________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર
ત્યારે જૈન દર્શન સવશે પરિપૂર્ણ જણાય છે. માટે જ જૈન દર્શનમાં, જિનેશ્વર ભગવાનની વાણીમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જે જીવ આ રીતે સમ્યત્વ પ્રાપ્ત કરે છે તે સંસારના પરિભ્રમણના છેલ્લા ફેરામાં અને તેમાં પણ અર્ધપુદ્ગલે પરાવર્તમાં આવી જાય છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ફક્ત અહિંસા મહાવ્રતની આમ અહીં વિગતે છણાવટ કરી છે. અન્ય ચાર વ્રતોની પણ એ રીતે તુલનાત્મક વિચારણા થઈ શકે. પણ તે અહીં પ્રસ્તુત નથી. સમ્યગ્રદર્શનના એક મહત્ત્વના લક્ષણ અનુકંપાની દૃષ્ટિએ અહિંસાની અહીં વિચારણા થઈ છે. [૩૮૩] શમસંવે નિર્વાનુપમ: પરિષ્કૃતમ્ |
दधतामेतदच्छिनं सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥५८॥ અનુવાદ : શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા વડે સારી રીતે, અવિચ્છિન્નપણે ધારણ થયેલું સમ્યત્વ સ્થિરતા પામે છે.
વિશેષાર્થ : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ સમ્યક્ત્વનાં પાંચ મુખ્ય લક્ષણ બતાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતે કહે કે પોતાને સમક્તિ થયું છે અથવા અમુક વ્યક્તિને સમક્તિ થયું છે તો તેની ખાતરી શી ? તેની કસોટી કઈ ? સમક્તિીનું પ્રમાણપત્ર કોણ આપી શકે ? કોને માટે આપી શકે ? યૌવનમાં પ્રવેશતાં કિશોર-કિશોરીના શરીરમાં થતા ફેરફારોને નિહાળી શકાય છે, પરંતુ સમક્તિના શરીરમાં એવા સાબિતીરૂપ કોઈ ફેરફારો જોઈ શકાતા નથી. એનો અર્થ એ નથી કે એમની કાયામાં બિલકુલ પરિવર્તન થતું નથી. અવશ્ય થાય છે. પણ તે એટલું સુક્ષ્મ હોય છે કે સામાન્ય નજરે નિહાળી શકાતું નથી. મુખકાન્તિના અવલોકનનો અભ્યાસ કરનારને કદાચ કંઈક અણસાર આવે તો આવે. પરંતુ સમક્તિી જીવને ઓળખવા
- પાંચ લક્ષણો બતાવ્યાં છે. જે વ્યક્તિને સમક્તિ થાય છે તેનામાં શમ એટલે ઉપશમ અને સમતા, સંવેગ એટલે મોક્ષની અભિલાષા, નિર્વેદ એટલે ભવભ્રમણ માટે ખેદ, અનુકંપા એટલે જગતના સર્વ જીવો પ્રત્યે દયા અને કરુણાનો ભાવ-આ ચાર લક્ષણો આસ્થા અર્થાત્ આસ્તિક્યના લક્ષણ સાથે અવિચ્છિન્નપણે રહેલાં હોય એટલે કે કુલ પાંચ લક્ષણ હોય તેનું સમ્યક્ત્વ સ્થિરતા પામે છે.
| ઉપાધ્યાયજી મહારાજે આ અધિકારમાં અનુકંપાના-અહિંસાના લક્ષણને જ પ્રાધાન્ય આપીને એ વિશે વિસ્તારથી સમજાવ્યું છે. શમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા એ ચાર લક્ષણોનો એમણે અહીં કશો વિસ્તાર કર્યો નથી. આ અંતિમ શ્લોકમાં તો શમ, સંવેગ અને નિર્વેદ એ ત્રણ લક્ષણોનો તો માત્ર નામનિર્દેશ જ થયો છે. એની છણાવટ કરવા જતાં ઘણો વિસ્તાર થાય. વળી સમક્તિના તો ૬૭ બોલ છે. એ વિશે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ સઝૂજાય પણ લખી છે અને ષસ્થાનકની ચોપાઈ પણ લખી છે. સમક્તિનો વિષય તો અત્યંત ગહન અને વ્યાપક છે. એ વિશે સ્વતંત્ર દળદાર ગ્રંથ લખી શકાય એટલી વ્યાપક સામગ્રી જૈન શાસ્ત્રગ્રંથોમાં ભરેલી છે. તત્ત્વજિજ્ઞાસુઓએ તેમાંથી મેળવીને એ જોઈ જવા જેવી છે.
इति सम्यक्त्वाधिकारः । સમ્યક્ત્વ અધિકાર સંપૂર્ણ
૨૦૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org