________________
અધ્યાત્મસાર
આ શ્લોકમાં ચાર્વાક દર્શનની મુખ્ય માન્યતા બતાવી છે. ચાર્વાક અથવા ચાર્વાકવાદીઓ કહે છે કે આત્મા જેવું કંઈ છે જ નહિ. જો હોય તો દેખાય કેમ નહિ ? જેમ ઘટ (ઘડો), પટ (વસ્ત્ર) આપણે ઇન્દ્રિય વડે નજરે જોઈ શકીએ છીએ, એવી ચીજોના અસ્તિત્વ વિશે આપણે ક્યારેય શંકા કરી નથી. પણ આત્મા વિશે તેમ કહી શકાય એમ નથી. બધા “આત્મા” “આત્મા’ કહ્યા કરે છે, તો પણ કોઈક તો પોતાનો આત્મા કાઢીને બતાવો તો ખરા, કે જેથી તે કાળો છે કે ગોરો છે, ઊંચો છે કે નીચો છે તેની ખબર પડે. પરંતુ હજુ સુધી કોઈએ પોતાનો આત્મા બહાર કાઢીને બતાવ્યો નથી. એટલે આત્મા છે એમ માનવું એ ભ્રમભરેલું છે.
કોઈક પ્રશ્ન કરે કે જો આત્મા નથી તો અહંતા એટલે હું પણાનો અનુભવ કોને થાય છે ? “હું સુખી છું કે હું દુઃખી છું એવો અનુભવ કેવી રીતે થાય છે ?
એના ઉત્તરમાં ચાર્વાકવાદીઓ કહે છે કે પંચમહાભૂતના એટલે કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશના સમુદાયથી જે શરીર ઉત્પન્ન થાય છે તે શરીરને જ આવો અનુભવ થાય છે. તે શરીર એવી જ્ઞાનશક્તિ ધરાવે છે. એ શક્તિ પંચમહાભૂતોના એકત્ર થવાથી જ ઉત્પન્ન થાય છે. એટલે એ માટે સ્વતંત્ર આત્મતત્ત્વ માનવાની કંઈ જરૂર નથી. (૩૯૪] Hદો મm: પ્રત્યેમસતી તથા /
___ मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥११॥ અનુવાદ : જેમ મદ્યનાં અંગોમાં પ્રત્યેકમાં મદ્યની સ્પષ્ટતા-શક્તિ (વ્યક્તિ) થતી નથી, પરંતુ એકત્રિત થવાથી થાય છે તેમ ભૂતો (પંચમહાભૂત) એકત્રિત થવાથી જ્ઞાનની સ્પષ્ટતા-શક્તિ (વ્યક્તિ) મનાય છે.
વિશેષાર્થ : ચાર્વાકવાદીઓ આત્મામાં માનતા નથી. તેઓ ફક્ત પાંચ ઇન્દ્રિયોવાળા શરીરમાં માને છે. હવે કોઈ પ્રશ્ન કરે કે શરીર થાય છે કેવી રીતે ? માણસ હાલચાલે છે, વૃદ્ધ થાય છે, મૃત્યુ પામે છે એ બધું કોણ કરે છે ? કેવી રીતે થાય છે ?
ચાર્વાકવાદીઓ કહે છે કે પંચમહાભૂત એકત્ર થાય છે ત્યારે તેમાંથી દેહ નિર્માય છે અને એમાં હું સુખી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું જેવી જ્ઞાનશક્તિ પેદા થાય છે. એ પંચમહાભૂતો અમુક જ ક્રમે અમુક રીતે ભેગાં થાય ત્યારે એમાંથી જીવોત્પત્તિ થાય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ (તેજ) અને આકાશ એ પાંચ મહાભૂતો-પદાર્થોમાં દરેકમાં સ્વતંત્ર રીતે જીવને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, પણ એ પાંચે અમુક રીતે પિંડરૂપે એકત્ર થવાં જોઈએ. એ માટે ઉદાહરણ આપવામાં આવે છે કે જેમ મહૂડાનાં કે ધતૂરાનાં ફૂલ, ગોળ, પાણી એ પ્રત્યેક મદ્ય એટલે કે મદીરાનાં અંગ છે, પરંતુ તે મદીરા બનાવી શકતાં નથી, પણ પાંચેનું અમુક રીતે મિશ્રણ થાય ત્યારે તેમાંથી દારૂ થાય છે. તેવી રીતે પાંચ મહાભૂતો એકત્ર થતાં તેમાંથી જીવની ઉત્પત્તિ થાય છે. એ મહાભૂતોમાં જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે. અનાત્મવાદી ચાર્વાકવાદીઓની આ માન્યતા છે.
૨૧૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org