________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વાગ અધિકાર
જયારે બે નય સામસામા કે પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે એકનો પોતાનો જે અર્થ હોય તે અર્થ બીજાને માટે પારકો કે અસ્વીકાર્ય બને. એટલે બંનેના સ્વાર્થ અને પરાર્થ સરખા હોય છે. નિશ્ચયનયને જ્ઞાનાત્મા અથવા જ્ઞાનસ્વરૂપ તરીકે અને વ્યવહારનયને શબ્દાત્મા અથવા શબ્દસ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ સંકેતરૂપ છે અને જ્ઞાન બોધરૂપ છે. એટલે જેટલા સ્વાર્થ જ્ઞાનાત્માના છે તેટલા પરાર્થ શબ્દાત્માના છે અને જેટલા સ્વાર્થ શબ્દાત્માના છે તેટલા પરાર્થ જ્ઞાનાત્માના છે. એટલે તે દરેકના સ્વાર્થ અને પરાર્થે સરખા અથવા તુલ્ય બની જાય છે. આમ દરેક નય પોતાના સ્થાનમાં પ્રધાન અને અન્યના સ્થાનમાં ગૌણ બને છે. એટલે બંને નયની ઉપયોગિતા છે. [૩૨] પ્રથાના વ્યવહારની તતતષ્ઠવારિ IIમ્
मिथ्यात्वरूपतैतेषां पदानां परिकीर्तिता ॥९॥ અનુવાદ : વ્યવહારના પ્રાધાન્યને લીધે તેનો વ્યવહારનો) ઉચ્છેદ કરનારાનાં તે તે પદોનું મિથ્યાત્વપણું કહ્યું છે.
વિશેષાર્થ : “આત્મા નથી', “આત્મા નિત્ય નથી” વગેરે જે છ પદો મિથ્યાત્વનાં કહ્યાં તેની નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ કરેલી વિચારણાનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી અહીં કહે છે કે આ પદો દાનાદિ વ્યવહારનો ઉચ્છેદ કરનારાં છે. પરંતુ વ્યવહારનું પ્રાધાન્ય અમુક અપેક્ષાએ સ્વીકારવું પડશે.
તે વ્યવહારનય જ જોઈએ, નિશ્ચયનય નહિ જ – એવી માન્યતા જેમ ભૂલભરેલી છે, તેમ ફક્ત નિશ્ચયનય જ સાચો, વ્યવહારનય જોઈએ જ નહિ – એવી માન્યતા પણ અપૂર્ણ છે. વસ્તુતઃ જ્યાં જ્યાં જેને જેને પ્રાધાન્ય હોય ત્યાં ત્યાં તે સ્વીકારીને નિશ્ચય અને વ્યવહાર વચ્ચે સમતુલા જાળવવાથી જ યથાર્થ દર્શન અને યથાર્થ બોધ થાય છે. તત્ત્વગવેષણામાં જડ એકાન્તિકતા બાધકરૂપ બને છે. એટલે ‘આત્મા નથી' વગેરે છ પદો વ્યવહારનો ઉચ્છેદ કરનારાં હોવાથી મિથ્યાત્વરૂપ જ છે. [૩૯૩ નાયૅવાતિ વાર્તાના પ્રત્યક્ષાનુપત્નમઃ |
अहंताव्यपदेशस्य शरीरेणोपपत्तितः ॥१०॥ અનુવાદ : ચાર્વાક કહે છે કે પ્રત્યક્ષપણે આત્મા દેખાતો નથી માટે તે છે જ નહિ. અહંતા(હુંપણા)નો વ્યવહાર (વ્યપદેશ) તો શરીરથી થઈ શકે છે.
વિશેષાર્થ : ભારતીય દર્શનોમાં ચાર્વાક દર્શન અથવા લોકાયત દર્શન અનોખું છે. તે અઢી હજાર વર્ષ કે તેથી પણ પ્રાચીન મનાય છે. તે આત્મા જેવા તત્ત્વમાં માનતું ન હોવાથી તેને નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. ચાર્વાકો ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. જે વસ્તુઓ ઇન્દ્રિયોથી જણાય એટલી જ તે સ્વીકારે છે. શરીર એ જ ચેતન છે. જુદો આત્મા માનવાની જરૂર નથી. જડ તત્ત્વોનો અમુક પ્રકારે સંયોગ થાય તો એમાં ચૈતન્યનો સંચાર થાય છે એમ તેઓ કહે છે. એટલા માટે ચાર્વાક દર્શનને ભૂતચૈતન્યવાદી કહેવામાં આવે છે. તે આત્મા, પૂર્વજન્મ, જન્માન્તર, સ્વર્ગ, નરક, મોક્ષ, ઈશ્વર, કર્મ ઇત્યાદિમાં માનતું નથી. તે કહે છે કે દેહ ભસ્મીભૂત થયા પછી તેનો પુનર્જન્મ નથી. માટે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી ખાઈ પીને સુખમાં જીવવું એ તેની ફિલસૂફી છે.
૨૧૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org