________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
વિશેષાર્થ : મિથ્યાત્વનાં છ પદમાંથી પહેલા પદની અહીં વિચારણા કરવામાં આવી છે. કેટલાક માને છે કે આત્મા જેવું કશું જ નથી. તેઓ નાસ્તિવાદી છે અથવા નાસ્તિક છે. તેઓ આત્મામાં ન માનતા હોવા છતાં પણ જો કદાચ જીવનવ્યવહારમાં માનતા હોય તો દાન, દયા, સેવા, પરોપકાર વગેરે તત્ત્વો આવ્યા વગર રહેશે નહિ. જો તેઓ વ્યવહારનો સદંતર લોપ જ કરતા હોય અને આત્મા જેવું કંઈ છે જ નહિ એમ પણ કહેતા હોય તો પછી બીજાના હિત-અહિતની વાત ઘટતી નથી. આમ, જો ઉપદેશ જ ન હોય તો ઉપદેશક પણ ક્યાંથી હોય ? તો પછી ઉપકારની વાત ક્યાંથી બંધબેસતી લાગે ? વસ્તુતઃ સંસારમાં પરિભ્રમણ કરતા જીવો ઉપર ઉપકાર થાય છે જ કારણ કે જીવોના સંશયો દૂર થાય તો એમના ઉપર ઉપકાર થાય. આમ નાસ્તિકવાદ જો સ્વીકારવામાં આવે અને એનો આગ્રહ રાખવામાં આવે તો પછી હિતાહિત-ઉપકાર, ઉપદેશ વગેરેની વાતો એની સાથે બંધ બેસશે નહિ.
[૩૮૮] વેષાં નિશ્ચય વેદો વ્યવહારસ્તુ સંસ્કૃતઃ ।
विप्राणां म्लेच्छभाषेव स्वार्थमात्रोपदेशनात् ॥५॥
અનુવાદ : જેમ બ્રાહ્મણોને મ્લેચ્છ ભાષા સ્વાર્થ પૂરતી બોલવાની છૂટ છે, તેમ જેમને માત્ર નિશ્ચય નય જ ઇષ્ટ છે તેમને માટે વ્યવહાર તો (નિશ્ચયનો) ઉપદેશ કરવા પૂરતો સંગત છે.
વિશેષાર્થ : જેઓ નિશ્ચયવાદી છે તેઓને તો માત્ર નિશ્ચયનય જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે વ્યવહા૨ તો માત્ર નિશ્ચયના અર્થનો ઉપદેશ કરવા પૂરતો છે. તેઓ વ્યવહારને સ્વીકારતા નથી, પણ અપવાદરૂપે એનો આશ્રય લે છે.
હવે કોઈ પ્રશ્ન કરે કે જો તમને માત્ર નિશ્ચયનય જ ઇષ્ટ અને અભિપ્રેત હોય અને એ માટે જ તમારો આગ્રહ હોય તો પછી તમે વ્યવહારની વાત જ શા માટે કરો છો ? એમ કરવાથી તમારો નિશ્ચયવાદ દૂષિત ન થાય ?
આ દલીલનો જવાબ નિશ્ચયવાદીઓ એવો આપે છે કે જે વ્યવહારનો કથંચિત્ આશ્રય લેવામાં આવે છે તે તો નિશ્ચયના સમર્થન માટે જ છે. જેમ કે બ્રાહ્મણોએ પોતાની શુદ્ધ સંસ્કૃત ભાષા જ બોલવી જોઈએ. મ્લેચ્છની યવની ભાષા તેમનાથી બોલાય જ નહિ. બ્રાહ્યો ન સ્નેચ્છિતવ્ય:। એમ કહેવાયું છે. વળી કહેવાયું છે કે ‘કંઠે પ્રાણ આવે તો પણ બ્રાહ્મણોએ યવનની ભાષા બોલવા લાયક નથી.' આવો આદેશ હોવા છતાં વ્યવહારમાં એવા કેટલાક પ્રસંગો ઊભા થાય છે કે જ્યારે પોતાને મ્લેચ્છની ગરજ હોય અને મ્લેચ્છ જો બ્રાહ્મણની ભાષા ન જાણતો હોય, તો પોતાનું કામ કરાવવા માટે એટલે કે સ્વાર્થ માટે થોડીક મ્લેચ્છ ભાષા બોલી લેવી પડે છે. પણ આવી રીતે મ્લેચ્છ ભાષા બોલવાથી મ્લેચ્છ ભાષા પ્રત્યે આદર વ્યક્ત થતો નથી. પોતાના સ્વાર્થ પૂરતો જ તેનો ઉપયોગ થાય છે. તેવી રીતે વ્યવહારનયનો ઉપયોગ નિશ્ચયનયના સ્વાર્થ માટે થાય છે, અન્યથા નહિ. એટલે નિશ્ચયનય દૂષિત થતો નથી.
[૩૮૯] યથા વનમાત્માનં નાનાન: શ્રુતવતી ।
श्रुतेन निश्चयात्सर्वं श्रुतं च व्यवहारतः ॥६॥
અનુવાદ : જેમ શ્રુતકેવલી નિશ્ચયથી શ્રુત વડે કેવળ આત્માને જાણે છે, તેમ વ્યવહારથી સર્વ શ્રુતને જાણે છે.
Jain Education International_2017_05
૨૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org