________________
અધ્યાત્મસાર,
જ્યાં સુધી આત્મા વિશેનાં આ છ પદમાં પૂર્ણ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી સમ્યગદર્શન ન થાય. સમ્યગ્રદર્શનથી વિપરીત તે મિથ્યાદર્શન છે. એ બંને માટે ટૂંકા શબ્દો “સમ્યકત્વ (સમક્તિ)” અને “મિથ્યાત્વ વપરાય છે. જ્યાં સુધી આત્મા વિશેની ઊંધી માન્યતા છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. કેટલાકનું મિથ્યાત્વ એટલું ગાઢ હોય છે કે છએ પદમાંથી એક પણ પદમાં એમની શ્રદ્ધા હોતી નથી. કોઈક ચાર પદ કે પાંચ પદમાં શ્રદ્ધા ધરાવે, પણ એક અથવા બે પદમાં શ્રદ્ધા ન ધરાવે એવું પણ સંભવી શકે છે. તો પણ એમાં મિથ્યાત્વ તો રહેલું છે. એટલા માટે જીવે આત્મા વિશેનાં આ છ પદમાં બધામાં જ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવવી જોઈએ. એ એને માટે હિતાવહ છે.
જેઓ મિથ્યાત્વી છે તેઓની માન્યતામાં ક્યાં ક્યાં સુટિ રહેલી છે તે એક પછી એક પદ લઈને આ અધિકારના હવે પછીના શ્લોકોમાં ઉપાધ્યાયજી મહારાજે સમજાવ્યું છે. ૩િ૮૬] સ્તર્યાત્મવેઠુદ્ધ-વ્યવહાવિનંધનમ્ |
अयमेव च मिथ्यात्वध्वंसी सदुपदेशतः ॥३॥ અનુવાદ : આનાથી છ પદની) વિપરીત માન્યતાથી શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. સદુપદેશથી એ મિથ્યાત્વનો નાશ કરનાર થાય છે.
વિશેષાર્થ : “આત્મા જેવું કંઈ છે જ નહિ એવી માન્યતા તે મિથ્યાત્વ છે. “આત્મા નથી' એવી પહેલી માન્યતામાંથી “આત્મા નિત્ય નથી' ઇત્યાદિ બાકીની પાંચ માન્યતાઓ ફલિત થાય છે અને એમ આવી છ વિપરીત માન્યતાઓ મિથ્યાત્વથી ભરેલી છે. જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં વ્યવહાર પણ એ પ્રકારનો હોય. “આત્મા નથી' એમ માનવામાં આવે તો પછી પ્રેમ, ભક્તિ, વિનય, દાન, દયા, પરોપકાર, સહકાર, સત્કાર, બહુમાન વગેરે વ્યવહારની ઘણી બધી વાતો નિરર્થક કે અનાવશ્યક ઠરશે. એનો અર્થ એ થયો કે એવી વિપરીત અને મિથ્યાત્વયુક્ત માન્યતાથી શુદ્ધ (અથવા શુભ) વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. શુદ્ધ વ્યવહાર અને આત્મા વિશેની ઊંધી માન્યતા એ બેનો મેળ થઈ શકે નહિ.
પરંતુ જો સાચો ઉપદેશ આપવામાં આવે અને તે ગ્રહણ કરવામાં આવે એટલે કે આત્મા છે, આત્મા ક્ષણિક નહિ પણ નિત્ય છે, મોક્ષ છે અને એનો ઉપાય છે એવી માન્યતા શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવે તો દાન, દયા, શુભાશુભ કર્મ અને તેનાં ફળ, વિનય, ભક્તિ, બહુમાન વગેરે વ્યવહારની બધી વાતો બરાબર યોગ્ય ઠરે અને એમ થાય તો તેથી મિથ્યાત્વનો ધ્વંસ થાય છે. મિથ્યાત્વનો ધ્વંસ થતાં દાન, દયાની લૌકિક પ્રવૃત્તિઓની યોગ્યતા અને યથાર્થતા સમજાય છે. વળી એથી મોક્ષપ્રાપ્તિની પારમાર્થિક પ્રવૃત્તિની યથાર્થતા પણ દઢ થાય છે. એથી “આત્મા છે વગેરે છ પદો અથવા સ્થાનકો જે સમ્યગદર્શનના કારણભૂત છે તે માટેની શ્રદ્ધા દઢમૂલ બને છે. [૩૮૭ નાસ્તિત્વવિદે નૈવોપશો નોશી |
तस्य कस्योपकारः स्यात्संदेहादिव्युदासतः ॥४॥ અનુવાદ : નાસ્તિત્વાદિનો આગ્રહ હોય, તો ઉપદેશ પણ ન હોય અને ઉપદેશક પણ ન હોય. તેનો ઉપકાર પણ કોના ઉપર થાય? કારણ કે તે તો સંદેહ વગેરેને દૂર કરવાથી થાય છે.
૨૧ ર
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org