણ કે એવો સ્વાભાવિક ભેદ તો પાષાણાદિકમાં પણ દેખાય છે.
વિશેષાર્થ : આ જગતમાં ગરીબ અને તવંગર, રાજા અને રંક, રોગી અને નીરોગી, સુખી અને દુઃખી આવા આવા ભેદો કેમ દેખાય છે ? કેટલાક કહે છે કે આત્માના તેવા શુભ કે અશુભ કર્મને લીધે તેમ દેખાય છે. પરંતુ ચાર્વાક કહે છે કે એટલા માટે આત્મા જેવાં દ્રવ્યને માનવાની કંઈ જરૂર નથી. રાજા અને રંક કે ઊંચ-નીચના ભેદ તો જગતમાં પહેલેથી જ કુદરતી છે. તે પંચમહાભૂતોની ઉત્પત્તિને લીધે છે. હવે તમે જો એમ કહો કે કર્મના ભેદને કારણે એમ થાય છે તો પછી જડ છે , જેમકે પથ્થર(ગ્રાવા)માં કેટલા બધા ભેદ છે ! કોઈ લીલો છે, તો કોઈ કાળો છે; કોઈ લીસ્સો છે, તો કોઈ ખરબચડો છે; કોઈ કઠણ છે, તો કોઈ પોચો છે. પથ્થરમાં ક્યાં આત્મા છે ? પથ્થરે વળી ક્યાં શુભ કે અશુભ કર્મો કર્યા છે ? છતાં આ ભેદ નજરે જોવા મળે છે. એટલે વસ્તુતઃ એ ભેદ પણ સ્વાભાવિક છે અથવા કુદરતી છે. એટલે જગતમાં પહેલેથી આવી વિચિત્રતાઓ જોવા મળતી હોવાને કારણે આત્મા જેવી વાતને માનવાની જરૂર નથી.
આ ચાર્વાકવાદીઓનો મત છે. એનો જવાબ હવે પછી આવશે. ૩િ૯૯ી વચ્ચે તે વાત્મા પરારંજિffમઃ |
दृष्टवान् न च कोऽप्येनं प्रमाणं यद्वचो भवेत् ॥१३॥ અનુવાદ ઃ (શાસ્ત્રોના) વાક્યો વડે પણ આત્મા જાણી શકાતો નથી, કારણ કે તે પરસ્પર વિરુદ્ધ છે. વળી કોઈએ એને જોયો નથી કે જેથી એનું વચન પ્રમાણ થાય.
વિશેષાર્થ: ચાર્વાકવાદીઓ પોતાના મતના સમર્થનમાં આત્માના અસ્તિત્વ વિશે નીચે પ્રમાણે બે વાત અહીં રજૂ કરે છે :
(૧) વાક્યો વડે આત્મા જાણી શકાતો નથી. આ વાક્યો તે શાસ્ત્રોનાં વાક્યો. ચાર્વાકવાદીઓ કહે છે કે સાંખ્ય, નૈયાયિક, મીમાંસક, જૈન, બૌદ્ધ ઇત્યાદિ દર્શનોમાં પરસ્પર વિરુદ્ધ એવાં વાક્યો છે. એથી આત્મા જેવું તત્ત્વ છે કે નહિ તે વિશે ગૂંચવાડો ઊભો થાય છે. કોઈક કહે છે કે આત્મા યજ્ઞાદિ કરવાથી સ્વર્ગમાં જાય છે. કોઈક કહે છે કે પાણીના પરપોટા જેવો આત્મા ઘડીકમાં નષ્ટ થઈ જવાનો છે. કોઈક કહે છે કે સર્વ કર્મનો ક્ષય થતાં આત્મા મોક્ષગતિ પામે છે. શાસ્ત્રોમાં આવાં આવાં પરસ્પર વિરુદ્ધ વાક્યો આવે છે. એટલે શાસ્ત્રપ્રમાણ અર્થાત્ આગમપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી.
(૨) વળી કોઈ પણ શાસ્ત્રકારે કે અન્ય કોઈએ જાતે આત્માને જોયો હોય અને અમને બતાવી શકે એમ હોય તો એનું વચન પ્રમાણભૂત માની શકાય. પણ હજુ સુધી એવો કોઈ માણસ અમને જોવા મળ્યો નથી.
૨૧૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org