________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : કેટલાક નિશ્ચયનયવાદીઓ નિશ્ચયનય ઉપર જ ભાર મૂકે છે અને વ્યવહારનું જરા પણ મૂલ્ય આંકતા નથી. તેઓ પોતાના દૃષ્ટિકોણથી જ અર્થઘટન કરે છે. તેઓ ઉદાહરણ આપે છે શ્રુતકેવલીનું. શ્રુતકેવલી કોને કહેવાય ? શ્રુતકેવલી શબ્દનો અર્થ શો ? નિશ્ચયનયવાદીઓ કહે છે કે શ્રુતજ્ઞાન વડે જે કેવળ આત્માને જાણે છે તે શ્રુતકેવળી. અહીં કેવળ આત્મા એટલે સંપૂર્ણ આત્મા. પરંતુ કોઈ જીવે પોતાના આત્માને સંપૂર્ણપણે જાણ્યો છે કે નહિ તેની પ્રતીતિ શી રીતે થાય ? એટલે વ્યવહારનયનો આશ્રય લેવો પડશે. વ્યવહારનય પ્રમાણે જે જીવ સર્વ શ્રુતને જાણે-ચૌદ પૂર્વને જાણે તે શ્રુતકેવલી, એટલે કે શ્રુતજ્ઞાનને વિશે કેવળી જેવા. શ્રુતકેવલી ભગવંત સકલ જ્ઞાનને સંશયરહિતપણે જાણે છે. વળી શ્રુતજ્ઞાન એટલે આત્મજ્ઞાન અર્થાત્ જ્ઞાન જ આત્મા છે. એટલે શ્રુતકેવલી સર્વશ્રુત દ્વારા આત્માને સંપૂર્ણપણે જાણે છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનય એમ બંને નયથી ‘શ્રુતકેવલી' શબ્દ ઘટાવાય છે.
[૩૯૦] નિશ્ચયાર્થીન્ન નો સાક્ષાત્વનું નાપિ પર્વતે ।
व्यवहारो गुणद्वारा तदर्थावगमक्षमः ॥७॥
અનુવાદ : અહીં નિશ્ચયનયના અર્થને સાક્ષાત્ કહી શકવાને કોઈ સમર્થ નથી. પરંતુ વ્યવહારનય ગુણ દ્વારા તેના અર્થનો બોધ કરાવવા સક્ષમ છે.
વિશેષાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ જોઈએ તો આત્માનો સંપૂર્ણપણે જેઓએ અનુભવ કર્યો છે તેઓ પણ પોતાના અનુભવને શબ્દમાં યથાતથ્ય વર્ણવવા સમર્થ નથી, કારણ કે એ અનુભવ વચનાતીત છે. એટલે નિશ્ચયના અર્થને સાક્ષાત્ કહી શકવા કોઈ સમર્થ નથી. તેમ છતાં વ્યવહારનય નિશ્ચયનયના ગુણનું પ્રતિપાદન કરી શકે છે. એટલે વ્યવહારનય આત્માને ચેતન, સચ્ચિદાનંદ, જ્ઞાયક વગેરે શબ્દો દ્વારા ઓળખાવે છે. પરંતુ વ્યવહારનયનું પ્રતિપાદન ગમે તેટલું સારું હોય તો પણ અપૂર્ણ જ રહેવાનું. છેવટે એને નિશ્ચયનો જ આશ્રય લેવો પડશે.
આમ નિશ્ચયનયવાદીઓ વ્યવહારનયને ગૌણ માને છે.
[૩૯૧] પ્રાધાન્ય વ્યવહારે ચેન્ન તેમાં નિશ્ચયે થમ્ ।
परार्थस्वार्थते तुल्ये शब्दज्ञानात्मनोर्द्वयोः ॥८॥
અનુવાદ : જેઓને વ્યવહારને વિશે પ્રાધાન્ય હોય તેઓને નિશ્ચય વિશે ક્યાંથી હોય ? શબ્દાત્મા (વ્યવહાર) અને જ્ઞાનાત્મા (નિશ્ચય) એમ બંનેના સ્વ-અર્થ અને પર-અર્થ સરખા હોય છે.
વિશેષાર્થ : વ્યવહારનય અને નિશ્ચયનયની આ વિચારણામાં વ્યવહારનયવાદીઓની એક દલીલ અહીં ૨જૂ ક૨વામાં આવી છે. જો એમ કહેવામાં આવે કે નિશ્ચયનય જ પ્રધાન છે, તો એના પ્રાધાન્ય માટે કશાકની ગૌણતા હોવી જોઈએ ને ? એક વસ્તુ ગૌણ હોય તો જ બીજી વસ્તુ પ્રધાન ગણાય. પણ ગૌણ વસ્તુ જેવું કશું હોય જ નહિ તો બીજી કોઈ વસ્તુનું પ્રાધાન્ય કેવી રીતે સિદ્ધ થાય ? એટલે વ્યવહારનયને ગૌણ ગણીએ તો જ નિશ્ચયનયનું પ્રાધાન્ય જણાશે. મતલબ કે વ્યવહારનયની ઉપેક્ષા થઈ શકશે નહિ. તેવી રીતે જો વ્યવહારનયને પ્રધાન ગણવામાં આવે તો તેથી નિશ્ચયનયની ઉપેક્ષા થઈ શકશે નહિ.
Jain Education International2010_05
૨૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org