________________
પ્રબંધ ચોથો, અધિકા૨ તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૩૮૫] નાસ્તિ નિત્યો ન ત = ન મોાત્મા ન નિવૃત્તિ:।
तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ॥२॥
અનુવાદ : આત્મા નથી, તે નિત્ય નથી, તે કર્તા નથી, તે ભોક્તા નથી, મોક્ષ (નિવૃતિ) નથી, તેનો ઉપાય નથી – એમ મિથ્યાત્વનાં છ પદ કહેવાય છે.
વિશેષાર્થ : ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ભિન્નભિન્ન દર્શનોએ આત્મતત્ત્વની અને સંસારના સ્વરૂપની ગવેષણા કરી છે અને આત્મા વિશે દરેકે પોતાનો મત દર્શાવ્યો છે. ચાર્વાક દર્શન આત્મતત્ત્વમાં અને જન્મજન્માન્તરમાં માનતું નથી. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ દર્શનો આત્મતત્ત્વમાં માને છે અને જન્મજન્માન્તરમાં માને છે. બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે, પણ જન્મજન્માન્તરમાં માને છે. સાંખ્ય દર્શન આત્માને એકાન્તે નિત્ય માને છે. જૈન દર્શન આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે. જગતના કર્તૃત્વ વિશે ભિન્નભિન્ન દર્શનોનો ભિન્નભિન્ન મત છે. આત્મતત્ત્વની જેવી ગહન, યથાર્થ, બુદ્ધિગમ્ય વિચારણા જૈન દર્શનમાં થઈ છે એવી અન્ય કોઈ દર્શનમાં થઈ નથી. જૈન દર્શન આત્મા વિશે નીચેનાં છ મુખ્ય પદ અથવા સ્થાનક આપે છે :
૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે.
આ છ પદમાં શ્રદ્ધા ન હોવી એ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વનાં છ પદ છે : (૧) આત્મા નથી (૨) આત્મા નિત્ય નથી (૩) આત્મા કર્મનો કર્તા નથી (૪) આત્મા કર્મનો ભોક્તા નથી (૫) મોક્ષ નથી અને (૬) મોક્ષનો ઉપાય નથી.
આત્મા વિશે માત્ર આ છ જ પદ અને બીજું કશું નથી એવું નથી. આત્મતત્ત્વની વિચારણા ભિન્નભિન્ન દૃષ્ટિથી થઈ છે અને તેનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. પરંતુ આત્મતત્ત્વ વિશે પાયાની વાત આ છ પદમાં સમાઈ જાય છે. આ છ પદના પણ ત્રણ વિભાગ પાડી શકાય છે. તે આ રીતે : (૧) આત્મા છે અને તે નિત્ય છે. (૨) આત્મા પોતાનાં કર્મનો કર્તા છે અને ભોક્તા છે અને (૩) મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ ત્રણ વિભાગને માટે પણ જો એક જ વાક્ય પ્રયોજવું હોય તો એમ કહી શકાય કે નિત્ય એવો આત્મા જો પોતાનાં કર્મોના કર્તૃત્વ અને ભોક્તૃત્વમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે તો તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ભારતીય દર્શનોમાં આત્મા વિશે જે ભિન્નભિન્ન માન્યતા છે તે મુજબ કોઈક એમ કહે છે કે આત્મા જેવું કશું છે જ નહિ, કોઈક એમ કહે છે કે આત્મા છે પણ તે નાશવંત છે, નિત્ય નથી. કોઈક કહે છે કે આત્મા છે અને તે નિત્ય છે, પણ તે કર્મનો કર્તા નથી. કોઈક કહે છે કે તે કર્મનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. કોઈક કહે છે કે મોક્ષ જેવી કોઈ ચીજ નથી અને કોઈક કહે છે મોક્ષ છે પણ એ માટે કોઈ ઉપાય કરવાની જરૂર નથી. ચાર્વાક મત, બૌદ્ધ મત, સાંખ્ય મત, યાજ્ઞિક મત, માંડલિક મત વગેરેની આત્મા વિશેની અવધારણા કંઈક અસ્પષ્ટ અને અપૂર્ણ છે. જૈન દર્શને આત્મા વિશે જેવું ગહન અને પરિપૂર્ણ ચિંતન કર્યું છે એવું અન્યત્ર ક્યાંય થયું નથી. આમાં કોઈ સંકુચિત અભિમાનની વાત નથી પણ તટસ્થ વિચારણા છે. એટલા માટે જ ઠેઠ પ્રાચીન કાળથી મોટા મોટા અન્યધર્મી દાર્શનિકો પણ જૈન દર્શન તરફ આકર્ષાતા રહ્યા છે.
Jain Education International2010_05
૨૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org