________________
પ્રબંધ ચોથો
અધિકાર તેરમો 7k મિથ્યાત્વ-ત્યાગ અધિકાર ઝk
[૩૮૪] મિથ્યાત્વિયાતિઃ શુદ્ધ સવિન્દ્ર નાયૉડ્રિનામું
अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥१॥ અનુવાદ : મિથ્યાત્વના ત્યાગથી જીવોનું સમ્યકત્વ શુદ્ધ થાય છે. એટલે મહાત્માઓએ એના (મિથ્યાત્વના) ત્યાગ માટે પ્રયત્ન કરવો. ' વિશેષાર્થ : સમ્યક્ત્વના અધિકાર પછી આ મિથ્યાત્વ વિશેનો અધિકાર પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજે લખ્યો છે. સમ્યફ એટલે સાચું અને મિથ્યા એટલે ખોટું. સમ્યફ અને મિથ્યા એ બંને શબ્દો પરસ્પર વિરુદ્ધ છે. મોક્ષમાર્ગ માટે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણેની અનિવાર્યતા છે. એમાં પ્રારંભની દષ્ટિએ સમ્યગદર્શન અર્થાત્ સમક્તિ સૌથી મહત્ત્વનું છે. એ પ્રાપ્ત કરવા માટે જીવે ઘણો ભારે પુરુષાર્થ કરવો પડે છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાન. સમ્યગ્દર્શન એ પ્રકાશ છે. મિથ્યાત્વ એ અંધકાર છે.
જ્યાં સુધી અંધકાર જાય નહિ ત્યાં સુધી પ્રકાશ આવી ન શકે. અથવા જેવો પ્રકાશ આવ્યો કે તત્ક્ષણ અંધકારનો નાશ થઈ જાય છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ, અધ્યાત્મની દૃષ્ટિએ, મોક્ષમાર્ગની દૃષ્ટિએ જોઈએ તો એકંદરે સમગ્ર સંસાર અજ્ઞાનરૂપી અંધકારથી ભારોભાર ભરેલો છે. તિર્યંચ ગતિના જીવોની વાત જવા દઈએ અને માત્ર મનુષ્યગતિનો જ વિચાર કરીએ તો પણ મિથ્યાત્વના અંધકારને લીધે સંસારમાં ભમતા જીવો અનેક જોવા મળશે. મોક્ષ શું છે એવી સામાન્ય જાણકારી પણ જેને નથી એવા અનેક લોકો વચ્ચે આપણે સંસારમાં રહીએ છીએ. મોક્ષ શું છે એ જાણ્યા પછી એ પ્રત્યે રુચિ કે ભાવ બિલકુલ ન થતાં હોય એવા પણ કેટલા બધા લોકો જોવા મળે છે. જીવને મિથ્યાત્વ તરફ ખેંચનારાં અને પકડી રાખનારાં સાંસારિક પ્રલોભનો અને પરિબળો પણ ઓછાં નથી.
સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એક અપેક્ષાએ પરસ્પર સંલગ્ન છે. પરંતુ તે બાજુ બાજુમાં રહેલી એવી કોઈ બે જુદી જુદી નક્કર વસ્તુ નથી કે એકને ઉઠાવી લેવાય તો ત્યાં તલ્લણ માત્ર બીજી જ વસ્તુ રહે. વસ્તુતઃ સમ્યકત્વ અને મિથ્યાત્વ બંનેમાં પાર વગરનું વત્તાઓછાપણું અર્થાતુ તરતમતા છે. એટલે એકની માત્રા વધતી જાય તો બીજાની ઘટતી જાય. એટલે સમ્યક્ત્વ વધુ નિર્મળ થઈ શકે છે અને વધુ મલિન પણ થઈ શકે છે. જીવ મિથ્યાત્વ વિશેની પોતાની સમજણ સ્પષ્ટ કરે ને એનો ત્યાગ કરવાનો જેમ જેમ વધુ અને વધુ પુરુષાર્થ કરે તેમ તેમ તેનું સમ્યક્ત્વ શુદ્ધ થતું જાય છે. વળી શુદ્ધ થયેલા સમક્તિને ટકાવી રાખવા માટે પણ ખૂબ ઉદ્યમ એટલે પુરુષાર્થની અપેક્ષા રહે છે. હાથમાં આવેલું સમ્યક્ત્વ ચાલ્યું ગયું હોય એવી પણ અનેક ઘટનાઓ બનતી જ રહે છે.
આધ્યાત્મિક ક્ષેત્રે આંતરિક પુરુષાર્થની આ સૂક્ષ્મ પ્રક્રિયા છે.
૨૧૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org